ધર કંકાશથી પિતાએ જ પોતાના બે પુત્રોને ખેતરમાં આવેલ કુવામાં નાખી દઇને હત્યા કરી

The father killed two children in village of Morav taluka
Bhaskar News

Bhaskar News

Jul 31, 2018, 03:06 AM IST

ગોધરા: મોરવા(હ)ના આંતરીયાળ વિસ્તાર એવા ચોપડા બુઝર્ગ ગામે ધર કંકાશમાં પિતાએ આવેશમાં આવીને પોતાના બે પુત્રોને ખેતરમાં આવેલ કુવામાં નાખી દઇને હત્યા કરીને ફરાર થઇ ગયો હતો. પોલીસે ધટના સ્થળે દોડી આવીને લાશો બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. ફરાર પિતા વિરુદ્ધ પોલીસે હત્યાનો ગુનો નોધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મોરવા(હ) તાલુકાના ચોપડા બુઝર્ગ ગામે રહેતાં ભીખો ઉર્ફૈ ભૌમીક સોમાભાઇ પગી ત્રણ માસ અગાઉ દુષ્કર્મ ની સજા કાપીને ઘરે આવ્યો હતો. સજા કાપી વખતે ભીખાની પત્ની તેના પિયર રહેવા જતી રહી હતી.

એક માસ અગાઉ ભીખા પગીએ પોતાની પત્ની અને ચાર વર્ષ અને સાત વર્ષના પુત્રોને લઇને ચોપડાબુઝર્ગ ગામે લાવ્યો હતો. પરંતું સજા કાપેલો અને ભારે ગુસ્સા વાળો ભીખો અને તેની પત્નીને નાની નાની બાબતે ઘરમાં કકાંસ ચાલુ઼ થયો હતો. રોજ ઝગડાને લઇને સોમવારે ભીખો પગી પત્ની જોડે ખટગાવમાં આવેશમાં આવીને તેના બંને પુત્રોને ખેતરમાં આવેલ કુવા પાસે લઇને જળને બંને પુત્રોને કુવામાં નાખીને નાસી ગયો હતો.કુવામાં પડતાં બે માસુમ પુત્રોના ડુબી જવાથી મોત નિપજયાં હતા.

પોતાના પુત્રીની હત્યા કરીને નરાધમ બાપ ફરાર થઇ ગયો હતો. આસપાસના લોકોએ પોલીસને જાણ કરી હતી. ભીખાની પત્ની બનાવની જાણ થતાં તેઓ કુવા પાસે આવીને કુવામાં બે બાળકોની લાશ બહાર કાઢતાં માતા પોતાના માસુમ પુત્રોને દેખીને ભારે હયૈ રૂદન કરતાં વાતાવરણ ગમગીન બની ગયું હતું . પોલીસે બે પુત્રોની લાશને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી હતી.પોલીસે ભીખો ઉર્ફે ભૌમીક સોમાભાઇ પગી વિરુદ્ધ હત્યાનો ગુનોનોધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

X
The father killed two children in village of Morav taluka
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી