શીર-મોટીરેલના રેશનકાર્ડ ધારકોને પુરતુ અનાજ ન આપતા હોબાળો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સંતરામપુર: સંતરામપુર તાલુકાના શીર ગામે સંચાલક દ્વારા મોટીરેલ અને શીર ગામો વચ્ચે કુલ 903 રેશનકાર્ડ ધારક છે. જેમાં 419 બીપીએલ, 104 અંત્યોદય અને 380 એપીએલ કાર્ડ ધારકો છે. કેન્દ્ર સરકાર દ્વારા ગરીબ અને મધ્યમવર્ગને પુરેપુરુ અનાજ મળ રહે તે માટે અંગૂઠો મારીને કુપન આપી પુરુ અનાજ આપવાનુ આ સિસ્ટમ જાહેર કરેલી છે. પણ આજદિન સુધી શીર ગામના સંચાલકે કોઇપણ રેશનીંગ ગ્રાહકને કુપન આપતા જ નથી.

 

સંચાલક 903 જેટલા ગ્રાહકોને ઓછુ અનાજ આપે છે

 

ગ્રાહકોને ખબર ન પડતા પુરતો અનાજનો જથ્થો આપતો જ નથી અને એક માસમાં માત્ર 6 થી 7 વાર જ દુકાન ખોલવામાં આવે છે. એક માસના છેલ્લા દિવસમાં દુકાન ખોલીને ગ્રાહકોને પુરતુ અનાજ મળતુ નથી. આજે શીર ગામે ભુરાભાઇ મનસુદભાઇને બીપીએલ કાર્ડમાં 30 કિ.ગ્રા. ઘઉં મળવા પાત્ર છે તો માત્ર 15 કિલોગ્રામ જ આપેલા છે. અને રેશનકાર્ડમાં 25 કિલોગ્રામ ખતવેલા છે. આ રીતે સંચાલક 903 જેટલા ગ્રાહકોને  ઓછુ અનાજ આપે છે. અને સરકારના નિયમ મુજબ કુપન અને સરકારી ભાવ લેવો પડેછે.

 

રેશનીંગ ગ્રાહકો પાસે પુરતુ અનાજ આપતુ જ નથી

 

પણ બીપીએલ ગ્રાહકો પાસે પણ અનાજનો ભાવ વધારે લેવામાં આવે છે. આવા શીર ગામના રેશનીંગ ગ્રાહકોએ આક્ષેપ કરી હોબાળો મચાવ્યો હતો. દિનપ્રતિદિન સસ્તા અનાજ સંચાલકનો કાળાબજારનો વેગ વધતો જ જાય છે. એફસીઆઇ ગોડાઉનમાંથી જથ્થો તો પુરો ફળવાય  છે. પણ રેશનીંગ ગ્રાહકો પાસે પુરતુ અનાજ આપતુ જ નથી. તમામ રેશનીંગ ગ્રાહકો પાસે માત્ર અંગુઠા મરાવીને અધુરુ અનાજ આપીને બાકીનો જથ્થો અજગરની જેમ ગળી જાય છે. 


ગરીબ અને મધ્યમવર્ગના આદિવાસી ગ્રામજનો સાથે ઘોર અન્યાય થઇ રહ્યો છે. ગુજરાત સરકાર દ્વારા ગરીબ વ્યકિતને પુરતુ અનાજ મળી રહે અનેઆવી કાળઝાળ ગરમીમાં તેને પોષય તેવી સિસ્ટમથી ગામે ગામ સસ્તા અનાજની દુકાનો  ખોલી છે. પણ આ ગરીબોનો બધો લાભ સંચાલકો જ ઉઠાવી ગ્રાહકોને આજદિન સુધી કોઇપણ રેશનીંગ ગ્રાહકોને અંગુઠો જ મરાવ્યા છે. પણ હજુ સુધી કુપન આપતી નથી. કુપનની અંદર ચોખ્ખુ લખેલ છે કે કોને કેટલુ અનાજ મળે. તેના ઉપર કિંમત પણ લખેલ  આવે છે. જયાં સુધી કુપન નહી આપેે ત્યાં સુધી આવતા માસથી અનાજ લેવાનું ના પાડી છે.  અગાઉ પણ શીર ગામના સંચાલક પર ત્રણ માસ સુધી દુકાનનો પરવાનો રદ કર્યો હતો.

 

કાયદેસરની કાર્યવાહી કરીશુ


શીર ગામમાં જઇ સ્થળ ઉપર તપાસ કરીશુ અને કાયદેસરની કાર્યવાહી કરીશુ. >કે.એમ.પરમાર, મામલતદાર, સંતરામપુર


કુપનો ઓન લાઇન કાઢવામાં આવે છે


કુપનો ગ્રામ પંચાયત ઓફીસમાંથી ઓન લાઇન કાઢવામાં આવે છે. અને કોઇકવાર ઓન લાઇન ન હોવાથી કુપનો આપતા નથી. >ઇશાકભાઇ શેખ, રેશનીંગ દુકાન સંચાલક

 

હજુ સુધી મને કુપન આપવામાં આવી જ નથી


મારૂ બીપીએલ કાર્ડ છે મને પુરતુ અનાજ મળતુ નથી. અને હજુ સુધી મને કુપન આપવામાં આવી જ નથી. >અખમભાઇ ખાંટ, ગ્રાહક શીર ગામ

 

અંગુઠો પાડવાના ~10 માગે છે


શીર ગામે આવેલ રેશનીંગના દુકાનદાર દ્વારા અમારી પાસે અંગુઠો પાડવાના રૂ.10ની માંગણી કરે છે તે યોગ્ય નથી. >કમલેશભાઇ ખાંટ, ગ્રાહક શીર ગામ

 

પુરતુ અનાજ પણ મળતુ જ નથી


અમારી પાસે અનાજનો ભાવ સરકારના ભાવ કરતા વધારે લેવામાંઆવે છે. અને મહિનામાં ચાર જ વાર દુકાન ખોલવામાં આવે છે. અને પુરતુ અનાજ પણ મળતુ જ નથી. -ભુરાભાઇ ખાંટ, ગ્રાહક શીર ગામ

અન્ય સમાચારો પણ છે...