કુખ્યાત રાબડી વ્હોરા સમાજની મહિલાઓને ટાર્ગેટ બનાવતો, 70થી વધુ ગુનાઓને આપ્યો અંજામ

અત્યાર સુધીમાં રાબડી 70થી વધુ ગુનાઓને અંજામ આપી ચુક્યો હતો

Bhaskar News

Bhaskar News

Divyabhaskar.com | Updated - Aug 21, 2018, 12:21 AM
મહીસાગર જિલ્લામાં રાબડીએ 1998માં ગુનાખોરીની દુનિયામાં પગ મુક્યો હતો
મહીસાગર જિલ્લામાં રાબડીએ 1998માં ગુનાખોરીની દુનિયામાં પગ મુક્યો હતો

લુણાવાડા: મહીસાગર જિલ્લા મથક લુણાવાડા તેમજ આસપાસના પંથકમાં અસંખ્ય ગુન્હાઓમાં સંડોવાયેલ કુખ્યાત ગુનેગાર રાબડી ગત શનિવારે સાંજના સુમારે લુણાવાડા જરાતીવાડ વિસ્તારમાં રાબડી નઝમી મંજીલ નામના મકાનમાં ભરાયો .વ્હોરા પરિવારના ત્રણ મહીલાઓ અને બાળકના ગળા ઉપર તલવાર મુકી બાનમાં લેતા પોલીસતંત્ર દ્વારા મકાનને ચારે તરફથી ઘેરી લેતા પોલીસ સાથેની મુઠભેડમાં વ્હોરા પરિવારને બચાવવામાં અને સ્વબચાવમાં પોલીસને ફાયરીંગ કરવાની ફરજ પડી જેમા કુખ્યાત રાબડીનુ મૃત્યુ થયુ હતુ.


મહીસાગર જિલ્લામાં રાબડીએ 1998માં ગુનાખોરીની દુનિયામાં પગ મુક્યો હતો


રાબડીનુ પોલીસ ફાયરીંગમાં મોત નીપજતા કેટલાક અસામાજિક તત્વો દ્વારા પોલીસ વાહનોને નિશાન બનાવી પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેના પગલે વાતાવરણ તંગ બન્યુ હતુ. પરંતુ ઘટનાબાદથી અત્યાર સુધી લુણાવાડા ખાતે અંજંપાભરી શાંતિનો માહોલ જોવા મળી રહયો છે.બીજી તરફ બીજા દિવસે રાબડીની ખુલ્લી તલવારના નગ્ન નાચના આતંકનો ભોગ બનનાર જેનબ રામપુરવાલાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.


લુણાવાડામાંજ 48થી વધુ ગુનાઓને અંજામ આપ્યો હતો


કુખ્યાત રાબડી મોટેભાગે વ્હોરા સમાજના લોકો તથા ખાસ કરીને મહિલાઓને ટાર્ગેટ બનાવતો હતો. અત્યારસુધીમાં રાબડી ખાલી લુણાવાડામાં જ ૪૮ થી વધુ ગુન્હાઓ ઉપરાંત આસપાસના કોઠંબા, મોડાસા, ગોધરા સહીત કુલ 70થી વધુ ગુનાઓને અંજામ આપી ચુક્યો હતો, જે પૈકી મોટાભાગના ગુન્હાઓમાં તેણે વ્હોરા સમાજના લોકોને ટાર્ગેટ બનાવ્યા ના બનાવ હતા.

વધુ તસવીરો અને માહિતી માટે આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરો...

સોશિયલ મીડિયા મારફતે કેટલાક અસામાજિક તત્વો દ્વારા શાંતિ ડહોળવાનો પ્રયાસ
સોશિયલ મીડિયા મારફતે કેટલાક અસામાજિક તત્વો દ્વારા શાંતિ ડહોળવાનો પ્રયાસ

વ્હોરા પરિવારના એક બાળક સહિત ત્રણ મહિલાઓને બચાવવા પોલીસે કરેલ ફાયરીંગમાં મોતને ભેટેલા કુખ્યાત રાબડીના ઓઠા હેઠળ ઘટનાને સામાજિક તેમજ રાજકીય રંગ આપવા કેટલાક અસામાજિક  તત્વો થનગની રહ્યા છે અને સોશિયલ મીડિયાના  માધ્યમથી  લોકોને ઉશ્કેરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. જે અંગે મહીસાગર પોલીસ સતર્ક બની આ પ્રકારની તમામ ગતિવિધિઓ પર સતર્ક નજર રાખી રહી છે.

લુણાવાડા નગરમાં બંદોબસ્ત માટે વધુ પોલીસ બોલાવાઇ
લુણાવાડા નગરમાં બંદોબસ્ત માટે વધુ પોલીસ બોલાવાઇ

સમગ્ર ઘટના બાદ પોલીસ વાહનો પર અસામાજિક તત્વોએ પત્થરબાજી કરતાં લુણાવાડા નગરમાં તંગદીલી પ્રસરી જવા પામી હતી. જેને લઈને મહીસાગર પોલીસે સતર્કતા દાખવી ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. લુણાવાડા નગરમાં કોટેજ હોસ્પિટલ,ચારકોશિયા નાકા વિસ્તાર,મધવાસ દરવાજા વિસ્તાર,,માંડવી બજાર,વાંસીયા તળાવ સહિતના વિસ્તારોમાં પોલીસ કાફલો ખડકી દેવાયો છે.મહીસાગર,પંચમહાલ અને દાહોદ જિલ્લાની પોલીસ બંદોબસ્તમાં છે. જેમાં  1 SP, 2 DYSP, 12 PI, 23 PSI, 1 બટાલિયન (76 SRP જવાન) અને  200 કોન્સ્ટેબલનો સમાવેશ થાય છે.

 

X
મહીસાગર જિલ્લામાં રાબડીએ 1998માં ગુનાખોરીની દુનિયામાં પગ મુક્યો હતોમહીસાગર જિલ્લામાં રાબડીએ 1998માં ગુનાખોરીની દુનિયામાં પગ મુક્યો હતો
સોશિયલ મીડિયા મારફતે કેટલાક અસામાજિક તત્વો દ્વારા શાંતિ ડહોળવાનો પ્રયાસસોશિયલ મીડિયા મારફતે કેટલાક અસામાજિક તત્વો દ્વારા શાંતિ ડહોળવાનો પ્રયાસ
લુણાવાડા નગરમાં બંદોબસ્ત માટે વધુ પોલીસ બોલાવાઇલુણાવાડા નગરમાં બંદોબસ્ત માટે વધુ પોલીસ બોલાવાઇ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App