Divya Bhaskar

Home » Madhya Gujarat » Latest News » Panchmahal » Suneet alias Rabdi, the notorious criminal of Lunawada, died in police firing.

લુણાવાડામાં કુખ્યાત રાબડીએ મહિલાના ગળા પર તલવાર રાખી, પોલીસે ફાયરિંગ કરી એન્કાઉન્ટર કર્યું

Divyabhaskar.com | Updated - Aug 19, 2018, 01:36 AM

પોલીસથી બચવા રાબડીએ વહોરા પરિવારની બે મહિલાના ગળે તલવાર મૂકી દીધી

  • Suneet alias Rabdi, the notorious criminal of Lunawada, died in police firing.
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    વહોરા પરિવારને બાનમાં લીધાે હતો

    બાકોર: મહીસાગર જિલ્લા મથક લુણાવાડાનો કુખ્યાત ગુનેગાર અને માથાભારે ઇસમ સાજીદ ઉર્ફે રાબડી અને મહીસાગર પોલીસ સામસામે આવી ગયાં હતાં. જેમાં સાજીદ ઉર્ફે રાબડી દ્વારા પોલીસ ઉપર હથિયારથી હુમલો કરવામાં આવતાં પોલીસે તેના જવાબમાં ફાયરિંગ કરતાં રાબડી ઉર્ફે સાજીદને ગોળી વાગતાં તેનું મોત થયું હતું. મહીસાગર જિલ્લામાં કુખ્યાત ગુનેગાર અને માથાભારે ઇસમ સાજીદ ઉર્ફે રાબડી આજે સાંજના સુમારે લુણાવાડા જરાતીવાડ વિસ્તારમાં છે તેવી માહિતી પોલીસતંત્રને મળતાં પોલીસે આ ગુનેગારને ઝડપી પાડવા માટે તેનો પીછો કરતાં આ સાજીદ ઉર્ફે રાબડી નાસીને નઝમી મંજીલ નામના મકાનમાં ભરાયો હતો .

    તેમાં રહેલા રહીશોને બાનમાં લીધા હતા અને તલવારની મદદથી આ મકાનમાં રહેતી બે મહિલાઓના ગળા ઉપર તલવાર મૂકી હતી તો બીજી તરફ પોલીસતંત્ર દ્વારા આ મકાનને ચારે તરફથી ઘેરી લીધું હતું અને આ દરમ્યાન પોલીસ સાથેની ઝપાઝપીમાં પોલીસને ફાયરિંગ કરવાની ફરજ પડી હતી જેમાં સાજીદ ઉર્ફે રાબડીનું મૃત્યુ થયું હતું. બીજી તરફ ઘટનાની જાણ પોલીસ વડા ઉષા રાડાને થતાં તેમણે ઘટના સ્થળે પહોંચી સ્થિતિની જાતતપાસ કરી હતી અને ઈજાગ્રસ્ત પોલીસ કર્મચારીને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.બનાવના પગલે ઘટનાસ્થળે લોકોનાં ટોળેટોળાં ઉમટી પડ્યાં હતાં. બનાવની ગંભીરતાને જોઈને આઈજી મનોજ શશીધર લુણાવાડા પહોંચ્યા છે.

    પોલીસની ગાડી પર પથ્થરમારો કરવામાં આવ્યો

    સાજીદ ઉર્ફે રાબડીનું પોલીસ ફાયરિંગમાં મોત નીપજતાં લોકોનાં ટોળે ટોળાંં જરાતીવાડ વિસ્તારમાં ઉમટી પડ્યાં હતાં. મહીસાગર જિલ્લાના એસ.પી. ઉષા રાડા સહિત તમામ પોલીસતંત્ર ઘટના સ્થળે પહોંચી ગયું હતું. તો બીજી તરફ રાબડીનું પોલીસ ફાયરિંગમાં મોત નીપજતાં કેટલાંક અસામાજિક તત્ત્વો દ્વારા પોલીસવાહનોને નિશાન બનાવી પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેના પગલે વાતાવરણ તંગ બન્યું હતું અને સમગ્ર જિલ્લાનું પોલીસતંત્ર હરકતમાં આવી ગયું હતું.

    વધુ તસવીરો અને માહિતી માટે આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરો,,,

  • Suneet alias Rabdi, the notorious criminal of Lunawada, died in police firing.
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    પોલીસથી બચવા રાબડીએ વહોરા પરિવારની બે મહિલાના ગળે તલવાર મૂકી દીધી
  • Suneet alias Rabdi, the notorious criminal of Lunawada, died in police firing.
    લોકોએ પોલીસ જિંદાબાદના નારા લગાવ્યા

    કુખ્યાત રાબડીના મોતના સમાચાર વાયુવેગે ફેલાતાં એક તરફ કેટલાંક આસામાજિક તત્ત્વો દ્વારા પોલીસની ગાડીના કાચ તોડી નાખીને રોષ ઠાલવ્યો હતો તો બીજી તરફ રાબડીના ત્રાસથી ત્રસ્ત લોકોને આ બનાવની જાણ થતાં મહીસાગર પોલીસ જિંદાબાદનાં નારા લગાવ્યા હતા.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending