વાખસિયામાં એકબીજાના હાથ બાંધી પ્રેમી પંખીડાનો કૂવામાં કૂદી આપઘાત

કિશોરીનો ડાબો જ્યારે સગીર પ્રેમીનો જમણો હાથ બંધાયેલો હતો બંને રવિવારની સાંજથી ગાયબ હતા : આયખુ ટૂંકાવવા પાછળ ઘૂંટાતું

Bhaskar News

Bhaskar News

Divyabhaskar.com | Updated - Jul 10, 2018, 12:50 AM
Suicide leap into each other's hands in a whistle;
ધાનપુર: ધાનપુર તાલુકાના વાખસિયા ગામે ખેતર સ્થિત કૂવામાંથી સગીર વયના છોકરા અને છોકરીનો એકબીજાના હાથ બાંધેલા મૃતદેહ મળી આવતાં અરેરાટી ફેલાઇ ગઇ હતી. 16 વર્ષિય કિશોરી અને 17 વર્ષિય છોકરો એક બીજાના પ્રેમમાં હતાં અને તેમણે આયખુ ટુકાવ્યાં પાછળ રહસ્ય ઘુંટાઇ રહ્યું છે. ઘાનપુર પોલીસે આ મામલે યુવકના પિતાની જાહેરાતના આધારે અકસ્માતે મોત અન્વયે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.
ધાનપુર તાલુકાના વાખસિયા ગામમાં રહેતો 17 વર્ષિય ભીમસિંગ બારિયા ધાનપુરની મોડલ સ્કુલમાં આઠમાં ધોરણમાં અભ્યાસ કરતો હતો જ્યારે તાલુકાના જ નળુ ગામમાં રહેતી 16 વર્ષિય કિશોરી અસ્મિતાબેન ઘરે જ હતી. લીમસિંગ અને અમીતા (બંનેના નામ બદલ્યાં છે)રવીવારની સાંજના પાંચ વાગ્યાથી ઘરેથી ગાયબ હતાં. બંનેના પરિવાર તેમની શોધખોળ કરી રહ્યા હતા પરંતુ પત્તો કોઇ મળ્યો ન હતો. સોમવારની સવારે લીમસિંગના પિતા ઘર નજીક ખેતરમાં આવેલા 45 ફુટ ઉંડા કૂવે ઉપર પાણી ભરવા ગયા હતાં.ત્યારે લીમસિંગની ચપ્પલ કૂવા પાસે પડેલી જોવા મળી હતી.
કોઇક અજુગતી ઘટના બની હોવાનો ભાસ થતાં તપાસ કરાવતાં લીમસિંગનો મૃતદેહ તો મળ્યો હતો પરંતુ તેના ડાબા હાથ સાથે જમણો હાથ બાંધેલી છોકરી પણ મૃત મળી આવતાં ખળભળાટ મચી ગયો હતો. ઘટનાની જાણ થતાં પીએસઆઇ બી.જી ઇસરાણી સહિતનો સ્ટાફ વાખસિયા ધસી ગયો હતો. તપાસ બાદ અમીતાની પણ ઓળખ છત્તી થઇ હતી. આ બંને વચ્ચે પ્રેમ પ્રકરણ હોવાથી આપઘાત કર્યો હોવાનું સ્પષ્ટથઇ ચૂક્યું છે પરંતુ આ અવીચારી પગલું ભરવા પાછળનું કારણ સામે આવ્યું ન હતું.
છોકરાના ગજવામાંથી મોબાઇલ મળ્યો

કૂવામાંથી મૃત મળેલા ભીમસિંગના કપડાં તપાસતાં પોલીસને તેના પેન્ટના ગજવામાંથી મોબાઇલ મળી આવ્યો હતો. જોકે, મોબાઇલ પલડીને બંધ થઇ ગયો હતો. આ મોબાઇલ જો કદાચ ચાલુ થઇ જશે તો ઘટના પાછળ ઘેરાયેલું રહસ્ય થોડે ઘણે અંશે બહાર આવી શકે તેમ છે.
છોકરાની જીભ નીકળી ગઇ હતી : શું હત્યા હોઇ શકે?

કુવામાંથી મૃત મળેલા છોકરાની જીભ મોઢામાંથી બહાર નીકળેલી જણાતાં ઉપસ્થિત લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો. જ્યારે બંને સાથે કૂવામાં કુદયા હતાં ત્યારે એક લાશ વધુ ફુલેલી હોવાની પણ લોકોએ નોંધ લીધી હતી. કૂવામાં શોધખોળ વેળા એક લોખંડની બીલાડી પણ મળી આવી હતી. પોલીસે હાલમાં અકસ્માતે મોતનાગુનાની નોંધ કરી છે પરંતુ બંનેની લાશ ઉપરથી આત્મહત્યા કે હત્યા એ મુદ્દો વર્તમાનમાં કોયડો બની ચૂક્યો છે. પોલીસ આ અંગે વિશેષ તપાસ કરશે ત્યાર બાદ સાચી ઘટના બહાર આવી શકે છે.
નળુમાં છોકરાની ફોઇ રહે છે

છોકરીનું ગામ છે તે નળુમાં છોકરાની ફોઇ રહે છે. છોકરી અને છોકરાની ફોઇનું ઘર પાડોશમાં જ છે. ત્યારે છોકરો ત્યાં આવતો જતો હશે તે વખતે બંને વચ્ચે પ્રેમ સબંધ બંધાયો હોવાની ચર્ચાઓ સાંભળવા મળી હતી.

X
Suicide leap into each other's hands in a whistle;
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App