છોટાઉદેપુર વૃંદાવન સોસાયટીમાં પથ્થરમારો કરી લૂંટનો પ્રયાસ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

છોટાઉદેપુર: છોટાઉદેપુરમાં વૃંદાવન સોસાયટીમાં ગત રાત્રીનાં બે કલાકે આઠ જેટલાં ઇસમો આવ્યા હતાં. એક વ્યક્તિનું ઘર તોડ્યું તેમાંથી રોકડા રૂપિયા સોનાની વસ્તુઓ લઇ લીધી હતી. સોસાયટીમાં અવાજ થતાં ડો. સુસુરભાઇ જાગી જતાં બુમ પાડી તો આવેલ લૂંટારૂઓએ ભારે પથ્થરમારો કર્યો હતો. આઠ જેટલી વ્યક્તિની ગેંગે થેલીઓમાં પથ્થરો ભરેલાં હતાં. પકડાય જાય નહીં એ માટે જુદા જુદા મકાનો પર ભારે પથ્થરો મારી મકાનોના કાચ તોડી નાંખ્યા હતાં. લૂંટારૂઓએ પ્રવીણભાઇ શાહના બારણા તીજોરી તોડી નાંખી અંદરથી રોકડ રકમ લઇ ગયા હતાં.

 

બંધ મકાનને ટાર્ગેટ બનાવ્યું હતું. જ્યારે પ્રફુલભાઇ શાહનું મકાન તોડવાનો પ્રયાસ કર્યો હતો. સોસાયટીમાં સૌ જાગી જતાં ભારે પથ્થરમારો કરાયો હતો. સંજય પટેલ ડો. કનુભાઇ શાહના મકાન પર પથ્થરમારો કરી મકાનના કાચ તોડી નાંખ્યા હતાં. સ્વરૂપ પટેલ હુમલાખોરો પડકારવા જતાં ભારે પથ્થરમારો કર્યો હતો અને ભાગી ગયા હતાં. સોસાયટીના રહીશોએ રૂબરૂમાં જણાવ્યું હતું કે આ લૂંટ કરવા આવનારા ભોમિયા ઇસમો હતાં. દરેકે જીન્સ પેન્ટ પહેરેલ હતાં. આ ઘટના તા. 15 રાત્રીના બે વાગે બની હતી. જે અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. પરંતુ તા. 16 બપોરનાં 12 કલાક સુધી પોલીસ ત્યાં ગઇ ન હતી. 

અન્ય સમાચારો પણ છે...