Home » Madhya Gujarat » Latest News » Panchmahal » So far 150 mm rain in Panchmahal district: planted in 76 thousand hectares

પચમહાલ જિ.માં અત્યાર સુધી 150 મિમી વરસાદ: 76 હજાર હે.માં વાવેતર

Divyabhaskar.com | Updated - Jul 11, 2018, 12:37 AM

સરેરાશ વાવણીલાયક વરસાદ થતાં ખેડૂતો ગેલમાં આવી ગયા

  • So far 150 mm rain in Panchmahal district: planted in 76 thousand hectares

    ગોધરા: પંચમહાલ જિલ્લામાં વરસાદ ગત વર્ષ કરતાં 15 દિવસ મોડો આવ્યો હતો. પહેલા વરસાદ બાદ ખેડુતો ખેતરમાં વાવણીની તૈયારીઓમાં જોતરાઇ ગયા હતા. મુખ્યત્વે જિલ્લામાં મકાંઇ, ડાંગર,તુવેર સોયાબીન જેવી પાકની ખેતી ખેડુતો કરે છે. જિલ્લામાં સિચાઇની સગવડ ન હોવાથી જિલ્લાના ખેડૂતો વરસાદ પર ખેતી નિભાવ હોય છે. ત્યારે ખેડૂતો પહેલા વરસાદ શરૂ થયા બાદ ખેતરની જમીન ભીનાશ થઇ ગયા બાદ વાવણી કરવાનુ઼ ચાલુ કરે છે. જિલ્લામાં અત્યાર સુધી 76 હજાર હેકટરમાં ખેડૂતોએ વાવણી કરી છે.

    ચાલુ વર્ષ ગત વર્ષ કરતાં થોડોક ઓછો વરસાદ પડયો હોવા છતાં જિલ્લામાં માટે સરેરાશ વાવણી લાયક વરસાદ વરસ્તાં ખેડૂતો ગેલમાં આવી ગયા છે. વાવણી માટે સમાન્તરે 50 થતી 70 મીમી જેટલો વરસાદની જરુર હોય છે. અત્યાર સુધી જિલ્લામાં સરેરાશ 150 મી.મી જેટલો વરસાદ જિલ્લામાં હાલ પડી ચુકયો છે.અને વરસાદ પડયા બાદ ઉધાડ નીકળ્તાં હાલ ખેતી માફક આવે તેવુ઼ વાતાવર હોવાથી સારી ખેતીના લક્ષણ દેખાય છે.

    પરંતુ ડાંગર માટે ફેર રોપણી કરવા માટે વધુ વરસાદની જરુર હોય છે તેની રાહ હાલ ખેડૂતો દેખી રહ્યા છે. છેલ્લા ચારદિવસથી જિલ્લ્લામાં વરસાદે વીરામ લીધો હોવાથી ફેર રોપણી માટે વરસાદ ખેચાય તો ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થઇ શકે તેમ છે. જો વરસાદ ખેચાય તો ખેડૂતોએ ઓછા પાણીના પાક તરફ વળવુ જોઇએ તેમ તંત્ર દ્વારા જણાવામાં આવી રહ્યુ઼ છે.વાવણી કર્યા બાદ 15 દિવસ સુધી વરસાદ પડે તો ખેડૂતોની ચોમાસું પાક માટે આર્શીવાદ સમાન બને તેમ ખેડૂતોએ જણાવ્યુ઼ છે.

    ગોધરા-મોરવા(હ) તા.માં 62% વરસાદ


    આ વર્ષ ચોમાસુ઼ 12 થી 15 દિવસ મોડું આવ્યુ઼ હોવા છતાં મોરવા(હ) તાલુકાને બાદ કરતાં વરસાદ સરેરાશ સારો પડયો છે. ગત વર્ષની સરખામણીએ આજની તારીખ સુધી ગોધરા અને મોરવા(હ) તાલુકાંમાં 62 ટકા જેટલો વરસાદ નોધાયો છે.જિલ્લામાં અત્યાર સુધી 150 મી.મી વરસાદ નોધાયો હતો.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ