Home » Madhya Gujarat » Latest News » Panchmahal » Repeat the two rows again with the continuous rain in the upstairs

ઉપરવાસમાં અવિરત પડતા વરસાદથી ફરીથી ઓરસંગ બે કાંઠે

Divyabhaskar.com | Updated - Aug 22, 2018, 01:05 AM

15 દિવસથી સતત વરસાદના પગલે પાકને નુકસાન થવાની ભીતિ: છોટાઉદેપુર ઓરસંગ નદીને મળતાં કોતર પાસે લાશ મળી

 • Repeat the two rows again with the continuous rain in the upstairs
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  પીપલેજ કોતર પાસે મળેલ લાશ, ઓરસંગ ફરી બે કાંઠે વહેતી થઈ.

  છોટાઉદેપુર: ઓરસંગ નદીમાં તા. 21ના સવારે ઉપરવાસ(મધ્યપ્રદેશ)માં વધુ વરસાદ થતાં ફરીથી બે કાંઠે પાણી આવ્યું હતું. ગત રાત્રીના તા. 21થી છોટાઉદેપુર પંથકમાં ફરી સતત વરસાદ શરૂ થઈ ગયો છે.


  ઓરસંગ નદીને પીપલેજ ગામનું એક કોતર મળે છે ત્યાં આગળથી એક અજાણી વ્યક્તિની લાશ મળી આવી હતી. લાશને વહીવટી તંત્ર ઓળખી શક્યું નથી. ગત રાત્રીથી તા. 21ના બપોરે 2 વાગ્યા સુધીમાં છોટાઉદેપુર તાલુકામાં 47 મિમી બે ઈંચ જેવો વરસાદ પડ્યો હતો. સતત વરસાદ રહેતા જન જીવન તદ્દન પાંગળુ બની ગયું હતું. શાળા કોલેજોમાં પણ પાંખી હાજરી જોવા મળી હતી. સમગ્ર છોટાઉદેપુર જિલ્લામાં અગાઉના ત્રણ વર્ષની સરખામણીમાં ઘણો સારો વરસાદ પડી ગયો છે. છેલ્લા 15 દિવસથી સતત વરસાદ થઈ રહ્યો છે. જેથી હવે ખેડૂતો પણ વરસાદ ખમૈયા થાય તેમ ઈચ્છે છે નહીંતો ખેતી પાકને ઘણું મોટું નુકસાન થશે તેમ અત્યારે ખેતરોમાં પાણી જોતા લાગી રહ્યું છે. ચાલુ સિઝન દરમ્યાન સૌથી વધારે વરસાદ છોટાઉદેપુર તાલુકામાં અને સૌથી ઓછો વરસાદ નસવાડી તાલુકામાં નોંધાયો છે.

  સંખેડામાંથી વહેતી ઉચ્છ-હેરણ નદી બે કાંઠે વહેવા લાગી


  સંખેડાના ઈન્દ્રાલ પાસેથી હેરણ નદી પસાર થાય છે. વહેલી સવારે છ વાગ્યા સુધીમાં કવાંટ તાલુકામાં બે ઇંચ કરતા વધારે વરસાદ પડતા હેરણ નદી કાંઠે વહેવા લાગી હતી.હેરણમાં બીજી વખત વધારે પાણી આવ્યું હતું.જ્યારે દિવસ દરમિયાન પણ કવાંટ,છોટાઉદેપુર,જેતપુર પાવી અને બોડેલી તેમજ નસવાડી અને સંખેડામાં વરસાદ નોંધાયો હતો.જેથી જિલ્લાની ઉચ્છ સીઝનમાં ત્રીજી વખત ઉચ્છ નદી બે કાંઠે વહેવા લાગી છે. ઉચ્છ અને ઓરસંગ નદીના હેઠવાસમાં પાણીની આવક સારા પ્રમાણમાં થતા જમીનમાં પાણીના સ્તર ઊંચા આવવા સાથે પીવાના પાણીના વોટરવર્કસના કૂવા પણ રિચાર્જ થયા છે.

  સંખેડા તાલુકા સદનના ગેટ પાસે ઝાડના ડાળી તૂટી પડી


  સંખેડા પંથકમાં ગત રાત્રે ઝરમર ઝરમર વરસાદ ચાલુ રહ્યો હતો. જેથી સંખેડા ગામમાં તાલુકા સેવાસદનની બાજુમાં સ્ટેટ આર એન્ડ બીનું ગોડાઉન આવેલું છે. તેના કમ્પાઉન્ડમાં લીમડાનું વર્ષો જૂનું ઝાડ આવેલું છે. ગત રાત્રે પડેલા વરસાદથી લીમડાની ડાળી તૂટી ગઇ છે.લીમડાની ડાળી વિજ વાયર પર પડતા સ્ટેટ આર એન્ડ બી કમ્પાઉન્ડના ગોડાઉનમાં વિજ વાયર પણ તૂટ્યો હતો.

 • Repeat the two rows again with the continuous rain in the upstairs
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  નસવાડીની અશ્વિન નદી કાંઠે વહેવા લાગી હતી.

  મેણ અને અશ્વિન નદીમાં નવા નીરની આવક થઇ

   

  નસવાડી|છોટાઉદેપુર જિલ્લામાં સોમવાર રાતથી વરસાદ શરૂ થયો હતો. જેમાં નસવાડી તાલુકામાં ઝરમર વરસાદ પડ્યો હતો. બે દિવસ બાદ રાજ્યના હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદ શરૂ થતાં નસવાડી તાલુકાની મુખ્ય અશ્વિન નદી અને મેણ નદીમાં ફરી નવા નીરની આવક થઈ હતી. જેને લઈ બન્ને મુખ્ય નદીઓ બે કાંઠે વહેવા લાગી હતી. મેણ અને અશ્વિન નદી નસવાડી તાલુકા કવાંટ તાલુકા અને નર્મદા જિલ્લાના અનેક ગામડા નજીકથી પસાર થતી હોય ભર ઉનાળે આ નદીમાં કેટલાય ખેડૂતો પોતાના પાક માટે સિંચાઈનું પાણી લેતા હોય છે તેમજ અનેક ગ્રામ પંચાયતના પીવાના પાણીના જળ સ્તર ઊંચા આવે છે. હાલ તો નદીઓમાં સતત પાણી આવતા ખેડૂતોમાં ખુશી છવાય છે. જ્યારે મેણ નદીના કોઝવે પર આ વખતે પાણીનો કરંટ વધુ હોવા છતાંય લોકો બાઈક સવારો જીવના જોખમે પસાર થતા હતાં.

   

   

   

  પાનવડમાંથી પસાર થતી ધામની નદી બે કાંઠે થતા જોવા લોકો ઉમટ્યાં

   

  પાનવડ| છોટાઉદેપુર જિલ્લાના પાનવડ ગામમાં સોમવારના રોજથી સતત વરસાદ વરસી રહ્યો હોય તેમજ નજીકમાં આવેલ મધ્યપ્રદેશમાં વધુ વરસાદ હોવાના કારણે ધામની નદી ઉપરવાસમાંથી આવતી હોય મંગ‌‌ળવારે સવારમાં બે કાંઠે વહી રહી હતી. આ વખતે ચોમાસામાં ઘણા વર્ષો બાદ ધામની નદી બીજીવાર બે કાંઠે આવી હોય પીવાના પાણી માટેનાં બોરનાં સ્તર ઉપર આવી જશે. જેનાથી પાણીની સમસ્યા દૂર થવાની શક્યતા વધી હોવાનું ગ્રામજનો જણાવી રહ્યાં છે. 

   

   

   

 • Repeat the two rows again with the continuous rain in the upstairs
  ધીમીધારે વરસાદ વરસતા રારોદ ગામે મકાન ધરાશાયી.

  કરજણમાં ધીમીધારે વરસાદ રારોદ ગામે મકાન ધરાશાયી

   

   કરજણ પંથકમાં સોમવારની રાત્રે અને વરસાદ પડ્યો હતો અને વરસાદ સમગ્ર તાલુકામાં પડેલ હોય ખેડૂતોમાં સારો ખેતી લાયક વરસાદ પડવાથી ખુશીનો મહોલ છવાયો હતો. તો કરજણ નગરમાં નીચાણ વાળા વિસ્તારના જાહેર માર્ગો પર પાણી ભરાયા હતાં. પરંતુ વરસાદ બંધ થતા પાણી નીકળી ગયા હતાં. જ્યારે આખીરાત ધીમી ધારે વરસાદ પડવાથી કરજણ તાલુકના રારોદ ગામે મહિલા જશોદાબેન જયંતીભાઈ વાળંદનું જૂનું મકાન ધરાશાયી થઈ જવા પામ્યું હતું. સદનશીબે જાણહાનિ થઇ ન હતી. પરંતુ મહિલાનું મકાન ધરાશાયી થતા ઘરવખરીને નુકશાન થયું છે.

   

  બોડેલીમાં વરસાદના પાણી સોસાયટીમાં ભરાયા 

   

  બોડેલી સહિત સમગ્ર છોટાઉદેપુર જિલ્લામાં રાત્રીનો શરૂ થયેલો વરસાદ બીજા દિવસે પણ નોનસ્ટોપ ચાલુ જ રહ્યો હતો. ધીમી ગતિના અવિરત પડતા વરસાદથી હેલી થઈ હતી. બોડેલીના માર્ગો પર પાણી ફરી વળ્યાં હતાં. સોસાયટીઓમાં પણ પાણી ભરાઈ ગયા હતાં. રેલવે ગરનાળા માર્ગે પણ પાણી ભરાઈ જતા લોકોને મુશ્કેલી પડી હતી. જિલ્લામાં એક ઇંચથી વધુ વરસાદ દરેક તાલુકાઓમાં નોંધાયો હતો.

   

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ