સંખેડા તાલુકામાં વરસાદના પાણી હજુ યથાવત

ગોલાગામડી ખાતે મુકેલી રેતી ભરેલી ટ્રકોના ટાયરો ડૂબે એટલા પાણી ભરાયા

Bhaskar News

Bhaskar News

Divyabhaskar.com | Updated - Jul 16, 2018, 01:01 AM
Rain water in Sankheda taluka remains unchanged

સંખેડા: સંખેડા તાલુકામાં પડેલા ભારે વરસાદ બાદ હજી પાણી સુકાયા નથી. ગોલાગામડી ખાતે જ્યાં ઓવરલોડ રેતી ભરેલી ઝડપાયેલી ટ્રકો મુકાઈ છે. એ ટ્રકોના ટાયરો ડૂબે એટલા પાણી ભરાયા છે.
સંખેડા તાલુકામાં છેલ્લા ચાર દિવસમાં 215 મી.મી. વરસાદ નોંધાયો છે.એટલે સાડા ઇંચ જેટલો વરસાદ પડ્યો છે.જોકે સંખેડા તાલુકાના ગોલાગામડી પંથકમાં જાણે વધારે વરસાદ પડ્યો હોય એમ આ પંથકમાં નાળા છલકાઈ ગયા છે.

ગોલાગામડી પાસે ખાણખનીજ ખાતા દ્વારા એક ચેક પોસ્ટ બનેલી છે.આ ચેકપોસ્ટની પાછળના ભાગમાં ઓવરલોડ રેતી ભરેલા ગુન્હામાં કે પછી રોયલ્ટી વિના રેતી ભરેલી ટ્રકો ઝડપાઇ હોય કે પછી અન્ય કોઈ ગુન્હામાં ઝડપાઇ હોય એવી ટ્રકો મુકાય છે.આ જગ્યાએથી પાણીના નિકાલની કોઈ જગ્યા નહી હોવાથી ત્યાં પાણી ભરાયેલું રહે છે.હાલમાં પણ અહીંયા જે ટ્રકો પડેલી છે.એ ટ્રકોના ટાયરો ડૂબે એટલું પાણી ભરાયેલું જોવા મળે છે.જેના કારણે ઝડપાયેલી ટ્રકોને નુકશાન થઇ રહ્યું છે.તંત્રની નિષ્કાળજીના કારણે એક ટ્રક તો ગમે ત્યારે પલટી જાય એવી સ્થિતિમાં છે.

X
Rain water in Sankheda taluka remains unchanged
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App