Divya Bhaskar

Home » Madhya Gujarat » Latest News » Panchmahal » Rabdi's funeral: Internet service closed till 12 noon on Wednesday, clause 144 applicable

રાબડીની દફનવિધિ: બુધવાર રાત્રીના 12 સુધી ઇન્ટરનેટ સેવા કરાઇ બંધ, કલમ 144 લાગુ

Divyabhaskar.com | Updated - Aug 22, 2018, 01:01 AM

રાબડીના મૃતદેહને સ્વીકારી પરીજનો દ્વારા વરસતા વરસાદમાં ધાર્મિક રીત રિવાજથી દફનવિધિ કરાઇ

  • Rabdi's funeral: Internet service closed till 12 noon on Wednesday, clause 144 applicable

    લુણાવાડા: લુણાવાડાના જરાતીવાડમાં પોલીસ અથડામણમાં માર્યા ગયેલા સાજીદ ઉર્ફે રાબડીના મૃતદેહને મંગળવારે સગાવ્હાલાઓ સ્વીકારતા વડોદરાથી લુણાવાડામાં લાવવામાં આવ્યો હતો. મોડી સાંજે રાબડીની ચાલુ વરસાદમાં શાંતિપૂર્ણ માહોલમાં ધાર્મિકવિધિ અનુસાર દફન વિધી કરવામાં આવી હતી. બીજી તરફ મહિસાગર જીલ્લા મેજીસ્ટ્રેટે સાજીદ શેખ ઉર્ફે રાબડીની અંતિમ વિધિને કારણે સોસિયલ મિડીયા મારફતે અફવા ફેલાવાવની શકયતાને જોઇને કોઇ અનિચ્છનિય બનાવ ન બને તે માટે મંગળવાર બપોરથી બુધવાર રાત્રીના 12 વાગ્યા સુધી ઇન્ટરનેટ બંધ રાખવામાં આવ્યુ છે.

    મહિસાગર દાહોદ અને પંચમહાલ જિલ્લાના પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા

    સાજીદના મૃતદેહને વડોદરાથી લુણાવાડા તરફ લાવવાનો હોઇ કોઇ અનિચ્છનિય બનાવ ન બને તેની તકેદારના ભાગરૂપે મહિસાગર જીલ્લા કલેકટર દ્વારા સોસિયલ મિડીયા ઉપર પ્રતિબંધાત્મક જાહેરનામુ બહાર પાડવામાં આવ્યુ હતુ. આ ઉપરાંત ધારા 144ની કલમ પણ લગાડવામાં આવી હતી. તો બીજી તરફ જિલ્લા પોલીસતંત્ર દ્વારા સમગ્ર લુણાવાડામાં મોટીસંખ્યામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જેમાં ત્રણ જિલ્લાની મહિસાગર દાહોદ અને પંચમહાલ જિલ્લાના પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત એક એસઆરપી બટાલીયન પણ તૈનાત કરી હતી. જયાં આગળ આ બનાવ બન્યો હતો તે જરાતીવાડ વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાઇ જવા પામ્યો હતો.

    લુણાવાડા નગરમાં છેલ્લા ચાર દિવસથી આ ઘટનાને પગલે ભારે તંગદીલી વ્યાપી

    જીલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ જરૂરી કાર્યવાહી કરી અધિકારીઓ અને કર્મચારીઓને જરૂરી કાર્યવાહી માટે મોકલવામાં આવ્યા હતા. લુણાવાડા નગરમાં છેલ્લા ચાર દિવસથી આ ઘટનાને પગલે ભારે તંગદીલી વ્યાપી જવા પામી હતી. લોકોમાં અનેક ચર્ચાઓ ચાલી રહી હતી. કુખ્યાત રાબડીની અંતિમ વિધીને લઇને અનેક શંકાકુશંકાઓ સેવાઇ રહી હતી. પરંતુ મંગળવારે પરિવારજનોએ મૃતદેહને સ્વીકારી ધાર્મિકવિધિ અનુસાર દફનવિધી કરી હતી.

    શાંતિપૂર્ણ માહોલમાં દફનવિધિ પૂર્ણ


    લુણાવાડા વેરીનામુવાડા પાસેના કબ્રસ્તાનમાં સાજીદ ઉર્ફે રાબડીની ધાર્મિકવિધિ સાથે સાંજના અરસામાં દફનવિધી કરવામાં આવી હતી. કોઇ અનિચ્છનિય બનાવ વગર શાંતિપૂર્ણ માહોલમાં દફનવિધિ પૂર્ણ થતા તંત્રએ રાહત અનુભવી હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending