નસવાડી: નસવાડી તાલુકાના કસુંબીયા ગામની સીમમાં ખેતી કરીને એક આદીવાસી વૃદ્ધ પરીવાર પોતાનું ગુજરાન ચલાવે છે. સોમવારની રાત્રે પાણીમહુડાનો ગોરધનભાઈ ભીલ વૃદ્ધ દંપતી પાસે આવ્યો હતો. તે વૃદ્ધ દંપતી પાસેથી જ માચીશ લઈ તેમનું ઝુંપડું સળગાવી ભાગી ગયો હતો. એક તો ગરીબ એમાં માંડમાંડ જીવનનિર્વાહ કરતાં પરિવાર પર આભ ફાટ્યું તેવી સ્થિતિ હતી. પરંતુ કહેવાય છે ને જેનું કોઈ નથી તેનો ભગવાન હોય છે. ચમત્કાર ગણો કે નસીબ ઝૂંપડાની આગ બાદ લાગેલી આંગ ફંફોસતાં તેમાંથી પૂર્વજોનું કહો કે કુદરતનું ધનના ચરું નીકળ્યા! સંપત્તિ સરકાર લઈ લેશે કે કેમ તે સવાલ છે પરંતુ ગરીબનું નસીબ ખુલ્યું હોય તેવું પ્રથમ દ્રષ્ટિએ લાગી રહ્યું છે. નસવાડી પોલીસે વૃદ્ધ દંપતીની ફરીયાદ લઈ તપાસ હાથ ધરી છે.
કટોકટીના સમય માટે ધન છુપાવવાની પરંપરા
આદીવાસી સમાજમાં કટોકટીના સમય માટે ધન છુપાવવાની પરંપરા રહી છે. તેથી આદીવાસી સમાજ પોતાના ભવિષ્યને ધ્યાને રાખીને આવી રીતે ધન છુપાવતાં હોય છે. આગ દૂર્ઘટનાના અસરગ્રસ્ત પરિવારના પૂર્વજોએ આવી રીતે માટલામાં ધન છુપાવ્યું હોઈ શકે છે. જેમાં મોટી સંખ્યામાં જૂનવાણી નાણાં મળી આવ્યા છે.
પુત્રોએ શોધી માટલીઓ
વૃદ્ધ દંપતીના જણાવ્યા મુજબ પુત્રોએ માટલી શોધી હતી. જોકે, પતરાની પેટીમાં બચાવેલા સિક્કા બળી જતાં તેની કોઈ કિંમત રહી ન હતી.
આગળની સ્લાઈડ્સ ચરુમાંથી નીકળેલા સિક્કાની અન્ય તસવીરો...
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.