સંતરામપુર જેલની કેદી પર પોલીસનું દુષ્કૃત્ય વિશ્વ જેલ દિને જ ઘટના બહાર આવી

Physical abuse of woman falls in Santrampur jail
Bhaskar News

Bhaskar News

Aug 11, 2018, 03:48 AM IST

ગોધરા: સંતરામપુર પોલીસ મથકમાં નોંધાયેલા હત્યાના ગુનામાં સંડોવાયેલી યુવતીને જેલમાં જ ગર્ભવતી કરનાર નિમેશ ભુનેકર નામના પોલીસ કોન્સ્ટેબલ સામે ફરિયાદ નોંધાવી છે. વિશ્વ જેલના દિવસ નિમીત્તે સંતરામપુર જેલમાં મહીસાગર જિલ્લા પોલીસ વડા ઉષા રાડા અને સેશન્સ જજ રાવલે કાર્યક્રમ ઉજવ્યો હતો ત્યારે તેમની હાજરીમાં યુવતિએ પોલીસ વડા ઉષા રાડાને એક ચિઠ્ઠી મોકલી હતી. જે ચિઠ્ઠી વાંચતા પોલીસ વડા શાળાએ ખાનગીમાં લઈ જાય તેની પૂછપરછ કરી હતી. પૂછપરછ દરમિયાન હત્યાના ગુનામાં સંડોવાયેલી આ યુવતીએ તેની પર જે તે સમય દરમ્યાન એલસીબીના કોન્સ્ટેબલે દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવવાની હકીકતથી ચોંકી ઉઠયા હતા.

વિશ્વ જેલ દિવસ નિમિત્તે આ ઘટના બહાર આવી

આ બનાવ અંગેની રેન્જ આઇજી મનોજ શશીધરને થતા તેઓએ પહોંચી જઈ બનાવની ગંભીરતા જોઇ તપાસનો દોર આગળ વધાર્યો છે. વિશ્વ જેલ દિને સેશન્સ જજ અને જિલ્લા પોલીસ વડાની હાજરીમાં જે કિસ્સો બહાર આવી ન શકે તેઓ કિસ્સો યુવતીની હિંમતે બહાર આવતાં મહિસાગર લોકલ ક્રાઇમ બ્રાંચમાં ફરજ બજાવતા નિમેષ ભુનેકર સામે મોડી રાતે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છેકે આ મહિલાને સંતરામપુર સબ જેલમાં રાખવામાં આવી હતી અને બે મહિના સુધી અનેક અધિકારીઓએ તેની મુલાકાત લીધી હતી પરંતુ તે દરમિયાન તેણે કોઇ વાત કરી નહતી પણ વિશ્વ જેલ દિવસ નિમિત્તે આ ઘટના બહાર આવી હતી.

X
Physical abuse of woman falls in Santrampur jail
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી