પાવાગઢના ખુણીયા મહાદેવ ધોધ પ્રવેશબંધીના બોર્ડ છતાં સહેલાણીઓ મજા માણવા આવે છે

અદભુત નજારનું સર્જન સાથે ડુંગર પર થી પડતા ધોધમાં ન્હાવાનો લ્હાવો અનેરો હોય છે

Bhaskar News

Bhaskar News

Divyabhaskar.com | Updated - Jul 19, 2018, 01:09 AM
પાવાગઢના ડુંગર વચ્ચે છે ખૂણીય
પાવાગઢના ડુંગર વચ્ચે છે ખૂણીય

પંચમહાલઃ ચોમાસાની ઋતુ શરૂ થતાં જ પાવાગઢ ડુંગર રળીયામણો થઇ જાણે લીલી ચાદર ઓઢી હોય તેવો અદભુત નજારનું સર્જન સાથે ડુંગર પરથી પડતા ધોધમાં ન્હાવાનો લ્હાવો અનેરો હોય છે. તેમાં પણ વિખ્યાત ખૂણીયા મહાદેવના ધોધમાં પાવાગઢ આવતા સહેલાણીઓ ન્હાવાનું ચૂકતા નથી. પ્રતિબંધ હોવા છતાં લોકો જીવના જોખમે ન્હાવા માટે પહોંચી જાય છે.

ખૂણીયા મહાદેવ ધોધમાં લોકો જીવના જોખમે જાય છે ન્હાવા

મેઇન રોડથી જંગલમાં ત્રણ કિલોમીટર ચાલીને ખૂણાયા મહાદેવ ધોધ સુધી પહોંચી શકાય છે. ધોધમાં ન્હાવા જવું ખતરાથી ખાલી નથી. જંગલમાં જંગલી જાનવરો સહિત પાણીના ધોધ સાથે કેટલીક વખત મોટો પથ્થરો પડે છે. તંત્ર દ્વારા જંગલ સહિત ધોધ વિસ્તારમાં પ્રવેશબંધી કરી સૂચન કરતા બોર્ડ લગાવ્યા હોવા છતાં હાલ સહેલાણીઓ જીવના જોખમે ધોધમાં ન્હાવા જવાનું જોખમ ખેડી રહ્યા છે.

ત્રણ દિવસ પૂર્વે પણ વડોદરાના ત્રણ મિત્રો ખૂણીયા મહાદેવના ધોધમાં ન્હાવા ગયા હતાં. જ્યાં એક યુવાનનો પગ લપસતા નીચે પટકાતા ગંભીર ઇજાઓ પોહચી હતી.

વધુ તસવીરો નિહાળવા માટે ફોટો બદલતા જાવ...

X
પાવાગઢના ડુંગર વચ્ચે છે ખૂણીયપાવાગઢના ડુંગર વચ્ચે છે ખૂણીય
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App