પાવાગઢમાં ચૈત્રી પૂનમેે 1 લાખ ભક્તોએ મહાસાગર ડુંગર ચઢ્યો

41 ડીગ્રી જેટલુ ઊંચુ તાપમાન હોવા છતાં મહાકાલી માતા પ્રત્યે ભક્તોની આસ્થા અડગ નજરે પડી

Bhaskar News

Bhaskar News

Divyabhaskar.com | Updated - Apr 01, 2018, 02:14 AM
યાત્રાળુઓની સુરક્ષા અને સલામતી માટે પોલીસ અને વહીવટી તંત્રે ખડેપગે ફરજ બજાવી
યાત્રાળુઓની સુરક્ષા અને સલામતી માટે પોલીસ અને વહીવટી તંત્રે ખડેપગે ફરજ બજાવી

હાલોલ: યાત્રાધામ પાવાગઢ ખાતે ચૈત્રી પૂનમને લઇ એક લાખ ઉપરાંત ભકતોનો મહાસાગર ડુંગર ચુઢયો. પવિત્ર ચૈત્રી માસ દરમ્યાન માતાજીના ભકતો માતાજીની પૂજા અર્ચના કરી માતાજીને રિઝવવાનો પ્રયાસ કરે છે. જેને લઇ ચૈત્રી નવરાત્રી બાદ ચૈત્રી પુનમ હોવાથી ગત રોજથી માતાજીના ભકતો પગપાળા સંઘ રથ લઇ માતાજીના દર્શન કરવા પાવાગઢ ખાતે જતા રાજમાર્ગો ઉપર જોવા મળ્યા હતા.

મોડીરાતથી જ ભકતો પાવાગઢ ખાતે પહોંચી જઇ ડુંગર ઉપર આવેલા દુધીયા તળાવમાં સ્નાન કરી માતાજીના દર્શન કરવા પહોંચ્યા હતા. વહેલી સવારના 3:30 કલાકે માતાજીના નિજ ધ્વાર ખુલ્લા મુકતા જય માતાજીના જયઘોષ સાથે મંદિર પરિસર ગુંજી ઉઠયુ હતુ. વહેલી સવારથી ભકતોનો પ્રવાહ ચાલુ રહયો હતો. 41 ડીગ્રી જેટલુ ઉંચુ તાપમાન હોવા છતાં ભકતોની આસ્થા સાથે જરાકપણ થાક દેખાતો ન હતો.

હાલમાં કાળઝાળ ગરમીને લઇ બપોરે ધસારો ઓછો જોવા મળ્યો હતો. ત્યાર બાદ ઠંડા પહોરમાં ભકતો લાખોની સંખ્યામાં માતાજીના દર્શન કરવા ભકતોએ લાભ લીધો હતો. યાત્રાળુઓની સુરક્ષા અને સલામતી માટે તેમજ પ્રાથમિક સુવિધાઓ માટે પોલીસ અને જિલ્લા વહીવટી તંત્ર ખડેપગે ફરજ બજાવી ભકતોની યાત્રા સલામત હોવાનો અહેસાસ કરાવ્યો હતો. આજે શાંતિપૂર્ણ માહોલમાં ચૈત્રી નવરાત્રી, પૂનમ પૂર્ણ થતા તંત્રએ હાંશકારો અનુભવ્યો હતો.

લાખોની ભીડભાડ હોવા છતાં કોઇ અનિચ્છનિય બનાવ બન્યો ન હતો. યાત્રીકોની સુરક્ષા અને સુવિધાને પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દિધો હતો. તેવી જ રીતે એસટી નિગમે પણ અવિરત બસો દોડાવી યાત્રીકોને સેવા આપી હતી.નવરાત્રી દરમ્યાન વિસામા આયોજકોએ પણ છેલ્લા 15 દિવસથી આવતા યાત્રિકોને પાણી, શરબત, નાસ્તો ભોજન સહિતને સેવા પુરી પાડી હતી. નવરાત્રી દરમિયાન હાલોલ શહેરનેજોડતા રાજમાર્ગો તેમજ પાવાગઢ માંચી સુધી વિસામા સંચાલકોએ ભકતોની સેવા માટે રેલમછેલ કરી દેતા એક સમયે ભકતો ભાવવિભોર બની ગયા હતા. વિસામામાં ચ્હા, નાસ્તો, સરબત, આઇસ્ક્રીમ ભોજન સહિત ભકતોની પગચંપી પણ કરી હતી.

વધુ તસવીરો અને માહિતી માટે આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરો...

ભકતોને હેરાન કરતા 6 કિન્નરોની ધરપકડ
ભકતોને હેરાન કરતા 6 કિન્નરોની ધરપકડ

પાવાગઢ ખાતે યાત્રિકો પાસેથી બળજબરીપૂર્વક રૂપિયા ઉઘરાવતા છ કિન્નરોની પોલીસે ધરપકડ કરી હતી. યાત્રીકોને કિન્નરો દ્વારા હેરાન પરેશાન કરવાની ફરિયાદ યાત્રિકો દ્વારા પાવાગઢ પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસ એકશનમાં આવી હતી. ચૈત્રિ નવરાતરી દરમિયાન બહારથી કિન્નરો બીજા સ્થળોએથી આવી પાવાગઢમાં યાત્રિકોને હેરાન કરી રૂપિયા ઉઘરાવે છે. જેથી પોલીસે ઘટના સ્થળે આવી છ કિન્નરોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

તાજપુરામાં 70 હજાર નારાયણ ભક્તોએ લાભ લીધો
તાજપુરામાં 70 હજાર નારાયણ ભક્તોએ લાભ લીધો

આજે ચૈત્રી પૂનમ અને હનુમાન જયંતિના સમન્વય ને લઈ યાત્રાધામ તાજપુરા ખાતે પણ બાપુની અનઉપસ્થિતિમાં પણ ભક્તોની શ્રદ્ધા અકબંધ દેખાઈ રહી હતી. વહેલી સવારે આરતી બાદ હનુમાન ચાલીસ અને ભજન સંધ્યા પછી મહા પ્રસાદીનો લાભ 70 હજાર કરતા વધુ નારાયણ ભક્તોએ લાભ લીધો હતો. મોડી સાંજ સુધી 1 લાખ જેટલા ભક્તોએ દર્શન કરી ધન્યતા પ્રાપ્ત કરી હતી.

X
યાત્રાળુઓની સુરક્ષા અને સલામતી માટે પોલીસ અને વહીવટી તંત્રે ખડેપગે ફરજ બજાવીયાત્રાળુઓની સુરક્ષા અને સલામતી માટે પોલીસ અને વહીવટી તંત્રે ખડેપગે ફરજ બજાવી
ભકતોને હેરાન કરતા 6 કિન્નરોની ધરપકડભકતોને હેરાન કરતા 6 કિન્નરોની ધરપકડ
તાજપુરામાં 70 હજાર નારાયણ ભક્તોએ લાભ લીધોતાજપુરામાં 70 હજાર નારાયણ ભક્તોએ લાભ લીધો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App