તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પંચમહાલમાં અત્યાર સુધી 32% વરસાદ પડ્યો : 68%ની ઘટ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોધરા:  સમગ્ર રાજ્યમાં વરસાદને લઈને ક્યાંક મહેર તો ક્યાંક કહેર સર્જાયો છે  ત્યારે પંચમહાલ જીલ્લામાં મેઘરાજાએ ઓછી કૃપા વરસાવી છે જેને લઈને હાલ જીલ્લા પર ચિંતાના વાદળો છવાયા છે. જિલ્લામાં ઝરમર વરસાદને લઇને અત્યાર સુધી 32 ટકા વરસાદ પડવાથી ડેમ તથા તળાવોમાં નવા નીર ન આવતાં હાલ 50 ટકા ખાલી પડયા હોય તેવું દેખાઇ રહ્યુ છે. જયારે પાનમ ડેમના નીચાણવાળા વિસ્તારમાં સંભવિત પુરની સ્થીતિ થાય તો તેની ચકાસણી કરવા જિલ્લા વહીવટી તંત્ર તથા એન.ડી.આર.એફની ટીમે મુલાકાત લીધી હતી. ઉપરવાસમાં  વરસાદને લઇને હડફ ડેમમાં પાણીની આવક થતાં રૂલ લેવલ જાળવી રાખવા ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યુ઼ હતું. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારોમાં વરસાદને લઈને ભારે તારાજી સર્જાઈ છે, તો મધ્યગુજરાતના પંચમહાલ જીલ્લામાં વરસાદ ખુબ જ ઓછો વરસ્યો છે.જિલ્લામાં અત્યાર સુધી  32 ટકા જેટલો વરસાદ નોધાયો છે. હાલ 68 ટકા જેટલી વરસાદની ઘટ વર્તાઇ રહી છે.   

અન્ય સમાચારો પણ છે...