Divya Bhaskar

Home » Madhya Gujarat » Latest News » Panchmahal » Panchmahal has received 32Parcent rainfall so far: 68 Parcent decrease

પંચમહાલમાં અત્યાર સુધી 32% વરસાદ પડ્યો : 68%ની ઘટ

Divyabhaskar.com | Updated - Jul 20, 2018, 02:13 AM

પંચ. જિ.માં ઓછા વરસાદને લીધે જળાશયો 50%થી વધુ ખાલી : પાનમ ડેમના નિચાણવાળા વિસ્તારમાં NDRFની મુલાકાત

  • Panchmahal has received 32Parcent rainfall so far: 68 Parcent decrease
    ગોધરા: સમગ્ર રાજ્યમાં વરસાદને લઈને ક્યાંક મહેર તો ક્યાંક કહેર સર્જાયો છે ત્યારે પંચમહાલ જીલ્લામાં મેઘરાજાએ ઓછી કૃપા વરસાવી છે જેને લઈને હાલ જીલ્લા પર ચિંતાના વાદળો છવાયા છે. જિલ્લામાં ઝરમર વરસાદને લઇને અત્યાર સુધી 32 ટકા વરસાદ પડવાથી ડેમ તથા તળાવોમાં નવા નીર ન આવતાં હાલ 50 ટકા ખાલી પડયા હોય તેવું દેખાઇ રહ્યુ છે. જયારે પાનમ ડેમના નીચાણવાળા વિસ્તારમાં સંભવિત પુરની સ્થીતિ થાય તો તેની ચકાસણી કરવા જિલ્લા વહીવટી તંત્ર તથા એન.ડી.આર.એફની ટીમે મુલાકાત લીધી હતી. ઉપરવાસમાં વરસાદને લઇને હડફ ડેમમાં પાણીની આવક થતાં રૂલ લેવલ જાળવી રાખવા ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યુ઼ હતું. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારોમાં વરસાદને લઈને ભારે તારાજી સર્જાઈ છે, તો મધ્યગુજરાતના પંચમહાલ જીલ્લામાં વરસાદ ખુબ જ ઓછો વરસ્યો છે.જિલ્લામાં અત્યાર સુધી 32 ટકા જેટલો વરસાદ નોધાયો છે. હાલ 68 ટકા જેટલી વરસાદની ઘટ વર્તાઇ રહી છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending