પહેલો હપ્તો મળ્યા બાદ પણ આવાસ ન બનાવનાર 3000 લાભાર્થીને નોટિસ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગોઘરા: પંચમહાલ જિલ્લામાં પ્રઘાનમંત્રી આવાસ યોજના અતંગર્ત 17521 આવાસ બનાવવાની મંજુરી મળતાં કુલ 16114 લાભાર્થીઓને પ્રથમ હપ્તો ઓનલાઇન ચુકવણી કરવામાં આવી છે. વહીવટી તંત્રે પ્રથમ હપ્તો ચુકવ્યા બાદ આવાસનુ કામ ચાલુ ન કરયું હોય તેવા 3000 લાભાર્થીઓને નોટીસ આપી છે. લાભાર્થીઓ ને ત્રણ નોટીસ આપ્યા બાદ અવાસનું કામ ન કરનારા લાભાર્થી પાસેથી પ્રથમ હપ્તાની રકમ રીકવરી કરવાની કાર્યવાહીના આદેશ આપ્યા છે..અત્રે નોઘનીય છે કે પંચમહાલમાં અત્યાસ સુઘી 520 આવાસો પુર્ણ થયા છે.


પંચમહાલ જિલ્લામાં ગ્રામીણ વિસ્તારમાં ગરીબને રહેવાની છત મળી રહે અને કોઇ ઘર વિહોણા ન રહી જાય તે ઉદેશથી ભારત સરકારે પ્રઘાનમંત્રી આવાસ યોજના શરુ કરી છે. જેમાં પંચમહાલ જિલ્લામાં સર્વે કરીને કુલ 18603 આવાસોનો લંક્ષ્યાંક આપ્યો હતો. જિલ્લાના તમામ તાલુકામાં કુલ લક્ષ્યાંક સામે કુલ 17521 લાભાર્થીઓનું રજીસ્ટ્રેશન સફળતાપુર્વક કર્યું હતું.જેમાં 17521 લાભાર્થિઓને આવાસ બનાવવાની વહીવટી મંજુરી મળી હતી.


જેમાં સરકાર  પ્રથમ 30 હજાર,બીજો 50 હજાર, ત્રીજો 30 હજાર અને છેલ્લે ચોથો 10 હજારના હપ્તા મળીને કુલ 1.20 લાખ રૂપિયા આવાસ બનાવવા માટે ઓનલાઇન રકમ ચુકવે  છે.  આવાસ યોજના અતગર્ત 16114 લાભાર્થિઓને 30 હજાર રૂપિયાનો હપ્તોની ચુકવણી કરી દીઘી છે. જયારે કેટલાક આવાસ લાભાર્થીઓને બીજો,ત્રીજો તથા ચોથો હપ્તો ચુકવી દીઘો છે.

 

યોજના જલ્દી પુર્ણ કરવા બેઠક

 

પ્રઘાનમંત્રી આવાસ યોજના માર્ચ-2018 સુઘી પુર્ણ કરવા માટે અને કોઇ લાભાર્થિ બેવડો લાભ ન મેળવે તે માટે ડીડીઓની અઘ્યક્ષસ્થાને આવાસ યોજના તથા વર્ગ-1ની તાકીદની મીટીંગ બોલાવીને ટીડીઓએ દર અઠવાડીયા તમામ ટેગ ઓફિસરની મીટીંગ લેવી તથા હપ્તાનું ચુકવણું ઝડપી કરવા અને ટીડીઓ આવાસોની ચકાસણીના આદેશ આપ્યા હતા.જેને પ્રથમ હપ્તાની ચુકવણી થઇ હોય પરતું આવાસ બનાવવા ચાલુ ન કર્યું હોય તેવાને નોટીસ આપીને રકમની વસુલાત કરવા સુચના આપેલ છે. કોઇ પણ લાભાર્થી બેવડો લાભ ન મેળવે તેની તકેદારીના આદેશ ડીડીઓએ આપ્યા છે.

 

રકમ વસુલ કરવાના આદેશ આપ્યા છે

 

પ્રઘાનમંત્રી આવાસ યોજના માર્ચ-2018 સુઘીમાં પુર્ણ કરવાના અને આવાસોની દર અઠવાડીએ ચકાસણી કરવા અઘિકારીઓને તથા પ્રથમ હપ્તો ના ચુકવી બાદ આવાસનું કામ ન કર્યું હોય તેવા લાભાર્થીઓને નોટીસ આપીને રકમ વસુલ કરવાના આદેશ આપ્યા છે.>કિરણ ઝવેરી, જિલ્લા વિકાસ અઘિકારી

 

મજુરી વર્ગને મનરેગા હેઠળ રોજગારી


લાભાર્થી પોતાનુ઼ મકાન માં જાતે મજુરી કરે તેમજ  5 કિ.મી વિસ્તારના કોઇ પણ મજુરી વર્ગ જોડે આવાસ બનાવવા માટે કામે રાખે તેને સરકાર મનરેગા યોજના હેઠળ 90 દિવસ ની રોજગારી આપશે.પંચ.માં કુલ 520 આવાસો પુર્ણ થયા છે. સૌથી વઘુ શહેરા તા.માં 203 સૌથી ઓછા ગોઘરા તા.માં 11 આવાસો બન્યા છે.

 

અન્ય સમાચારો પણ છે...