Divya Bhaskar

Home » Madhya Gujarat » Latest News » Panchmahal » Nearly 186 houses of Halol Narmada settlement offices disappeared

હાલોલ નર્મદા વસાહતના 186 મકાનો ઓફિસોના બારી બારણા ગાયબ : લાખોના લોખંડની તસ્કરી

Divyabhaskar.com | Updated - Aug 03, 2018, 03:04 AM

તંત્ર દ્વારા રેઢીયાળ મુકાયેલી વસાહતની અવદશા : પોલીસ ફરિયાદ કરાશે તો ચોરીના મોટા નેટવર્કનો પર્દાફાશ થશે

  • Nearly 186 houses of Halol Narmada settlement offices disappeared
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    કર્મચારીઓ અને અધિકારીઓને રહેવા માટે વર્ષો પહેલા 186 મકાનો સહિત વસાહત ઓફિસો બનાવવામાં આવી હતી

    હાલોલ: સરદાર સરોવર નર્મદા નિગમ લી. અને દેવ નિગમની યોજના અંતર્ગત કર્મચારીઓ અને અધિકારીઓને રહેવા માટે વર્ષો પહેલા પાવાગઢ રોડ પર જૂની પોલીસ લાઈન પાછળ 186 મકાનો સહિત વસાહત ઓફિસો બનાવવામાં આવી હતી. જેમાં A.કેટેગરી ના 33 મકાન, B.કેટેગરીના 75 મકાન,.C.કેટેગરીના 70 મકાન, D.કેટેગરીના 6 અને એક્ઝિક્યુટિવ એન્જીનીયર માટે બે મકાનો બનાવાયા હતા. સરદાર સરોવર નર્મદા નિગમ વસાહત લી. નો રહેણાંક હેતુ સિદ્ધ થઈ ગયા બાદ તંત્રએ છેલ્લા દસેક વર્ષથી વસાહતને રેઢીયાળ મૂકી દેતા એક સમયની નંદનવન ગણાતી નર્મદા વસાહત વિરાન થવા લાગતા માલ સમાનની તસ્કરી કરવા તસ્કરો માટે દલા તરવાડીની વાડી સાબિત થઈ હતી.

    રોડ થી અંદર વેરાન જંગલની સ્થિતિનું નિર્માણ થતા તસ્કરો ને મોકળું મેદાન મળી ગયું હતું. વસાહત માં છેલ્લા ઘણા સમય થી હાલોલ ની સ્થાનિક ચોર ટોળકી દ્વારા જ વસાહતોના મકાનો અને ઓફિસોને લાગેલી લોખંડની ગ્રીલો, બારી દરવાજા, નળની પાઇપો સહિત લોખંડના લાખોના માલની ચોરીનું સુવ્યવસ્થિત નેટવર્ક શરૂ થયાની હકીકત સૂત્રે નામ નહીં જાહેર કરવાની શરતે દિવ્ય ભાસ્કરને આપતા ભાસ્કરે જીરો ગ્રાઉન્ડથી જાચ પડતાલ શરૂ કરતાં વસાહતના મકાનોમાં લાગેલી લોખંડની ગ્રીલ બારી દરવાજા, પાણીની ટાંકીથી મકાનો સુધી પહોંચતી પાણીની પાઇપ લાઇનો તસ્કરો ખોદી વગે કરી લાખોના માલ સમાનની ચોરી કરી ગયા નો પર્દાફાસ થયો છે. સરકારની કરોડોની સંપત્તિ તંત્રની બિનજવાબદાર નીતિને લઇ સરકારને લાખોનું નુકસાન થવા પામ્યુ છે જો તંત્ર દ્વારા પોલીસ ફરિયાદ કરાશે તો ચોરીના મોટા નેટવર્કનો પર્દાફાશ થશે તેમાં બેમત નથી.

    (અહેવાલ- મકસુદ મલીક)

    વધુ તસવીરો અને માહિતી માટે આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરો...
  • Nearly 186 houses of Halol Narmada settlement offices disappeared
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    હવે ફ્લોરિંગ પથ્થરો ચોરવાનું પણ શરૂ

    હાલોલ નર્મદા વસાહતમાં મકાનો ઓફિસોમાંથી તસ્કરોએ બારી દરવાજા ગ્રીલો સહિતનો માલસામાન કાઢી ગયા છે. હવે ચોરીનો છેલ્લો તબક્કો હોય તેમ રૂમોમાં લાગેલ ફ્લોરિંગ પથ્થરો કાઢવાની કામગીરી ચાલુ છે.

     

  • Nearly 186 houses of Halol Narmada settlement offices disappeared
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    માલ સામાન કાઢવા કે હટાવા કોઇ સૂચના આપી નથી

    હાલોલ નર્મદા દેવ વસાહતમાં મકાનો ઓફિસોના બારી દરવાજા તેમજ કોઈ પણ જાતનો માલ સામાન કાઢવા કે હટાવા તંત્ર દ્વારા કોઈને પણ આદેશ કે સૂચના આપી નથી. વસાહતની દેખભાળ માટે એક ચોકીદાર રાખવામાં આવ્યો છે->વી.કે.ભીંડે, અધિક્ષક ઈજનેર નર્મદા નિગમ વડોદરા

  • Nearly 186 houses of Halol Narmada settlement offices disappeared
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending