Home » Madhya Gujarat » Latest News » Panchmahal » Model teachers of Model School of Chhotaudepur district strike

છોટાઉદેપુર જિલ્લાની મોડેલ સ્કૂલના શિક્ષકો હડતાલ પર

Divyabhaskar.com | Updated - Aug 17, 2018, 12:43 AM

તમામ શિક્ષકો શૈક્ષણિક કાર્ય બંધ રાખી પગાર વધારાની માંગણી કરી : ગત માસની 19મીએ CMને જાણ કરી હતી

  • Model teachers of Model School of Chhotaudepur district strike
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    ગત માસની 19મીએ CMને જાણ કરી હતી

    છોટાઉદેપુર, નસવાડી, કવાંટ, બોડેલી | છોટાઉદેપુર જિલ્લામાં આદિવાસીઓના ઉથ્થાન અર્થે 21 સ્કૂલો આવેલ છે. જે ભારત સરકારના સહયોગથી ચાલે છે આ શાળાઓમાં રહેવા તથા જમવાની 17 સ્કૂલોમાં સગવડો આપવામાં આવે છે. સમગ્ર છોટાઉદેપુર જિલ્લામાં એકલવ્ય મોડલ સ્કૂલ 3 મોડેલ સ્કૂલ 4 અને 14 જી એલ આર એસ કન્યા શાળાઓ આવેલ છે. તેઓના અભ્યાસ અર્થે શિક્ષકો રાખવામાં આવે છે. તેઓને યોગ્ય વેતન નહીં આપતા ભારે નારાજગી વર્તાઈ રહી છે જેને લઈ તેઓ તા. 16થી અચોક્કસ મુદતની હડતાલ ઉપર ઉતરી જતા અનેક વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડશે.

    આજથી એક માસ અગાઉ સમગ્ર ગુજરાતમાં મોડેલ અને એકલવ્ય શાળાઓમાં અભ્યાસ આપતા શિક્ષકો દ્વારા લેખિત પત્ર અપાયો હતો કે મોંઘવારીના સમયમાં અમોને હાલમાં રૂ 7500 માસિક વેતન આપવામાં આવે છે એ યોગ્ય નથી એમાં વધારો કરો નહીં તો અમો શિક્ષક કાર્યનો બહિષ્કાર કરીશું. જે અંગે વહીવટી તંત્ર દ્વારા કોઈ ધ્યાન અપાયુ ન હતું. જેથી સમગ્ર છોટાઉદેપુર જિલ્લામાં 21 સ્કૂલોમાં ફરજ બજાવતા 300 શિક્ષકોએ તા 16થી શિક્ષણ આપવાનો બહિષ્કાર કર્યો છે.

    ગુજરાત રાજ્ય આદિજાતિ વિકાસ વિભાગ ગાંધીનગર દ્વારા સંચાલિત કવાંટ તાલુકાના ગોજારીયા શિક્ષણ સંકુલ ખાતે કાર્યરત મોડેલ સ્કૂલ કવાંટ, જી.એલ.આર.એસ મોગરા, સૈડીવાસણ અને છોડવાણી શાળામાં ધોરણ ૬થી ૧૨ કાર્યરત છે. જેમાં કુલ ૧૮૫૭ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા હોઈ કુલ સોસાયટી અને એલ.એમ.સી દ્વારા નિમણૂક પામેલા 76 શૈક્ષણિક સ્ટાફ અને 38 બિન.શૈક્ષણિક સ્ટાફ ફરજ બજાવે છે. તેમાં ગુરુવારે સમાન કામ અને સમાન વેતનની માંગણી માટે શૈક્ષણિક કાર્ય તા.૧૬/૦૮/૨૦૧૮નાં રોજ બંધ રાખેલ હતું. તેમાં કુલ 76 શૈક્ષણિક સ્ટાફ અને બિન શૈક્ષણિક સ્ટાફ 10 જોડાયેલ છે.

    વધુ તસવીરો અને માહિતી માટે આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરો...

  • Model teachers of Model School of Chhotaudepur district strike
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    તમામ શિક્ષકો શૈક્ષણિક કાર્ય બંધ રાખી પગાર વધારાની માંગણી કરી

    નસવાડીની લિંડા મોડલ સ્કૂલના 60થી વધુ શિક્ષકો હાલ શૈક્ષણિક કામ બંધ કરી વિરોધ કર્યો હતો. જેમાં છોટાઉદેપુર જિલ્લાના 200થી વધુ શિક્ષકો રજમદારો સફાઈ કામદારો પણ પગાર વધારાની માંગ સાથે જોડાયા હતાં.જ્યાં સુધી સરકાર દ્વારા લેખિતમાં પગાર વધારો કરવાની બાંહેધરી ન આપે ત્યાં સુધી આ તમામ શિક્ષકો દરરોજ આ જ રીતે શૈક્ષણિક કાર્ય બંધ રાખી વિરોધ કરવાનું જણાવ્યું છે. 

     

  • Model teachers of Model School of Chhotaudepur district strike
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    છોટાઉદેપુર જિલ્લાના 6000 વિદ્યાર્થી અભ્યાસ વગર બેસી રહ્ય


    બોડેલી તાલુકાના વડાતલાવ ગામે છેલ્લા નવ વર્ષથી કાર્યરત મોડેલ સ્કૂલ અને કન્યા સાક્ષરતા નિવાસી શાળાના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફે સરકારી ધારા ધોરણ મુજબનો પગાર આપીને કાયમી કરવાની મુખ્ય માંગ સાથે શૈક્ષણિક કાર્યથી દૂર રહેવાનો નિર્ણય લઈને દેખાવો કર્યા હતાં. બોડેલી તાલુકા ના વડાતલાવ માં 3,પુનિયા વાટમાં 6, ગોપરિયામાં 4, લિન્ડા ટેકરામાં 5, તણખલામાં એક અને કવાંટમાં એક શાળાઓ કાર્યરત છે. તે પ્રસંગે સલોજ શાળાના આચાર્ય ગીતાબેન પનાલિયા, મુવાડા આચાર્ય નરેન્દ્ર જાધવ, ભીખાપુરાના આચાર્ય અલ્પેશ પટેલ અને પાવીજેતપુરના આચાર્ય હર્ષા બેન રોહિત સહિત સ્ટાફ દેખાવમાં જોડાયો છે.

  • Model teachers of Model School of Chhotaudepur district strike
    તંત્ર દ્વારા કોઈ નોંધ જ ન લેવાઈ
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ