Divya Bhaskar

Home » Madhya Gujarat » Latest News » Panchmahal » Minister of State for the Sector-Speedy Mega Jobfair visit in Halol

હાલોલમાં સેક્ટર સ્પેસિફિડ મેગા જોબફેરની મુલાકાતે રાજ્યમંત્રી

Divyabhaskar.com | Updated - Jul 10, 2018, 12:56 AM

14 નોકરીદાતાઓ દ્વારા પ્રાથમિક પસંદગી કરી નોકરી માટે ઓફર લેટર આપવામાં આવ્યાં : 594 ઉમેદવારોની પ્રાથમિક પસંદગી

  • Minister of State for the Sector-Speedy Mega Jobfair visit in Halol

    હાલોલ: પંચમહાલ જિલ્‍લાના રોજગારવાંચ્‍છુ ઉમેદવારો માટે જિલ્‍લા રોજગાર કચેરી દ્વારા હાલોલ ખાતે સેક્ટર સ્પેસીફીક મેગા જોબફેર અને સ્‍વરોજગાર શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેની મુલાકાત કષિ વિભાગ(રાજ્યકક્ષા), પંચાયત, પર્યાવરણ(સ્‍વતંત્ર હવાલો) રાજ્ય મંત્રી જયદ્રથસિંહ પરમારે લીધી હતી. મેગા જોબફેરમાં ૫૯૪ ઉમેદવારોને ૧૪ નોકરીદાતાઓ દ્વારા પ્રાથમિક પસંદગી કરી નોકરી માટે ઓફર લેટર આપવામાં આવ્‍યાં હતાં. તેમજ સ્‍વરોજગાર શિબિરમાં ઉમેદવારોને માર્ગદર્શન આપવામાં આવ્‍યું હતું.

    મંત્રી જયદ્રથસિંહ પરમારે, જોબફેરની મુલાકાત દરમિયાન નોકરીદાતાઓને જિલ્‍લાના લાયકાતપાત્ર ઉમેદવારોને પસંદ કરી પ્‍લેસમેન્‍ટ આપવા જણાવ્‍યું અને ઉમેદવારોને સ્‍વરોજગારનું માર્ગદર્શન મેળવી રોજગારી મેળવવા કહ્યું હતું. ખાનગી ક્ષેત્રના ઔદ્યોગિક એકમો દ્વારા ધો.૮ પાસ, ધો.૧૦ પાસ, ધો.૧૨ પાસ, આઇટીઆઇના ફિટર, વેલ્‍ડર, એઓસીપી, કોપા સહિત અન્‍ય ટ્રેડ પાસ, ડીપ્‍લોમાં પાસ, ગ્રેજ્યુએટ, ટેક્નીકલ, નોન ટેક્નીકલ લાયકાત સાથે ઉંમર ૧૭ થી ૩૫ વર્ષની વય મર્યાદા ધરાવતા ઉમેદવારોની પસંદગી આ જોબફેરમાં કરવામાં આવી હતી.

    સ્‍વરોજગાર શિબિરમાં ચાર જેટલી સંસ્‍થાઓ દ્વારા ઉપસ્‍થિત ઉમેદવારોને સ્‍વરોજગાર અને તાલીમલક્ષી માર્ગદર્શન આપી પ્રોત્‍સાહિત કરાયા હતાં. વધુમાં, મુખ્‍યમંત્રી એપ્રેન્‍ટિશીપ યોજનાની માહિતી આપવામાં આવી હતી તેમજ ૨૧ ઉમેદવારોને ભલામણ પત્ર આપવામાં આવ્‍યાં હતાં. ભરતી મેળાના સ્‍થળે ઉપસ્‍થિત રહેવા ઉમેદવારોને એસ.ટી.બસની કુપન સાથે કોલ લેટર આપવામાં આવ્‍યાં હતાં. આ ભરતી મેળામાં ૭૧૪ જેટલા ઉમેદવારો હાજર રહ્યાં હતાં.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending