મહંત સ્વામીને મળ્યા અને હરિભક્તને મળ્યું અક્ષરધામ

કિડનીની બીમારીથી પિડાતા 88 વર્ષના હરિભક્તે મહંત સ્વામી પાસે પુત્રની હાજરીમાં મોક્ષ માગ્યો , મંહત સ્વામીએ આશીર્વાદ આપતાં

Bhaskar News

Bhaskar News

Divyabhaskar.com | Updated - Jul 31, 2018, 04:30 AM
Mahant met Swami and got Haribhit Akshardham

ગોધરા: ગોધરામાં બીએપીએસ ધાર્મિક મહોત્સવના ત્રીજા દિવસે સવારે 11 વાગ્યે સ્મૃતિદિને ઘોઘંબાના પિતા-પુત્ર મહંત સ્વામીનાં દર્શન માટે પહોંચ્યા હતા. 88 વર્ષના નારસિંહ બાપુજીને ઘણા સમયથી બંને કિડની કામ કરતી ન હતી. જેથી મહંત સ્વામી પાસે એમને ધામમાં લઇ જવાની ઇચ્છા પૂર્ણ કરવા તરૂણસિંહે અરજ કરી હતી. આશીર્વાદ લઇને મહંત સ્વામીને મળી પુત્ર સાથે રૂમમાંથી બહાર નીકળતાં જ નીચે ઢળી પડ્યા હતા. મંહત સ્વામીએ નારસિંહભાઇને મુખમાં પ્રસાદી રૂપે જળ મોકલ્યું અને બહાર નીકળી અમી દૃષ્ટિ કરતાં જ તેમનો દેહ અક્ષરધામ નિવાસી થયો હતો.

ગોધરામાં રામનગરમાં આવેલા બીએપીએસના શ્રી સ્વામીનારાયણ મંદિર ખાતે સાત દિવસનો ધાર્મિક મહોત્સવ મહંત સ્વામીની ઉપસ્થિતિમાં યોજાઇ રહ્યો છે. મહોત્સવના ત્રીજા દિવસે સવારે 11 વાગ્યે સ્મૃતિદિને હરિભક્તોને આશીર્વચન આપી દર્શન દરમિયાન ઘોઘંબાના રાજપૂત ફળિયામાં રહેતાં નારસિંહ બાપુજી ગોહિલ તેમના પુત્ર સાથે મહંત સ્વામીનાં દર્શન કરવા આવ્યા હતા. 88 વર્ષીય નારસિંહ બાપુજીને ઘણા સમયથી બંને કિડની કામ કરતી ન હતી. તેમના પુત્ર તરૂણના સહારે ચાલીને મહંત સ્વામીનાંં દર્શન દરમિયાન બાપાને પ્રાર્થના કરી કે પિતાની ઉંમર 88 વર્ષની છે અને કિડનીની તકલીફ છે તો આપ એમને ધામમાં લઇ જવાની ઇચ્છા પૂર્ણ કરો તેવી અરજ તરૂણસિંહે કરી હતી.

નારસિંહ બાપુજીએ દયા કરો મારા માટે અક્ષરધામમાં જવાની પ્રાર્થના કરો, ઘણું જીવ્યો છુ઼ં. મારે યમદૂતનું તેડું ના આવે પણ તમે તેડવા આવો તેવું કહેતાં સ્વામીએ હા ભગવાનને પ્રાર્થના કરીશું તેમ કહ્યું અને પછી નારસિંહભાઇએ કહ્યુ઼ં કે બાપા એવું નહીં તમારે કહેવાનું ત્યારે મહંત સ્વામીએ કહ્યું અક્ષરધામમાં નિવાસ મળી જશે. આશીર્વાદ લઇને મહંત સ્વામીને મળી પુત્ર સાથે રૂમમાંથી બહાર નીકળ્યા અને પહેલું પગથિયું ઉતરતાં તરત જ નીચે ઢળી પડ્યા હતા. મહંત સ્વામીએ નારસિંહભાઇને મુખમાં પ્રસાદી રૂપે જળ મોકલ્યું અને બહાર નીકળી અમી દૃષ્ટિ કરતાં જ તેમનો દેહ અક્ષરધામ નિવાસી થયો હતો.

પિતાને આશીર્વચન આપેલાં સાચાં પડ્યાં


અક્ષરધામમાં પહોચેલા નારસિંહ બાપુજી ઘોઘંબા ગ્રામપંચાયતમાં કલાર્ક તરીકે ફરજ બજાવતા હતા. તેમના પરિવારમાં બે પુત્રો છે. હરિધામ પહોંચેલા નારસિંહના પુત્ર તરૂણસિંહના જણાવ્યા અનુસાર તેમના પિતા સાથે તેઓ બોચાસણમાં પ્રમુખસ્વામીનાં દર્શન કરવા અવાર-નવાર જતા હતા. બોચાસણના વલ્લભ સ્વામીને મળતાં મારા પપ્પાએ એમની પીડા જણાવીને કહ્યુ઼ હતું કે તમે નારાયણ સાથે સંબંધ કર્યો છે. તેથી તમારે પગ ઘસવા નહિ પડે તમને બાપા લેવા આવશે. તે આશીર્વચન સોમવારે સાચાં પડ્યાં હોવાનું તરૂણસિંહ ગોહિલે જણાવ્યું હતું.

X
Mahant met Swami and got Haribhit Akshardham
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App