Home » Madhya Gujarat » Latest News » Panchmahal » Lagami study of school children forced to sit out in the open

લગામી શાળાના બાળકો ખુલ્લામાં બેસી અભ્યાસ કરવા માટે મજબૂર

Divyabhaskar.com | Updated - Aug 23, 2018, 01:55 AM

પ્રાથમિક શાળાના ઓરડા જર્જરીત : બે ઓરડામાંથી ટપકતું વરસાદી પાણી

  • Lagami study of school children forced to sit out in the open

    પાવી જેતપુર: છોટાઉદેપુર જિલ્લામાં અંતરિયાળા વિસ્તારમાં લગામી ખાતે પ્રાથમિક શાળામાં બાળકોને બેસવા માટે ઓરડો નથી અને ખુલ્લામાં બેસીને અભ્યાસ કરવો પડે છે. શાળાના ઓરડા જર્જરીત થયા ગયા છે. છોટાઉદેપુર જિલ્લો આદિવાસી જિલ્લો છે. જ્યાં શિક્ષણનું સ્તર ખૂબ કથળેલું છે. બોર્ડનું રીઝલ્ટ પણ છેલ્લા ત્રણ વર્ષથી રાજ્યમાં સૌથી ઓછું આવે છે. અને આ ઓછા પરીણામને માટે પ્રાથમિક શિક્ષણને જવાબદાર માનવામાં આવે છે. પરંતુ પ્રાથમિક શિક્ષણ માટે પુરતાઈ સુવિધાનો અભાવ જોવા મળે છે. આવી જ એક શાળા છોટાઉદેપુર જિલ્લાના અંતરીયાળ વિસ્તારમાં આવેલા લગામી ખાતે જોવા મળે છે. જ્યાંના બાળકોને ચાલુ વરસાદમાં પણ ખુલ્લામાં બેસીને અભ્યાસ કરવાની ફરજ પડી રહી છે.

    પાણીથી બચાવીને બાળકોને અભ્યાસ કરાવવા શિક્ષકો મજબૂર બન્યાં


    છોટા ઉદેપુર જિલ્લાના અંતરીયાળ અને જંગલ વિસ્તારના લગામી ગામ કે જ્યાં ૧થી ૮ ધોરણની શાળા આવેલી છે. અને લગભગ 160 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. અને આ 160 વિદ્યાર્થીઓને અભ્યાસ કરવા માટે સરકારે 5 ઓરડા બનાવ્યા હતા. આ 5 ઓરડામાંથી ત્રણ ઓરડા લગભગ 10 વર્ષ પહેલા જ બનાવ્યા છે. આ ઓરડામાં હાલ બાળકો અભ્યાસ કરી રહ્યા છે અને હાલ ચોમાસાની રૂતુ ચાલી રહી છે ત્યારે આ શાળાના ઓરડાની દીવાલોમાં ભેજ આવી જાય છે. અને બે ઓરડામાથી તો વરસાદનું પાણી નીચે પડતા થાળી મૂકી રાખવામા આવી છે અને પાણીથી બચાવીને બાળકોને અભ્યાસ કરાવવા શિક્ષકો મજબૂર બન્યાં છે.


    2011-12 બનાવેલ ઓરડાનીદિવાલોમાં તિરાડો પડી


    અમારી શાળામાં ૧ થી ૮ ધોરણ ચાલે છે.૧૬૦ બાળકોની સંખ્યા છે.શાળામાં ૫ ઓરડા છે.બે ઓરડા જર્જરીત હાલતમાં છે.જેથી અમારે બે ધોરણ ભેગા બેસાડીએ છે. અને એક ધોરણ બહાર ઓટલા પર બેસે છે, વર્ષ ૧૧-૧૨ બાંધેલા ઓરડામાં તીરાડો પડી ગઈ છે અને દીવાલો પર ભેજ આવે છે, ઉપરથી પાણી પડે છે. બાળકોને અભ્યાસ કરાવવામાં અગવડતા પડે છે. દીનેશ ગરાસીયા, આચાર્ય, લગામી પ્રા.શાળા

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ