કડાણા જળાશયની સપાટી 12 કલાકમાં જ 7 ફૂટ વધી, ઉપરવાસમાંથી પાણીની થઇ આવક

ઉપરવાસમાંથી 2.28 લાખ ક્યુસેક પાણીની આવક, રૂલ લેવલ સુધી ભરાવવા હજી 17 ફૂટ પાણીની જરૂરિયાત

Bhaskar News

Bhaskar News

Divyabhaskar.com | Updated - Aug 23, 2018, 01:32 AM
Kadana reservoir surface increased to 7 feet in 12 hours

કડાણા: જળાશય યોજનામાં નવા પાણીની આવક ઉભી થતા જળાશય બાર કલાકમાં 7 ફુટ જેટલો ભરાયો છે. જળાશય 400.01 ફુટ લેવલ થયુ છે. તેમજ કડાણા, સંતરામપુર, ખાનપુર, લુણાવાડા તાલુકાના ખેડૂતોને ખેતી માટેની પાણીની આશા વધી છે. જળાશયમાં સવા લાખ કયુસેક પાણી આવક થઇ છે. કડાણા જળશય યોજનામાં ચાલુ સાલે રૂલ લેવલ કરતા પાણી હંમેશા નીચા રહેલા છે.


સરકાર દ્વારા જળાશયમાંથી 15 ફુટ જેટલી પાણી છોડીને (ઘરના છોરા ઘંટી ચારે ઉપાધ્યાયને આંટો) જેવો ઘાટ સર્જાયો છે. જેથી કડાણા માઇનોરના પિયત વિસ્તારમાં પાણી મળે તેવી સંભાવનાઓ ઓછી થવા પામી છે. સરકાર દ્વારા પણ જળશય ભરાશે તો રવિ પાક માટે પાણી મળશે તેવી ઓપચારિક થવા પામી હતી. પરંતુ જળાશયમાં બુધવારની સવારથી જ પાણીની આવક ઉભી થતા સવા લાખ કયુસેક પાણીની આવક થઇ છે. જેમાં બપોરે 12 કલાકે 1,26,940 કયુસેકની આવક ઉભી થવા પામી છે. જેથી જળાશયનું લેવલ 400.01 ફુટ જેટલુ થવા પામ્યુ છે. જેમાં મીટરમાં 121.08 છે.


ઉપરવાસમાં વરસાદના પગલે પાદેડીમાંથી 74020 કયુસેક પાણીની આવક થઇ છે. જયારે અનાસમાં 26945 કયુસેકની પાણીની આવક છે. ગઇ કાલે જળાશયમાં 373 ફુટ જેટલો હતો. જે બુધવારે 398 ફુટ જેટલો ભરાવા પામેલ છે. જયારે જળાશયનું રૂલ લેવલ 415.02 ફુટ જેટલુ છે. જેથી રૂલ લેવલ સુધી ભરાવવા માટે જળાશયમાં હજી 17 ફુટ જેટલુ પાણીની જરૂરિયાત છે. તદઉપરાંત ચાલુ સાલે જળાશયમાંથી 15 ફુટ જેટલુ પાણી છોડેલ છતાં પુન: જળાશય 400 નજીક પહોંચ્યુ છે. સરકાર દ્વારા મહિસાગરના ખેડૂતોની રવિપાકની ચિંતા કર્યા વગર 15 ફુટ જેટલો જળાશય ખાલી કરાયો હોવા છતાં મહિસાગર ખેડૂતોની ચિંતા કુદરત દ્વારા થતા જળાશય પુન: 400.01 ફુટ નજીક પાણીથી ભરાયેલ છે.


જેથી વિસ્તારના ખેડૂતોમાં પણ એક આશા ઉભી થવા પામી છે. જયારે ઉપરવાસમાં બજાજ સાગરમાં પણ પાણીની આવકમાં વધારો નોંધાયો છે. જે 50 હજાર કયુસેક પાણીની આવક જેટલો ખાલી રહેવા પામેલ છે. કડાણા જળાશયમાં પાણીની આવક 1,26,940 કયુસેકની ઉભી થવા પામી છે. અત્રે નોંધનિય છેકે ડેમમાંથી પાણીની જાવક શૂનય છે.

X
Kadana reservoir surface increased to 7 feet in 12 hours
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App