Home » Madhya Gujarat » Latest News » Panchmahal » Highlight by the system approaching the Kadana reservoir near Rule level

કડાણા જળાશય રૂલ લેવલ નજીક પહોંચતા તંત્ર દ્વારા હાઇએલર્ટ

Divyabhaskar.com | Updated - Aug 30, 2018, 01:37 AM

કડાણા જળાશયની સપાટી 411.5 ફૂટે પહોંચી

  • Highlight by the system approaching the Kadana reservoir near Rule level

    કડાણા: કડાણા જળાશય યોજનાના રૂલ લેવલ નજીક પહોંચતા તંત્ર દ્વારા હાઇએલર્ટ કરાયેલ છે. મોનસુન સિસ્ટમ સક્રિય થતા ડેમમાં આવક થવાની પુરેપુરી સંભાવનાઓ

    જોવાઇ રહી છે. તંત્ર દ્વારા પાવર પ્રોજેકટમાંથી વિજ ઉત્પન્ન કરી પાંચ હજાર કયુસેક પાણી છોડવાનું સવારથી ચાલુ કરાયુ છે. જયારે જળાશય 411.5 ફુટની

    સપાટી પર પહોંચ્યો છે. કડાણા જળાશય યોજનામાં પાણીની આવક વધવાના સંકેતો મંગળવારની તંત્રને મળી ચુકયા છે.

    જેમાં વરસાદ પડવાની સિસ્ટમ ઉપરવાસમાં સક્રિય થવાની સાથે તંત્ર દ્વારા હાઇએલર્ટ જારી કરાયુ દીધુ છે. બુધવારે સવારથી જ જળાશયમાંથી વિજ યુનિટ પુરવઠો પેદા થાય તે માટે પાંચ હજાર કયુસેક પાણી છોડવાનું ચાલુ કરાયુ છે. જેમાં કડાણા હાઇડ્રો પ્રોજેકટ દ્વારા પણ ઘણા લા઼બા સમયથી વિજ પુરવઠો પેદા કરવાનું બંધ હતુ. જે આજે સવારથી

    ચાલુ કરાયુ છે. જેમાં એક યુનિટ દ્વારા વિજ પુરવઠો પેદા કરીની કામગીરી આરંભાઇ છે.


    બીજી બાજુ ઉપરવાસમાં વરસાદ થવાની શકયતાને ધ્યાનમાં લઇ કડાણા જળાશયમાં પાણી છોડવાનું તંત્ર દ્વારા નકિક કરાયેલ છે. બુધવારના રોજ જળાશયનું

    લેવલ 411.4 ફુટ જેટલુ થવા પામ્યુ છે. જેમાં જળાશયમાં બપોરે બે કલાકમે પાણીની આવક 6510 કયુસેકની જોવા મળી હતી. જયારે જળાશયમાંથી 5000 કયુસેક

    પાણી હાઇડ્રો પ્રોજેકટ દ્વારા છોડવામાં આવી રહ્યુ છે. જયારે જળાશયનું રૂલ લેવન 415.8 ફુટ સુધીનું છે. પરંતુ અચાનક વરસાદ આવે અને પાણીની આવકમાં

    એકદમ વધારો નોંધાયે તે માટે તંત્ર દ્વારા અગમચેતી નિર્ણય લઇ જળાશયમાંથી આવક સામે જાવક ઉભી કરી કામગીરી આરંભી છે. જયારે વરસાદી સિસ્ટમને

    જોતા તંત્ર દ્વારા જળાશયને હાઇએલર્ટ કરવામાં આવેલ છે.

    પાંચ હજાર કયુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.


    કડાણા જળાશયના સ્કેચમેન એરિયામાં વરસાદી સિસ્ટમ હોવાથી આવકમાં વધારો થવાની શકયતાને ધ્યાનમાં લઇ હાલ સંપૂર્ણ તંત્ર એલર્ટ કરાયેલ છે. આવક

    સામે જાવક મેઇન્ટેન કરી પાવર પ્રોજેકટ થકી પાંચ હજાર કયુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.


    પાણીની આવક વધશે તો વધુ યુનિટો ચાલુ કરવાની તક મળશે

    પાણીની ચાલુ વર્ષે અછતની સ્થિતિ હોવાથી ટર્બાઇન રેગ્યુલર ચાલી શક્યા નથી પરંતુ હવે જળાસય ભરાયેલ છે. તેથી નીચવાસમાં પાણી જરૂરિયાતને ધ્યાનમાં

    રાખીને પાણી છોડાઈ રહ્યું છે. જેમાં આજે યુનિટ નંબર 2 ચાલુ કરી સવારે 10 કલાકથી સતત વીજ કાર્ય થઈ રહ્યું છે પાણીની આવક વધશે તો યુનિટો ચાલુ

    કરવાની તક મળશે. એસ.આર.શાહ, કડાણા હાઇડ્રો પ્રોજેકટ અધિકારી સી.ઇ.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ