Home » Madhya Gujarat » Latest News » Panchmahal » Heavy resentment among the locals by drinking water problem

પીવાના પાણીની સમસ્યાને લઈ સ્થાનિકોમાં ભારે રોષ

Divyabhaskar.com | Updated - Apr 01, 2018, 02:39 AM

પીવાનું પાણી લેવા ગ્રામજનોએ દોઢ-બે કિમી દૂર કેનાલ પર કે બહાદરપૂરના કૂવા પર જવાન વારો

  • Heavy resentment among the locals by drinking water problem

    સંખેડા: સંખેડા તાલુકાના પાણિયા ગામે પણ પીવાના પાણીની સમસ્યાને લઈ સ્થાનિકોમાં રોષની લાગણી ફેલાઇ છે. કેટલાક લોકો કેનાલ પર તો કેટલાક બહાદરપુર રોડ ઉપરના કૂવે પાણી ભરવા જવા મજબુર બન્યા છે. પાણીની કાયમી સમસ્યાનો નિકાલ કરવા માંગ કરી રહ્યા છે. સંખેડા તાલુકાના પાણિયા ગામે પહેલા કડીલા યોજનાનું પાણી આવતું હતું.એ પાણીનો ગ્રામજનો પીવા માટે ઉપયોગ કરતા હતા.પણ એ લાઇનના બંધ થયા પછી પીવાના પાણીની સમસ્યા ઉભી થઇ છે.આ ગામમાં બોર છે.

    પણ એનું પાણી ક્ષારવાળું હોવાથી પીવા માટે ઉપયોગમાં લઇ શકાય એમ નથી.જેથી મીઠું પીવાલાયક પાણી મેળવવા માટે આ ગ્રામજનો નજીકમાં દોઢ-બે કિલોમીટર દૂર નર્મદાની કેનાલ પર પાણી ભરવા વાહન લઈને જાય છે તો કેટલાક ચાલતા પણ જાય છે.જ્યારે કેટલાક લોકો બહાદરપુર રોડ ઉપર આવેલા કૂવા ઉપર પાણી ભરવા માટે જાય છે. વરસથી ગ્રામજનો પાણીની સમસ્યા વેઠી રહ્યાં છે. સ્થાનિક પંચાયત સૂત્રોના જણાવ્યાનુસાર લોટિયા રોડ ઉપર આવેલી એક પાણીની ટાંકી છે.તેમાંથી કનેકશન આપવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે.વરસોથી આ સમસ્યા હોવા છતાં સ્થાનિક પ્રશાસન આ ગામની પીવાના પાણીની સમસ્યા હલ કરવામાં નિષ્ફળ નીવડ્યું છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

Trending

વીડિયો વધુ જુઓ