Divya Bhaskar

Home » Madhya Gujarat » Latest News » Panchmahal » Godhra Muslim community gives 25 thousand aid to Cheuqe collector in Kerala's natural calamity

કેરળની કુદરતી આફતમાં ગોધરાના મુસ્લીમ સમાજે 25 હજારની સહાયનો ચેક કલેક્ટરને અર્પણ કર્યો

Divyabhaskar.com | Updated - Aug 30, 2018, 02:00 AM

સહાય: એકતા એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મુખ્યમંત્રી રાહત ફંડમાં સહાયનો ચેક કલેકટર ઉદીત અગ્રવાલને અર્પણ કર્યો હતો

  • Godhra Muslim community gives 25 thousand aid to Cheuqe collector in Kerala's natural calamity

    ગોધરા: કેરળ રાજ્યમાં ગત પાછલા સમયમાં કુદરતી આફતના કારણે લોકો સંકટમાં મુકાયા હતાં અને લોકો બેઘર બન્યા હતા તેઓની મદદ માટે દેશ વિદેશમાંથી લોકો મદદ કરી રહ્યા છે ત્યારે ગોધરા શહેરમાં આવેલી એકતા એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મુખ્યમંત્રી રાહત ફંડ માં 25 હજાર રૂપિયાની સહાયનો ચેક જિલ્લા કલેકટર ઉદીત અગ્રવાલ ને અર્પણ કરવામાં આવ્યો હતો ટ્રસ્ટના હોદ્દેદાર સલીમભાઈ શેખ દ્વારા જનાવવામાં આવ્યુ હતુ કે આ ટ્રસ્ટ શૈક્ષણિક ક્ષેત્રે તેમજ મેડીકલ ક્ષેત્રે માંનવતા ના કામો કરવા સદા અગ્રેસર હોય છે

    જેનાં ભાગરૂપે કેરળના લૉકો નાં પરિવાર નાં દુઃખ મા અમે સહભાગી બની અને માનવતાની રાહે તેઓની મદદ કરવી એ દરેક નાગરીક ની નૈતિક ફરજ છે અને દરેકે દરેક એ તેઓની પુર પીડિતોની વહારે આવવું જોઈએ અને માનવતા દર્શાવી જોઈએ જેના ભાગરૂપે અમો આપ સાહેબ મારફતે કેરળના પૂરપીડિતો માટે સહાય કરીએ છીએ એમ જણાવ્યું હતુંઆ વખતે સમાજના અગ્રણીઓ તેમજ એકતા ચેરીટેબલ ટ્રસ્ટ ના હોદ્દેદારો ડોક્ટર ઈદરીસ કંકોડી, હાજી ફેસલ કેસરી, સલીમ ભાઈ શેખ(રેલવે) ઈકબાલભાઈ શકલાં, મોલવી બિલાલ ગોરા સહિત નાં અગ્રણીઓ હાજર રહી ચેક અર્પણ કરી માનવતા નું ઉદાહરણ પુરૂ પાડ્યું હતું


    ગોધરાની એકતા એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મુ.મંત્રી રાહત ફંડમાં 25 હજારની સહાયનો ચેક કલેકટર ઉદીત અગ્રવાલ ને અર્પણ કર્યો હતો.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending