ગોધરાનો કનેલાવ તળાવ કિનારો બન્યો ‘મહેફિલ’ પોઇન્ટ

કિનારે મોંઘીદાટ કાર પાર્ક કરીને પણ શોખીનો કથિત રીતે દારૂનું સેવન કરવામાં મસ્ત

Bhaskar News

Bhaskar News

Divyabhaskar.com | Updated - Aug 01, 2018, 03:41 AM
Godhra's Kailawal Lake became a 'Mehfil' point

ગોધરા: ગોધરા શહેરમાં કનેલાવ તળાવ કિનારે વિદેશીદારૂની જામતી મહેફીલો બનાવામાં આવેલ બેઠક અને મઢુલીઓમાં બેસી આજુબાજુ દારૂ પીને ફેંકી દેવાતી દારૂની ખાલી બોટલો,પીવા માટેના પ્લાસ્ટીકના પ્યાલા અને સાથે ચખણાનાં પડીકાઓથી ગંદકીમય બની ગયું છે. છેલ્લા કેટલાક સમયથી આ વિસ્તાર મહેફીલ માટે જાણીતો બની ગયો છે. શોખિનોએ કિનારાની આસપાસ જોઇ ન શકે તે રીતે બેઠક વ્યવસ્થા પણ તૈયાર કરી છે. જોકે અહીં ગંદકીનું પ્રમાણ વધી ગયું છે. બીજી તરફ રામભરોસે રહેલા આ પિકનિક પોઇન્ટ પર પોલીસની નજર ન પડી હોવાનું સમજદારો કહી રહ્યા છે. તેના કારણે પિકનિક પોઇન્ટની શોભા બગડી રહી છે.

વન વિભાગે મઢુલી બનાવી પણ લોકો બેસતા નથી

હાલમાં આ કનેલાવ તળાવ ફરતે જંગલી ઝાડવા, જંગલી વનસ્પતિ અને કચરાપટ્ટી થી ગંદકીમય બની ગયું છે. તળાવ ફરતે બનાવવામાં આવેલ રોડ ઉપર રીટાયડૅ લોકો, મહિલાઓ,બાળકો સાથે સવાર-સાંજ ચાલવા અને ટહેલવા આવતા હોય છે. શહેરમાં સંધ્યા સમય થાય એટલે કનેલાવ તળાવ પીકનીક પોઈન્ટ આજુબાજુ તેમજ બનાવેલ બેઠકો,બાંકડાઓ ઉપર જામતી મહેફિલથી લોકો બેસી શકતા નથી.તળાવ ફરતે દારૂ પીવાવાળાઓએ પ્લાસ્ટિકના ગ્લાસ તૈયાર પડીકાં પાણીના પાઉચની પ્લાસ્ટિક,પાણીની ખાલી બોટલો મોટા પ્રમાણમાં જોવા મળે છે,

પોલીસ અને તંત્રના આંખ મિચામણાથી પિકનિક પોઇન્ટનો વિકાસ રૂંધાયો

જેની સાથે દારૂની બોટલો અને બિયરના ટીન ખાલી જોવા મળી રહ્યા છે સાંજ પડે એટલે વાહનો, ટુવ્હિલર લઇને મહેફિલ માણતા લોકો સરેઆમ દારૂ પીતા નજરે જોતા હોય છે પરંતુ છાકટા બનતા તત્વો વિરુદ્ધ કોઇ સામે થવા તૈયાર નથી તેવું શહેરમાં ચર્ચાઇ રહયું છે. કનેલાવ તળાવ પર આનંદ માણવા આવતા પરિવારજનો નીચું ઘાલી ત્યાંથી જતા રહેતા હોય છે .ગોધરા શહેર પોલીસ માત્ર મુખ્ય રોડ ઉપર જ ફરે છે અને નબળા વર્ગના માણસોને દારૂ જુગારમાં પકડી કેસ બનાવી છે શું તેમને કનેલાવ તળાવ દેખાતું નથી કે પછી આંખ આડા કાન કરવામાં આવે છે.

શોખીન તત્વો વિરુદ્ધ કાર્યવાહીની માંગ
તળાવના કિનારા ઉપર ખુલ્લામાં શૌચક્રિયા પણ કરતા જોવા મળે છે જે સરકારના સ્વચ્છતાં અભિયાનના ધજાગરા ઉડાવતુ ઉદાહરણ જોવા મળે છે.તળાવ ફરતે ગંદકી ફેલાવતા અને દારૂ પીવાનો અડ્ડો બનાવતા ઇસમો વિરુદ્ધ કાયદાનો કોરડો વિંઝાય તેવી ઉગ્ર માંગણી ટહેલવા આવનાર લોકો દ્વારા ઉઠી છે.

X
Godhra's Kailawal Lake became a 'Mehfil' point
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App