તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગોધરા પાસે નર્મદા મુખ્ય કેનાલમાં ઝેરી કેમિકલ છોડી પાણીને પ્રદૂષિત કરવાનું ષડયંત્ર ઝડપાયું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગોધરા: ગોધરા પાસે નર્મદાની મેઇન કેનાલમાં નજીક 61 પાટીયા પાસે ટેન્કર મારફતે ઝેરી કેમિકલ પ્રવાહી કેનાલમાં  ઠાલવતાં નર્મદા ઓથોરિટીના ચોકીદાર તથા એસઆરપી જવાનોએ બે ઇસમોને ઝડપી પાડીને પોલીસને સોંપ્યા હતા. ઝેરી કેમિકલથી પાણી દુષિત થવાને લઇ પાલિકાએ ગોધરા શહેરમાં પાણી પુરવઠો બંધ કરાયો હતો. પોલીસે ઝડપાયેલા ઇસમો સહિત ફરાર ડ્રાઇવર વિરુદ્ધ ગુનો નોધીને કાર્યવાહી હાથ ધરી હતી. 

 

નર્મદા મુખ્ય કેનાલમાં ઝેરી કેમિકલ છોડી પાણીને પ્રદૂષિત કરવાનું ગોધરા પાસે ષડયંત્ર ઝડપાયું

ગોધરા નજીક 61 પાટીયા પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાંથી ગોધરા શહેર તથા ગુજરાતભરમાં પીવાનું તથા સિચાઇનું પાણી પુરુ પાડવામાં આવે છે. આ જ કેનાલના પાણીને દુષિત કરવાનું ષડયંત્ર કરનાર અને લોકોના જીવ સાથે ખેલ ખેલનારાઓને ઝડપી પાડવામાં આવ્યા છે. નર્મદા ઓથોરીટી દ્વારા નર્મદાની મુખ્ય કેનાલ પર અમુક અંતરે ચેક પોઈન્ટ બનાવવામાં આવેલા છે.ગુરુવારે સવારે કેનાલના નિરીક્ષણ દરમિયાન ગોધરા તાલુકાના એકસઠ પાટીયા ગામ પાસેના પોઈન્ટના ફરજ પરના કર્મચારીને કેનાલનું પાણી કાળા કલરનું દુષિત થયેલું માલુમ પડતા તે અંગેની જાણ ઉપરી અધિકારીઓને કરવામાં આવી હતી.

 

 

જે અનુસંધાને ઉપરી અધિકારીઓ દ્વારા દિવસ દરમિયાન દુષિત થયેલ કેનાલના પાણીની આજુબાજુના વિસ્તારની ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવતા જાણવા મળ્યું હતું કે, ગત રાત્રીના એક ટેન્કર દ્વારા કોઈ ઇસમો આ કેનાલમાં કેમિકલ છોડીને ગયા હતા. જે માહિતીના આધારે નર્મદા ઓથોરીટી દ્વારા આજે એસ આર પી ના જવાનોને સાથે રાખી રાત્રી દરમિયાન  કેનાલ પર સઘન તપાસ હાથ ધરી હતી.