Divya Bhaskar

Home » Madhya Gujarat » Latest News » Panchmahal » Four robbers were arrested from Ghongamba Panchpathra: Two fugitivess

ઘોઘંબાના પૌંચપથરાથી 4 ધાડપાડુ ઝડપાયા : બે ફરાર

Divyabhaskar.com | Updated - Aug 28, 2018, 11:49 PM

અંગ ઝડતી કરતા લોખંડનો ધારદાર છરો, લોખંડનું ખાતરીયુ અને દેશી બનાવટનો કટ્ટો મળી આવ્યો હતો

  • Four robbers were arrested from Ghongamba Panchpathra: Two fugitivess

    ઘોઘંબાઃ પૌંચપથરા પાસેથી એલસીબી ગોધરાએ પેટ્રોલીંગ દરમિયાન આંબલી ખજુરીયા તા.ગરબાડાના કોઇ મોટો ગુનો આચરવાના આશય આવતા હતા. ઘોઘંબા તાલુકામાં આવતા છ ધાડપાડુઓને પડકારતા ચાર ધાડપાડુ હથિયારો સાથે ઝડપાઇ ગયા હતા. જયારે બે ભાગી જવામાં સફળ રહ્યા હતા. એલસીબી ગોધરાએ ગત રાત્રીના હાઇવે પેટ્રોલીંગમાં હતા. ત્યારે 3 બાઇક પર 6 ઇસમો પાંચપથરા પાસે આવતા તેઓને પડકારી ઉભા રાખતા બે બાઇક પરના ચાર સવારો ઝડપાઇ ગયા હતા. જયારે બે નાસી ગયા હતા.

    લોખંડનો ધારદાર છરો, લોખંડનું ખાતરીયુ અને દેશી બનાવટનો કટ્ટો મળી આવ્યો હતો

    તેઓની અંગ ઝડપી કરતા લોખંડનો ધારદાર છરો, લોખંડનું ખાતરીયુ અને દેશી બનાવટનો કટ્ટો મળી આવ્યો હતો. રાત્રીના ઝડપાયેલા ચાર ધાડપાડુઓમાં કાળુ ઉર્ફે કાળીયો બાદર પલાસ, વિનોદ રૂમાલ પલાસ, ગદેસિંહ ભારત પલાસ ત્રણેવ રહે.આંબલીખજુરીયા તા.ગરબાડા , જિ.દાહોદ તથા ચેતન કામસુ બારીયા રહે.વડવા નિશાળ ફળીયુ તા.ગરબાડા ઉપરોકત ચાર આરોપીઓ મારક હથિયારો સાથે પકડાઇ ગયા હતા. જયારે તેમના બે સાથી દિનુ કાળી પલાસ તથા દિલીપ હરૂ ભાભોરનાઓ પોતાના હસ્તકની બાઇક પાછીવાળી ભાગી ગયા હતા. બંને રહે, આંબલી ખજુરીયા તા.ગરબાડાના છે. પકડાયેલા બંને બાઇક પર નંબર પ્લેટ લગાવેલ નથી. પકડાયેલ ચાર આરોપીઓની પુછપરછ કરતા ભાગી ગયેલા બે આરોપીઓના નામ સરનામા મળ્યા હતા. અને તેઓની ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે. આરોપીઓ દ્વારા કોઇ મોટો ગુનો આચરવાના આશયથી મારક હથિયારો સાથે પકડાઇ જતા ઘોઘંબા પંથકમાં મોટો ગુનો બનતા અટકી ગયો છે.

    પોલીસે જિલ્લાના ચાર ગુના ઉકેલ્યા

    ઝડપાયેલા ઈસમો એ પંચમહાલ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં થયેલ ચોરી અને લૂંટ ધાડના ગુન્હા કબુલ્યા. પંચમહાલ જિલ્લાના રાજગઢ ગામમાં થયેલ લૂંટ , ગોધરા શહેરમાં થયેલ 2 ચોરી અને ગોધરા તાલુકા પોલીસ મથક વિસ્તારમાં થયેલ 1 ચોરી ની ઘટનાના ગુન્હા કબુલ્યા હતા.

    પાંચ આરોપીઓ એક જ ગામના છે

    આરોપીઓ પાસેથી નંબર વગરની બે બાઇક કબજે લેવાઇ છે. કદાચ તે બંનેવ મોટર સાઇકલ ચોરીની હોવાની પોલીસ શંકા સેવે છે. તેના એન્જીન નંબર અને ચેસિસ નંબર પરથી તેની તપાસની કામગીરી હાથ ધરી છે. 6માંથી પાંચ આરોપીઓ એક જ ગામ આંબલી ખજુરીના છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending