Home » Madhya Gujarat » Latest News » Panchmahal » Drinking water through the tap connecting at home at home in the catarat

મોતાલમાં ઘરેઘરે નળ કનેકશન દ્વારા પીવાનું પાણી પહોંચાડ્યું

Divyabhaskar.com | Updated - Apr 02, 2018, 01:28 AM

મોતાલ ગામે ઉનાળામાં ગામમાં પાણીની તકલીફને પહોંચી વળવા સરપંચ દ્વારા 80 ઉપરાંત હેન્ડપંપ બનાવડાવી ઘરેઘરે પીવાનુ઼ પાણી પહોચ્

  • Drinking water through the tap connecting at home at home in the catarat
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    ગોધરા: પંચમહાલ જીલ્લાના ગ્રામીણ વિસ્તારમાં હાલ ઉનાળામાં પાણીની ભારે કટોકટી ઉદભવી રહી છે. અને મહિલાઓને પાણી લેવા કેટલાક કિ.મી ચાલીને જવું પડે છે. ત્યારે ગોધરા તાલુકાના મોતાલ ગામમાં આજે ઘરે ઘરે નળ મારફતે પાણી પહોચી રહ્યું છે. ગુજરાત રાજ્ય અને પંચમહાલ જીલ્લામાં ખાસ કરીને દર ઉનાળાની ઋતુ માં પાણીની વિકટ સમસ્યા સર્જાય જ છે . ઉનાળામાં પોતાના ગામને ઉનાળામાં પાણીને લઈને કોઈ જ તકલીફ ના પડે તે માટેનું મોતાલ ગામના સરપંચ અજયસિંહ સોલંકીએ આગોતરું જ આયોજન કર્યું છે.

    મોતાલ ગામમાં અગાઉ તંત્ર દ્વારા ૮૦ ઉપરાંત હેન્ડપંપ બનાવવામાં આવ્યા છે પરંતુ તે હેન્ડપંપ યાંત્રિક ખામી અથવા તો પાણીના સ્તર નીચે જવાથી હાલ બિનઉપયોગી થઈ ગયા છે. ૨૦૦૦ ની માનવ વસ્તી ધરાવતા મોતાલ ગામના સરપંચ દ્વારા પોતાના ગામમાં પાણીની વ્યવસ્થા માટે ૩ બોર અને સિંચાઈના પાણી માટે ૬ કુવા અગાઉથી જ રીચાર્જ કરાવવામાં આવ્યા છે.

    જે પૈકીના ૧ બોરમાંથી રોજનું ૮૦૦૦૦ લીટર પાણી સંપમાં અને સંપમાંથી પાણીની મોટી ટાંકીમાં લઈ જવામાં આવે છે, અને આ ટાંકી મારફતે ગામના દરેક ઘરે ઘરે એમ ૧૩૫ નળ જોડાણો દ્વારા દરરોજ ૨ કલાક સુધી પાણી આપવામાં આવે છે.જયારે માનવી તો માનવી પણ ગામના ઢોર ઢાંખર માટે પણ હવાડાની સુવિધા કરવામાં આવી છે જેમાં પણ નિયમિતપણે પાણી ભરવામાં આવે છે, જેમાંથી પણ ઢોર ઢાંખર પાણી પીવે છે.

    પાણીની આ પ્રકારની સુવિધા પોતાના ગામમાં અને ઘર આંગણે જ ઉપલબ્ધ બનતા ગ્રામજનો પણ ખુબ જ ખુશીની લાગણી અનુભવે છે. સરપંચ દ્વારા કરવામાં આવેલા આગોતરા આયોજનની સાથે એજ જળ જાગૃતિ અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યું છે. જેમાં ગ્રામપંચાયતના તમામ સભ્યો દ્વારા ગામના દરેક ઘરે ઘરે જઈને પાણીનું મહત્વ સમજાવી તેનો સાચવીને ઉપયોગ કરવાની જાણકારી આપવામાં આવે છે,

    તેમજ ગામમાં કોઈ પણ દ્વારા પાણીનો બગાડ કરવામાં આવે તો તેની સામે શિક્ષાત્મક કાર્યવાહીના ભાગરૂપે તેનું પાણીનું કનેક્શન પણ ૭ દિવસ માટે કાપી નાખવામાં આવે છે . ત્યારે મોતાલ ગામના તમામ ગ્રામજનો સરપંચ દ્વારા ચલાવવામાં આવતા જળ જાગૃતિ અભિયાનમાં સંપૂર્ણપણે સાથ આપવામાં આવે છે અને પાણીનો ગામમાં કોઈપણ પ્રકારે વ્યય થવા દેવાતો નથી.

  • Drinking water through the tap connecting at home at home in the catarat
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

Trending

વીડિયો વધુ જુઓ