ભાજપના નેતા જયંતિ ભાનુશાલી સામે કાર્યવાહી કરવા રજૂઆત

પંચમહાલ જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા નિવાસી કલેક્ટરને આવેદન

Bhaskar News

Bhaskar News

Divyabhaskar.com | Updated - Aug 05, 2018, 01:51 AM
Demonstrate action against BJP leader Jayanti Bhanushali

ગોધરા: પંચમહાલ જિલ્લા મહિલા કોંગ્રેસ સમીતી દ્વારા બળાત્કાર જેવી શરમજનક ઘટના અંગે નિવાસી કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યુ હતુ.અને ગુનેગાર સામે પોલીસ ફરીયાદ સાથે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. પંચમહાલ જિલ્લા મહિલા કોંગ્રેસ સમીતીના પ્રમુખ પ્રિયંકા પરમાર તથા મહિલા કાર્યકરો દ્વારા ગુજરાતમાં બળાત્કાર જેવી શરમજનક ધટના અંગે નિવાસી કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યુ હતુ.જેમા જણાવ્યુ હતુ કે સરકાર મહિલા સશક્તિકરણ, મહિલાઓને અધિકાર, નારી સન્નમાનની વાતો કરે છે.

પાર્ટીના કોઇ નેતા હોદ્દો આપવાની લાલચે બળાત્કાર જેવી ધટનાને અંજામ આપે છે. આવી એક બનેલી ધટનામાં ભાજપાના નેતા જયંતિ ભાનુશાળીની સામે પોલીસ ફરીયાદ કરવામાં આવે અને કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. અને વધુમાં જણાવ્યુ હતુ કે આ દિશામાં કાર્યવાહી કરવામાં નહી આવે તો ભવિષ્યમાં જલદ કાર્યક્રમ આપવાની ફરજ પડશે.

X
Demonstrate action against BJP leader Jayanti Bhanushali
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App