દાહોદની નૃત્યાંગનાએ યુરોપીય દેશોમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું, રાજસ્થાની ઘુમ્મરનું પ્રદર્શન

જૂથને વિશિષ્ટ એવોર્ડ એનાયત : શ્રેષ્ઠ જૂથ તરીકેનું બીજું ઇનામ પ્રાપ્ત થયું

DivyaBhaskar.com | Updated - Sep 03, 2018, 03:16 PM
Dahod Women Represented India In European Countries WIth Ghoomer Dance

દાહોદ: દાહોદની યુવતી પૂજા જોશીએ યુરોપ ખાતે યોજાયેલી આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ઉત્તમ પ્રદર્શન કરી દાહોદ અને દેશનું નામ રોશન કર્યું છે. અમદાવાદની રંગસાગર પરફોર્મિંગ આર્ટસ નામે સંસ્થાના બેનર હેઠળ ભારત વતી યુરોપના દેશોમાં યોજાયેલી આ સ્પર્ધામાં બે ગ્રુપમાં મળીને કુલ 57 કલાકારોની ટીમ ગઇ હતી. ઉલ્લેખનીય છે કે આ 57 પૈકી 52 કલાકારો ગુજરાતી હતા.


યુરોપના ચેક રિપબ્લિક અને પોલેન્ડ નામે દેશમાં નૃત્ય, ગાયકી અને મલખમ્ભ નૃત્ય સંદર્ભે આયોજિત સ્પર્ધામાં સતત બે સપ્તાહ સુધી ભારતનું પ્રતિનિધિત્વ કરતી આ ટીમના એક સદસ્યા પૂજા હાર્દિકકુમાર જોશી, દાહોદના છે. આ ટીમને ચેક રિપબ્લિક દેશમાં શ્રેષ્ઠ જૂથ તરીકેનું બીજું ઇનામ પ્રાપ્ત થયું હતું. તો આ જ ટીમના અન્ય સદસ્યોએ પોલેન્ડમાં સોલો ગીતની સ્પર્ધામાં દ્વિતીય ક્રમાંક મેળવ્યો હતો. અને પોલેન્ડમાં જ દાહોદની યુવતીએ પોતાના ગ્રુપ સાથે યુરોપમાં આયોજીત આંતરરાષ્ટ્રીય ઇવેન્ટમાં ઉત્કૃષ્ઠ પ્રદર્શન કર્યુ હતું.


આ ઇવેન્ટમાં કુલ 14 દેશોએ ભાગ લીધોહતો. ભારતનું પ્રતિનિધિત્વ કરતા 57 કલાકારો સાથે અન્ય દેશના કલાકારો મળી એકસાથે 113 કલાકારોએ યુરોપના દેશોમાં નૃત્યની એક કલાકારી પ્રસ્તુત કરી એક નવતર વૈશ્વિક કીર્તિમાન પ્રસ્થાપિત કર્યો છે. આ પૂર્વે આ ગ્રુપે કેનેડા, જર્મન, યુકે, સ્પેઇન, ફ્રાંસ, ચેક રિપબ્લિક, પોલેન્ડ, યુ.એ.ઇ., મલેશિયા, થાઇલેન્ડ, ચાઇના, તુર્કી અને અન્ય દેશોના મળીને લગભગ 34 જેટલા આંતરરાષ્ટ્રીય નૃત્યપર્વોમાં ભાગ લીધો છે.

મારા માટે ગૌરવની વાત છે
રંગસાગર પર્ફોમિંગ આર્ટ્સસંસ્થાના ડાયરેક્ટર નરેશ પટેલના ઉત્સાહી માર્ગદર્શનમાં ડાન્સ અને સંગીત દ્વારા સમગ્ર વિશ્વમાં તમામ ભારતીય સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રસ્તુત કરે છે. જેના બેનર હેઠળ મને પણ આ વર્ષે તક મળી તે મારા માટે ગૌરવની વાત છે.પૂજા જોશી, કલાકાર

X
Dahod Women Represented India In European Countries WIth Ghoomer Dance
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App