Home » Daxin Gujarat » Latest News » Godhra » Crores of scam caught In internal audit of the BOB

BOBના આંતરીક ઓડિટમાં ઉચાપતની ગંધ આવતાં કરોડોનું કૌભાંડ પકડાયું

Divyabhaskar.com | Updated - Aug 04, 2018, 02:38 AM

બે બેંક મેનેજરે કરેલી લાખો રૂપિયા આર્થિક હેરાફેરીનો પર્દાફાસ: 20 ખાતામાં લાખો રૂપિયા ઠલવાયા

  • Crores of scam caught In internal audit of the BOB
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    ગોધરા: ગોધરા ઝોનમાં સમાવેશ થતી અને મહીસાગર જીલ્લાના કડાણા તાલુકાના દિવડા કોલોની ખાતે આવેલ બેંક ઓફ બરોડાના બે કર્મચારીઓએ મીલીભગત કરીને બેંકના આંતરીક એકાઉન્ટમાં ખોટી એન્ટ્રીઓ પાડીને તેમના સંગા-સબંધી અને મિત્રોના ખાતામાં લાખો રૂપીયા ટ્રાન્સર્ફર કરીને ઉપાડી લીધા હોવાનું બેંકના આંતરીક ઓડીટમાં સમગ્ર ઉચાપતની ગંધ આવતાં ગોધરાના રીઝનલ મેનેજરે સીબીઆઇને સમગ્ર તપાસ સોપતાં સીબીઆઇએ તપાસમાં 17.43 કરોડની ઉચાપત બહાર આવતાં ગોધરાના રીઝનલ મેનેજરે સીબીઆઇમાં બંને મેનેજર દ્વારા 17.43 કરોડની ઉચાપત કરી હોવાની ફરીયાદ ગાંધીનગર સીબીઆઈમાં નોધાવતાં સીબીઆઇએ ફરીયાદ નોધીને બંને કર્મચારી મનહરસિંહ મીણા અને ભાસ્કર સતીષકુમારની ધરપકડ કરતાં ચકચાર મચી જવા પામ્યો હતો.


    બેંક ઓફ બરોડાના ગોધરા ઝોનમાં સમાવેશ થતી અને મહીસાગર જીલ્લાના દિવડા કોલોની ખાતે આવેલ બેંક ઓફ બરોડાની બ્રાન્ચમાં રૂપિયા 17.43 કરોડની ઉચાપત થયા અંગેની ફરિયાદ ગોધરા ઝોનના જનરલ મેનેજર વિવેક શુક્લા દ્વારા ગાંધીનગર સીબીઆઈમાં કરવામાં આવી છે. ફરિયાદમાં દર્શાવવામાં આવેલી વિગતો પ્રમાણે 31 ડિસેમ્બરથી 30 એપ્રિલ 2018ના સમયગાળા દરમિયાન દિવડા કોલોની ખાતે આવેલ બેંક ઓફ બરોડાની બ્રાન્ચમાં થયેલા વ્યવહારોનું ઓડીટ રીજનલ ઓફીસ દ્વારા કરવામાં આવતા કરોડોની ઉચાપત કરવામાં આવી હોય તેવી ચોકાવનારી વિગતો બહાર આવવા પામી હતી.


    જેમાં બ્રાન્ચના કેશિયર મનમોહન મીણા અને એકાઉટન્ટ ભાસ્કર સતીષકુમાર દ્વારા બેન્કના ઇન્ટરનલ ખાતાઓમાંથી ડુપ્લીકેટ એન્ટ્રીઓ કરી દિવડા ગામના જ અલગ અલગ વ્યક્તિઓના સેવિંગ તેમજ કરંટ ખાતાઓમાં ટ્રાન્સફર કરી દીધા હોવાનું બેન્કના ઓડીટ દરમિયાન બહાર આવ્યું હતું. જેમાં બેન્કના તે સમયના કેશિયર અને એકાઉટન્ટ દ્વારા બેન્કના આંતરિક નાણાકીય વ્યવહારોની ખોટી અને બનાવતી એન્ટ્રીઓ કરી તેને પ્રમાણિત કરી આ ઉચાપત કરી હતી. જેમાં દિવડા કોલોની તેમજ આજુબાજુના વિસ્તારના 20 વ્યક્તિઓના વ્યક્તિગત તેમજ ધંધાકીય નાણાકીય વ્યવહારો માટે આ શાખામાં ખોલવામાં આવેલા ખાતાઓમાં ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા હતા અને આ 20 લોકો દ્વારા પણ તે રકમને પોતાના ખાતામાંથી ઉપાડી પણ લેવામાં આવી હતી.


    બેન્કના ઓડીટ દરમિયાન જે વિગતો બહાર આવી છે તેમાં 20 અલગ અલગ ખાતાઓમાં થઈને કુલ થઇને રૂ. 17,49,41,311 ખોટી એન્ટ્રીઓ કરી અને તેને પ્રમાણિત કરી ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા છે. સમગ્ર બાબતની ગંભીરતાને લઈને બેંક ઓફ બરોડા રીજનલ બ્રાન્ચના જનરલ મેનેજર દ્વારા સમગ્ર બાબતની ફરિયાદ સીબીઆઈ ગાંધીનગર ખાતે નોધાવવામાં આવી છે. તેમજ આ ઉચાપત કરનાર બેન્કના બંને કર્મચારીઓને ફરજ મોકૂફ કર્યા હતા. સીબીઆઈ દ્વારા આ બેંક ઓફ બરોડા ની દિવડા કોલોની શાખામાં થયેલી ઉચાપત બાબતે ફરિયાદ નોધી બંને કર્મચારીઓની ધરપકડ પણ કરી લેવામાં આવી છે. ત્યારે હવે જોવાનું રાહ્યું કે આ સમગ્ર મામલમાં હજુ કોની કોની સંડોવણી બહાર આવે છે.


    બંને બેંક કર્મચારીઓએ બેંકના ઇન્ટર એકાઉન્ટમાં ખોટા વાઉચરથી કરોડો રૂપિયા તેમના મળતીયાના એકાઉન્ટમાં જમા કરવીને ઉપાડી લઇને મનમોહન મીણા અને ભાસ્કર સતીષકુમાર તેઓના મળતીયાઓ સાથે મહિસાગર જિલ્લા અને અન્ય જગ્યાએ પ થી 10 ટકા લેખે વ્યાજે રૂપિયા ફેરવતા હોવાનું જાણવા મળી રહ્યુ઼ છે. જેમાં કેટલાક લોકો વ્યાજ અને મુળ મુડી પચાવીને કરોડો રૂપિયા ના આસામી બની ગયા હોવાનું દિવડા કોલોનીમાં ચર્ચાઇ રહ્યું છે.વ્યાજે આપેલ ઉચાપતના પૈસા હાલ પણ બજારમાં છે તેમ દિવડા કોલોનીમાં ચર્ચાઇ રહ્યું છે.


    હાલ સીબીઆઈ તપાસ કરી રહી છે


    અમારી દિવડા કોલોની શાખાનો છે જે મહીસાગર જીલ્લામાં આવેલી છે , આ અમારા ધ્યાનમાં ત્યારે આવ્યું કે મેં મહિનામાં અમારા આંતરિક ઓડીટ દરમિયાન માલુમ પડ્યું કે અમારા ઓફીસ એકાઉન્ટ માંથી બંને બેંક કર્મચારીઓ દ્વારા બનાવટી એન્ટ્રી કરી અન્ય લોકોના ખાતામાં પૈસા ટ્રાન્સફર કર્યા છે , બાદમાં તે પૈસા ઉપાડી લેવામાં આવ્યા છે , આ મામલામાં મોટી રકમ હોવાથી અમે સીબીઆઈને આની ફરિયાદ આપી હતી જે આધારે તેઓ દ્વારા ઇન્ટ્રોગેશન કર્યા બાદ બંને કર્મચારીઓની ધરપકડ કરી છે અને હાલ સી બી આઈ તપાસ કરી રહી છે. - વિવેક શુક્લા, જનરલ મેનેજર, બેંક ઓફ બરોડા, ગોધરા રીજનલ

    આગળની સ્લાઇડ્સમાં વાંચો, બંને બેંક કર્મીઓ તાત્કાલિક સસ્પેન્ડ કરીને સ્થળ નહીં છોડવાનું જણાવ્યું....

  • Crores of scam caught In internal audit of the BOB
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    બંને બેંક કર્મીઓ તાત્કાલિક સસ્પેન્ડ કરીને સ્થળ નહીં છોડવાનું જણાવ્યું


    ગોધરા બેંક ઓડ બરોડના રીઝનલ મેનેજરને સમગ્ર ઉચાપતની જાણ થતાં મુખ્ય સુત્રધાર બ્રાન્ચના સિનયર મેનેજર મનમોહન મીણા અને જોઈન્ટ મેનેજર ભાસ્કર સતીષકુમારને તાત્કાલિક સસ્પેન્ડ કરી દઇને સ્થળ નહિ છોડવાનું જણાવ્યું હતું.તેમજ બેંકના મેનેજર પણ હાલ સસ્પેન્ટકરી દીધી હોવાનું જાણવા મળી રહ્યું છે. દિવળા કોલોની બ્રાંચમાં કરોડોની ઉચાપત થતાં દિવડા કોલોની શાખાનો તમામ સ્ટાફની બદલી કરી દેવામાં આવી હતી.

     

    આગળની સ્લાઇડ્સમાં વાંચો, આવનારા સમયમાં વધુ લોકોની સંડોવણી બહાર આવશે....

  • Crores of scam caught In internal audit of the BOB

    આવનારા સમયમાં વધુ લોકોની સંડોવણી બહાર આવશે


    દિવડા કોલોની બેંક ઓફ બરોડા બેંકના બ્રાન્ચના સિનયર મેનેજર મનમોહન મીણા અને જોઈન્ટ મેનેજર ભાસ્કર સતીષકુમારે બેંકના ઇન્ટરલ એકાઉન્ટમાં ખોટા વાઉચર બનાવીને કરોડો રૂપિયા તેમના મળતિયાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરીને કૌભાંડ આચર્યુ હતું.બે કર્મચારીઓ દ્વારા કરોડો રૂપિયાની ઉચાપતમાં અન્યની પણ સંડોવણી હોવાનું લાગી રહ્યુ છે. આવનારા સમયમાં સરકારી ખાતાના કર્મચારીઓથી લઇને બેંકના અન્ય કર્મચારીઓની સંડોવણી હોય તેવું ચર્ચાઇ રહ્યું છે. જેથી આવનારા સમયમાં સીબીઆઇ તપાસમાં વધુ લોકોની સંડોવણી બહાર આવશે તેવું બેંક સુત્રોમાં ચર્ચાઇ રહ્યું છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ