Home » Madhya Gujarat » Latest News » Panchmahal » Constituency in the case of a police constable on a woman prisoner in a sub-jail

સંતરામપુર જેલમાં મહિલા કેદી પર દુષ્કર્મનો મામલો, કહ્યું ટાંકણીઓ ખોસી, વીજ કરંટ આપતા

Divyabhaskar.com | Updated - Aug 12, 2018, 02:47 AM

પોલીસ મથકે લાવી રક્ષક જ ભક્ષક બનતા ગર્ભવતી બનાવ્યાની ફરિયાદ નોંધાઇ છે

 • Constituency in the case of a police constable on a woman prisoner in a sub-jail
  સંતરામપુર પોલીસ મથકમાં હત્યાની આરોપી સાથે દુષ્કર્મ કરનાર પો.કો.તથા સબજેલની ફાઇલ તસવીર નજરે પડે છે.

  ગોધરા: પ્રેમીના હત્યાની આરોપી સંતરામપુર જેલમાં સજા ભોગવી રહેલી મહિલા પર જેલની અંદર પોલીસકર્મીએ તેના બે સાગરીતોની મદદથી દુષ્કર્મ આચરીને ગર્ભવતી બનાવતા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા છે. આ ચકચારી પ્રકરણમાં મહિસાગરના પોલસ વડાએ સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમની રચના કરવામાં આવી છે. શુક્રવારે વિશ્વ જેલ દિવસ નિમિતે સંતરામપુર સબ જેલ ખાતે જિલ્લા સેસન્સ કોર્ટ ના જજ એચ.બી. રાવલ અને કલેકટર વાઘેલા અને મહીસાગર જિલ્લા પોલીસ વડા ઉષા રાડા, સબજેલ ની મુલાકાતે હતા તે દરમ્યાન આ મહિલા કેદી દ્વારા અધિકારીઓની હાજરીમાં લેખિતમાં દુષ્કર્મ ગુજાર્યાની રજૂઆત કરી હતી.

  પોલીસે 376(ડી), 323 તથા 114 મુજબ ફરિયાદ નોંધી હતી. તેમજ એલસીબી પોલીસ કોસ્ટેબલ મીનેષ ભુનેતરે યુવતીની દુષ્કર્મ ગુજાર્યુ હતુ. તેમજ અન્ય બે ઇસમોએ મદદગારી કરી હતી.. બનાવ અંગે પોલીસ વડા દ્વારા રેંજ આઈ જી ના માર્ગદર્શન હેઠળ એસ.આઈ.ટી ની રચના કરી જેમાં ૧ ડી.વાય.એસ.પી ,૧ પી.આઈ., અને ૧ મહિલા પોલીસ સબ ઇન્સ્પેકટર નિમણુંક કરી વધુ તપાસ સીટને સોપી છે.

  મહિલાની અગાઉ મેડિકલ તપાસ કરાવાઇ


  મહિલા આરોપીને ૬ દિવસના પોલીસ રિમાન્ડ બાદ 13 જૂન,11 જુલાઇ અને 13 જુલાઇના ૯ મહિલા પોલીસ કોન્સ્ટેબલ ની દેખરેખ હેઠળ સ્ટેટ હોસ્પિટલ, સંતરામપુર ખાતે મેડીકલ તપાસ કરી હતી. 26 જૂનના રોજ સીવીલ હોસ્પીટલ ગોધરા ખાતે રીફર પણ કરી હતી. 6જુલાઇ થી 8 ઓગસ્ટ સુધીમાં ૧૫ વાર અલગ અલગ અધિકારીઓએ સબજેલ ની મુલાકાત લીધી હતી પરંતુ આરોપી મહિલા દ્વારા કોઈ પણ પ્રકાર ની રજૂઆત કરવામાં આવી ન હતી.શુક્વારના રોજ આંતરરાષ્ટ્રીય જેલના દિવસે જીલ્લાના અધિકારીઓ સમક્ષ રજૂઆત કરી.

  યુવાનીના પગરણમાં જ પ્રેમીની હત્યા કરી હતી


  28 મેના સંતરામપુરના જીજ્ઞેશ પારગી ઉ.20ની સાથે દુષ્કર્મ પીડીત આરોપી મહિલાને પ્રેમ સંબંધ હોવા છતાં 4ની મદદથી ખંડેર સરકારી ક્વાટર્સનાં ત્રીજે માળે પ્રેમી જીજ્ઞેશને ચપ્પાના ઘા મારી ક્રુરતાપૂર્વક હત્યા કરી હતી.

  ઉપવાસી કેદીઓને સમજાવી ભોજન આપ્યું

  સબજેલમાં સજા કાપતી મહિલા ઉપર પોલીસ કર્મી દ્વારા રક્ષક જ ભક્ષક બનતા 80 જેટલા જેલના કેદીઓએ જમવાના સમયે બનાવ સબબે ઉપવાસ ઉપર ઉતરતા જેલરે બનાવની રજૂઆત થઇ છે, તપાસ ચાલુ છે અને ભૂખ્યા રહેશોતો બિમાર પડશોનું સમજાવતા કેદીઓએ ભોજન લીધું હતું.- વી.એસ.ખાંટ, જેલર, સંતરામપુર

  યુવતી દ્વારા કરવામાં આવેલી અક્ષરસઃ FIR

  હાલમાં હું સંતરામપુર સબ જેલમાં 302ના ગુનામાં સહઆરોપી તરીકે જેલમાં છું મે મહિનાથી 29 મી તારીખે પોલીસે મને સંતરામપુર પોલીસ સ્ટેશન પકડીને લાવવામાં આવી હતી. પોલીસ સ્ટેશનના એક રૂમમાં મને પુછપરછ માટે બેસાડી હતી. ત્યારે એક મેડમ પણ મારી પાસે બેઠેલા હતા. જે જીઆરડીવાળા મેડમ બાજુમાં હતા. મિનેષ પોલીસવાળા કે જેને હું ઓળખુ છુ કે જે પેટ્રોલીંગમાં નિકળતા હતા.

  અમારા ઘરે પાણી પીતા તેમજ તેમને મારા મમ્મી પપ્પા તથા હું એમને નામથી ઓળખીએ છીએ, તેણે પોલીસ સ્ટેશનરૂમમાં જીઆરડીવાળા મેડમ હતા. તેમને મારે આ છોકરીને પુછપરછ કરવી છે તેમ કહીને તે મેડમને બહાર જવાનું કહ્યુ અને તમની સાથે બે માણસો હતા તેમને હું ઓળખતી નથી. ત્યાર બાદ મિનેષ એલસીબીવાળાએ દરવાજાની સ્ટોર અંદર બંધ કરી દીધો હતો. ત્યાર બાદ લાકડી, પટ્ટો,પાઇપ તથા પગના તળીયે મને મારી હતી. તેમજ પગ અને હાથની આંગળીમાં ટાંકણીઓ મારી હતી.

  ત્યાર બાદ મને બે હાથની બે આંગળીએ વાયર બાંધી કરંટ આપ્યો હતો ત્યાર બાદ કાન ઉપર વાયર વિટાળી મને કરંટ આપ્યા મને કરંટ આપવાના કારણે અને મારવાના કારણે હાથ ફુલી ગયેલા પછી બહારથી બરફ લાવી હાથ પર ઘસી દીધો હતા. ત્યાર બાદ મને લાકડાની બેચ ઉપર સવડાવી પાઇપ અને લાકડી તથા જાડા પટ્ટાથી મને ઢોર માર્યો એ દરમિયાન બીજા બે માણસો સાથળના ભાગે પકડી રાખી ઢોર માર માર્યો તથા મને ઉંઘી સુવડાવીને ઢોર માર માર્યો હતો. ત્યાર બાદ અંદાજે બે ત્રણ દિવસ પછી મિનેષ અને પોલીસના બે માણસો એ જ રૂમમાં આવેલા એ પછી મને કપડા ઉતારવા કહ્યું હતુ અને બળજબરી કરીને દુષ્કર્મ કર્યું હતું અને પેલા બે પોલીસવાળા માણસો બારણા પાસે ઉભા રહ્યા હતા.

  પછી મનિષે મને કહ્યું કે કપડા પહેરી દે ત્યાર બાદ એ ત્રણ લોકો બહાર નિકળી ગયેલા, પછી જીઆરડીવાળાબેને રૂમમાં આવી ગયેલા આ બનાવ લગભગ બપોરના સમયે ત્યાર બાદ ત્રણેવ લોકો જતા રહ્યા હતા. ત્યાર બાદ બીજા દિવસે મને આવીને કહેલ કે તારા પપ્પા લુણાવાડા પોલીસ મથકમાં છે અને અમેણે કબુલી લીધુ છે તો તુ કેમ એમનું નામ નથી લેતી એમ કહીને મને જુઠ્ઠુ બોલીને મારા પપ્પાનું કાકાનું ખોટુ નામ લખાવડાવેલુ.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ