ગુરુપુજન અને ગુરુવંદના સાથે ધામધૂમપૂર્વક ગુરુપૂર્ણિમાની ઉજવણી,નારાયણબાપુના આશ્રમમાં CM પહોંચ્યા

ગુુરુ પૂર્ણિમા નિમિતે કેવલાનંદજી બાબાના દર્શનાર્થે ભક્તોની ભારે ભીડ જામી હતી

Divyabhaskar.com | Updated - Jul 28, 2018, 03:09 AM
CM Vijay Rupani Reached Narayanbapu Ashram

હાલોલ: ગુરુપુર્ણિમાંના દિવસે યાત્રાધામ પાવાગઢની તળેટીમાં આવેલ નારાયણ ધામ તાજપુરા ખાતે શ્રી નારાયણ આઈ હોસ્પિટલના નવીન ત્રણ વોર્ડના લોકાર્પણ પ્રસંગે રાજ્ય ના મુખ્યમંત્રી વિજય રૂપાણી આવ્યા હતા.જ્યાં તેમના વરદ હસ્તે ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું.


તાજપુરા ખાતે આવેલ નારાયણ ધામ જ્યાં ૧૯૭૬ની સાલથી આંખની હોસ્પિટલ કાર્યરત છે જેનો અત્યાર સુધી માં ૧૧ લાખ દર્દીઓ એ નિશુલ્ક લાભ લીધો છે. હાલ માં આ હોસ્પિટલ નો વિસ્તાર વધારી ને ૨૫૦ બેડના નવા ત્રણ વોર્ડ બનાવવા માં આવેલ છે જેના લોકાર્પણ માટે રાજ્ય ના મુખ્ય મંત્રી વિજય રૂપાણી તાજપુરા ખાતે આવ્યા હતા અને તેઓ ના હસ્તે ૨૫૦ બેડ ધરાવતા નવા વોર્ડ નું લોકાર્પણ કરાયું હતું.

પૂજ્ય નારાયણ બાપુ સંત દ્વારા જંગલ વિસ્તાર માં વર્ષો અગાઉ આશ્રમની સ્થાપના કરવા માં આવેલ અને ધાર્મિક કાર્યોની સાથે સાથે આ આશ્રમ માં ૧૯૭૬ ની સાલમાં આઈ હોસ્પિટલ ની સ્થાપના કરવા માં આવી હતી. અને આસપાસના ગરીબ દર્દીઓ ને આંખ ની તકલીફો ની નિશુલ્ક સારવાર થાય તે હેતુ શરુ કરાયેલ આ શ્રી નારાયણ આઈ હોસ્પિટલ માં આત્યાર સુધી ૧૧ લાખ દર્દીઓ એ સારવાર લીધી છે અને તે પણ નિશુલ્ક આજે ગુરુપૂર્ણિમા ના પાવન પર્વે જયારે લાખો અનુયાયીઓ અને ભક્તો પૂજ્ય નારાયણ બાપુ આશ્રમ ના દર્શનાર્થે આવતા હોય છે.

સી.એમ રૂપાણી એ બાપુ ની દિવ્યપર્ણ કુટીર ના દર્શન કર્યા હતા ગુફામાં પાદુકા પૂજન બાદ પ્રસંગોચિત ઉદબોધન માં મુખ્ય મંત્રી વિજય રૂપાણી એ પોતાને આવા પાવન પ્રસગે આવવાનો મોકો મળ્યા બદલ ધન્યતા અનુભવી હતી દરિદ્ર નારાયણની સેવા એજ ઈશ્વરની સેવા છે. ગુરુપૂર્ણિમા દિવસે તાજપુરા આવેલ મુખ્યમંત્રી અને લાખોની સંખ્યા માં આવેલ ભક્તો ની સુરક્ષા અને સલામતી માટે જિલ્લા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો અને કાર્યકમ માં નવનિયુક્ત રેન્જ આઇ. જી.મનોજ સસીધર.જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાં સહિત ઉપસ્થિત રહ્યા હતા

તસવીરો જોવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો....

CM Vijay Rupani Reached Narayanbapu Ashram
CM Vijay Rupani Reached Narayanbapu Ashram
X
CM Vijay Rupani Reached Narayanbapu Ashram
CM Vijay Rupani Reached Narayanbapu Ashram
CM Vijay Rupani Reached Narayanbapu Ashram
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App