Divya Bhaskar

Home » Madhya Gujarat » Latest News » Panchmahal » Chota Udaipur District Rural Development Agency Hygiene banner insulting a national symbol

છોટાઉદેપુર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સ્વચ્છતા બેનરમાં રાષ્ટ્રીય ચિન્હનું અપમાન

Divyabhaskar.com | Updated - Aug 17, 2018, 12:55 AM

સ્વચ્છતા બાબતના સૂત્રોમાં અશોક સ્તંભ નીચે દોરવામાં આવ્યો : પોલીસ દ્વારા સ્થળ તપાસ કરી ગુન્હો દાખલ કરવો જોઈએ

  • Chota Udaipur District Rural Development Agency Hygiene banner insulting a national symbol

    નસવાડી: છોટાઉદેપુર જિલ્લા ગ્રામ વિકાસ એજનસી દ્વારા સ્વચ્છતા બાબતના સૂત્રોમાં રાષ્ટ્રીય ચિન્હ અશોક સ્તંભનું અપમાન કરાયું. રાજ્યમાં સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે લોક જાગૃતિ આવે તે માટે હાલ છોટાઉદેપુર જિલ્લા ગ્રામ વિકાસ એજનસીના નિયામકની સૂચના મુજબ ગામડાની પ્રાથમિક શાળા તેમજ સરકારી મિલકત પર જે બેનર દોરવામાં કરવામાં આવ્યા છે. તેમાં રાષ્ટ્રીય ચિન્હ અશોક સ્તંભને નીચે દોરવામાં કરવામાં આવ્યું છે. અશોક સ્તંભનું દોરવામા આવતા હોવા છતાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક દ્વારા કોઈપણ જાતની દેખરેખ રખાઈ નથી.

    સ્વચ્છતાના બેનર સૂત્રો દોરવાનું 20 લાખથી વધુનું ટેન્ડર હોવા ભારત દેશ આઝાદ થયા બાદનું ચિન્હ છે સત્યમેવ જયતે આ ચિન્હની નીચે લખાય છે. એનો મતલબ સત્ય એકલું નથી અને વિજય થાય છે. આ રાષ્ટ્રિય ચિન્હનું અપમાન છે જેના કારણે રાષ્ટ્રનું પણ અપમાન છે જે વ્યક્તિઓએ આ ચિત્ર દોરેલ તેમની સામે પગલાં ભારતીય બંધારણની જોગવાઈનો છડેચોક ભંગ છે. આ બાબતની ગંભીર નોંધ લેવી જોઈએ. આવા રાષ્ટ્રીય ચિન્હ દોરવા ન જોઈએ. સદર ચિન્હનો યોગ્ય સ્થળે યોગ્ય રીતે ઉપયોગ ન થાય તો રાષ્ટ્રીય ચિન્હ એક્ટનો ગુન્હો બને તેવી કાયદામાં જોગવાઈ છે. સુપ્રીમ કોર્ટ અને હાઈ કોર્ટમાં ન્યાયની પ્રક્રિયા થાય છે આ ચિન્હ પર થાય છે આ ચિન્હ ભારત દેશની શાન છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending