મકાન સળગી ગયું, રાખમાંથી શોધ્યા બચાવેલા સિક્કા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નસવાડીઃ નસવાડી તાલુકાના કસુંબીયા ગામની સીમમાં એક વૃધ્ધ દંપતિ રહે છે. તેમને કૂલ 6 દિકરાઓ છે પરંતુ હાલ તેમની સાથે એખ દિકરો રહે છે. સાથે ગામની જમીનમાં ભાગે ખેતી કરી પરિવારનું ગુજરાત ચલાવે છે. ત્યારે રોજીંદા ખર્ચ બાદ થતી બચતને તેમણે માટલી અને પતરાની પેટીમાં રાખી ઘરમાં જ જમીનમાં દાટીને રાખી હતી. જોકે એક શખ્સે તેમનાં ઘરને આગ લગાવી દેતાં તમામ ઘરવખરી બળીને ખાક થઈ ગઈ હતી. જ્યારે તેમની બચતની મૂડીમાંથી માત્ર કેટલાંક સિક્કા જ બચ્યા હતા. જેને પણ રાખમાંથી શોધવા પડ્યા હતા. વૃધ્ધ દંપતિની ફરિયાદના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

 

વૃદ્ધ દંપતિનો આશરો એવી ઝૂંપડી સળગાવી દેવાઈ

 

નસવાડી તાલુકાના કસુંબીયા ગામની સીમમાં પાંગલિયા ડું ભીલ અને પત્ની સિવલી પાનીયા ડું ભીલ ભાગે ખેતી કરીને ગુજરાન ચલાવે છે.  આ વૃદ્ધ દંપતિને કુલ 6 પુત્રો છે. જેમાં 3 કુકરદા, 1 બખર, 1 કાઠિયાવાડ અને 1 માતા-પિતા સાથે રહે છે. સોમવારની રાત્રે પાણીમહુડાનો ગોરધન ભીલ વૃદ્ધ દંપતિ પાસે આવ્યો હતો. જેણે વૃદ્ધ દંપતિ પાસે બેઠા બાદ વાતો કરી થોડો સમય વિતાવ્યો હતો. બાદમાં કોઈ કારણોસર તેણે જતાં જતાં વૃદ્ધ દંપતિ પાસેથી જ માચીશ લઈ વૃદ્ધ દંપતિનો આશરો એવી ઝૂંપડી સળગાવી ફરાર થઈ ગયો. 

 

વૃધ્ધ દંપતિએ પોલીસમાં નોંધાવી ફરિયાદ

 

કસુંબીયાના પાંગલિયા ડું ભીલ અને સાથે રહેતી સિવલી પાનીયા ડું ભીલના ઘડપણ માટે ઘરમાં જ જમીનમાં અલગ અલગ ખૂણા પર માટીની માટલીમાં 1,2,5 રૂપિયાનું પરચુરણ ભેગું કરતા હતા. જે પરચુરણ પણ તકેમનું ઘર સળગતા બળી ગયું હતું. નસવાડી પોલીસે વૃદ્ધ દંપતિની ફરિયાદ લઈ તણખલા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો છે .

 

વધુ વિગતો વાંચો આગળની સ્લાઈડ્સમાં....

અન્ય સમાચારો પણ છે...