Home » Madhya Gujarat » Latest News » Panchmahal » body of the child buried for the Tantric system, Bad Work with Died Body

અંધશ્રદ્ધાનું ભૂત: તાંત્રિક વિધી માટે બાળકીના દફનાવેલા મૃતદેહને બહાર કાઢી છેડછાડ કરાતાં હોબાળો

Divyabhaskar.com | Updated - Aug 23, 2018, 01:06 AM

એક દિવસ અગાઉ જ છોટાઉદેપુરના ઝરી ગામના પરિવારે 50 કિ.મી. દૂર આવી બાળકીની અંતિમ વિધી કરી હતી

  • body of the child buried for the Tantric system, Bad Work with Died Body
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    આદિવાસી પંથકમાં અંધશ્રદ્ધાનું ભૂત હજુ પણ ધુણે છે

    ઘોઘંબા: છોટાઉદેપુરના જેતપુર પાવીના દિનેશ ભાઇને બે વર્ષની પુત્રી કુદરતી કારણથી મૃત્યુ થતાં 50 કી.મી દુર ઘોઘંબાના સરસવા ગામના કોતર પાસે આવેલ સ્માશાનમાં દફનાવામાં આવી હતી. દફનાવ્યાના એક દિવસ બાદ ભુવાએ ખાડો ખોદીને દફનાવેલી બાળકીના મુતદેહને બહાર કાઢીને તાંત્રીક વિધી કરીને મુતદેહ સાથે છેડછાડ કરીને મૃતદેહ બહાર મુકીને જતો રહ્યો હતો. બનાવની જાણ દિનેશભાઇ તથા ગામજનો ધટના સ્થળેદોડી આવીને બનાવની જાણ પોલીસને કરી હતી.

    પોલીસે ઘટના સ્થળે જઇ બહાર ખુલ્લામાં પડી રહેલી બાળકીના મૃતદેહને પુન: દફનાવી માનવતા દાખવી હતી. પોલીસે તાંત્રીક વિરુદ્ધ રાજગઢ પોલીસ સ્ટેશનમાં ગુનો નોધીને ફરાર તાંત્રિકને પકડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. છોટાઉદેપુરના પાવી જેતપુર તાલુકાના ઝરી ગામના દિનેશભાઇ ચામકભાઇની માસુમ દિકરી જશુબેનનું કુદરતી અવસાન તા.19 ઓગસ્ટના રોજ બિમાર પડતાં તેનું કુદરતી મોત થયુ હતુ. અને તેઓએ 50 કી.મી દુર ઘોઘંબાના સરસવા ગામના કોતરની બાજુના સ્મશાનમાં તા.20 ઓગસ્ટના રોજ રાઠવા જ્ઞાતિના રિવાજમુજબ બાળકીને દફનાવવામાં આવી હતી.

    બાળકીને દફનાવ્યાના એક દિવસ બાદ છોટાઉદેપુરના ઝરી ગામનો ભુવા જાગરીયા અને બડવાની તાંત્રિક વિધિ કરતો તાત્રીક અમરસીંગ ફતાભાઇ રાઠવા તા.21 ઓગસ્ટે અંધારૂ થયા બાદ સરસવાના સ્મશાનમાં આવ્યો અને બાળકીના મૃતદેહને ખાડો ખોદી બહાર કાઢી મૃતદેહ સાથે છેડછાડ કરતો હતો. આ વખતે ગામ લોકો જોઇ જતા તે ભાગી ગયો હતો.

    આ બનાવની જાણ ઝરી ગામે બાળકીના પરિવારને થતા તેઓ સરસવા આવ્યા અને સ્મશાનમાં બાળકીનો મૃતદેહ ખુલ્લામાં પડેલો જોતા અંચબામાં પડી ગયા હતા. બનાવની જાણ પોલીસને કરતાં તપાસ અધિકારી આકાશ પરમાર તથા સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

    પંચનામુ કર્યા બાદ બાળકીના મૃતદેહને પુન: વિધિસર દફનાવી દેવામાં આવ્યો હતો. રણછોડભાઇ રાઠવાએ રાજગઢ પોલીસ સ્ટેશન ફરીયાદ નોંધાવી હતી. બનાવ અંગે ઘોઘંબા પીએસઆઇ જે.એન.ગઢવીએ તાત્રીક અમરસીંગ ફતાભાઇ રાઠવા વિરુદ્ધ ફરીયાદ નોધી તેની ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે.

    વધુ તસ્વીરો અને માહિતી માટે આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરો...

  • body of the child buried for the Tantric system, Bad Work with Died Body
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    50 કિ.મી. દૂરથી આવી મૃતદેહને દફનાવાયો

    સાત ગામના રાઠવા સમાજ દ્વારા તેઓના ધરે કોઇનું મરણ થઇ જાય તો તેઓના સમાજ દ્વારા સાત ગામનું સંયુકત સ્મશાન વર્ષોથી સરસવા ગામ પાસે ફાળવવામાં આવ્યુ છે. જેથી 50 કિ.મી.દુર રહેતાં પાવીજેતપુરના ઝરી ગામની બાળકીના મૃતદેહને સરસવા ગામ પાસે આવેલ કોતર પાસેના સ્માશાનમાં લાવી તેની વિધિ કરવામાં આવી હતી.

  • body of the child buried for the Tantric system, Bad Work with Died Body
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    હાલમાં પણ આદિવાસી પરિવારો અંધશ્રદ્ધામાં માને છે

    દેશ અને દુનિયા એકવીસમાં સદીમાં પ્રવેશ્યા છતાં અમુક આદિવાસી પરિવારો આજે પણ અંધશ્રદ્ધામાં અને ભુવા જાગરીયા બડવાની પ્રવૃતિમાં રાચતા જોવા મળે છે. અને સરસવા ખાતેનો બનાવ તેનો જીવતો જાગતો દાખલો છે.

  • body of the child buried for the Tantric system, Bad Work with Died Body
    આંબાના ઝાડ નીચે કોઇક તંતર મંતર બોલતુ હતુ

    સાહેબ એ દિવસે હું ઘાસ લેવા ખેતરમાં જતો હતા. ત્યાં કોતર પાછળના આબાના ઝાડ નીચે કોઇક તંતર મંતર બોલતુ હોય તેમ લાગતા જઇને જોતા અરેરાટી ઉપજે તેવુ દ્રશ્ય ત્યાંનું જોઇ બુમાબુમ કરતો હુ઼ ઘર બાજુ દોડયો લોકોને બોલાવી ભેગા કરતા તાંત્રિક વિધિ કરનાર ભાગી ગયો હતો. -રામસીંગ રાઠવા, સ્થાનિક રહીશ

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ