Home » Madhya Gujarat » Latest News » Panchmahal » Between Saturday and Hanuman Jayanti, the devotees reunite in temples

શનિવાર અને હનુમાન જયંતીના સમન્વય વચ્ચે ભક્તો મંદિરોમાં ઉમટ્યા

Divyabhaskar.com | Updated - Apr 01, 2018, 02:26 AM

ઘેલવા હનુમાનજી મંદિર હનુમાન જયંતિએ ભકતો ઉમટયા હતા.

  • Between Saturday and Hanuman Jayanti, the devotees reunite in temples
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    ગોધરામાં સુંદરકાંડ, હવન તથા ભંડારાનું આયોજન

    ગોધરા: શનિવાર અને હનુમાન જયંતીના સન્મવય વચ્ચે ગોધરા સહિતના જીલ્લાભરમાં હનુમાન જયંતિની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ગોધરાના વાવડીબુર્ઝગ, સાંપા ગામે આવેલ હનુમાનજી મંદીર, હમીરપુર,અંકલેશ્વર મહાદેવ મંદીર સહિતના મંદીરોએ હનુમાન જયંતિને અનુલક્ષીને હવન, સુંદરકાંડ તથા મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યુ હતું. વહેલી સવારથી જ ભક્તોનો મંદિરમાં ધસારો જામ્યો હતો. જ્યારે પંચમહાલ જીલ્લા તથા મહિસાગર જીલ્લાના આસ્થાના કેન્દ્ર સમા ઝંડ હનુમાન મંદિરે તથા મલેકપુર મંદિરે દર્શનાથે મોટી સંખ્યામાં ભક્તોનો ધસારો જોવા મળ્યો હતો.


    ચૈત્રી પૂનમ એટલે હનુમાન જયંતિ તરીકે ઉજવાય છે. અને શ્રીરામભક્ત અંજનીપુત્રની જયંતિને લઇને વર્ષોથી ભક્તો દ્રારા અત્યંત શ્રધ્ધાભેર ઉમજણી કરવામાં આવતી આવેલ ગણેશજી, મહાસાસુરની ભગ્નાવાસની મૂર્તિઓ સમૃદ્ધ ભૂતકાળની જાહોજલાલીની યાદ અપાવે છે. કાલોલ તાલુકાના સણસોલી ગામે આવેલા અતિપૌરાણીક હનુમાનજીના મંદિરે આજુબાજુના વિસ્તારોમાંથી લોકો મોટીસંખ્યામાં ઉમટયા હતા. હનુમાન જયંતી અને શનિવારનો સમન્યવય હોવાથી ભકતોનો ઉત્સાહ બેવડાઇ ગયો હતો. અને લોકો હનુમાન ચાલીસાના પાઠક કરતા કરા મંદિરની પ્રદિક્ષીણા ફરતા જોવા મળ્યા હતા.

    વધુ તસવીરો અને માહિતી માટે આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરો...

  • Between Saturday and Hanuman Jayanti, the devotees reunite in temples
    ચૈત્રી પૂનમ અને હનુમાન જયંતીએ મંદિરો ઉભરાયા

    ચૈત્રી પુનમ અને હનુમાન જયંતિ નિમિતે હાલોલ સ્થિત આવેલ શ્રી બાલાભોળા હનુમાનજી મંદિરે આજે 11 કુંડી મારૂતી યજ્ઞ યોજાયો હતો. અને ભંડારાનું આયોજન કરાયુ હતુ. બાલાભોળા હનુમાનજીની બેન્ડવાજા ઢોલ નગારા સાથે નિકળેલી શોભાયાત્રામાં મોટીસંખ્યામાં નગરજનો જોડાયા હતા.  
    પાવાગઢના ટપલાવાવ હનુમાનજીના મંદીરે પણ આખો દિવસ લોકોએ દર્શન માટે લાઇનો લાગી હતી. હાલોલના કંજરી રોડ પર હનુમાનજીના મંદિરે  અખંડ રામાયાણના પાઠ કરાયા હતા. અને ભંડારાનું આયોજન કરવામા આવ્યુ હતુ. સાથે સાથે મારૂતી યજ્ઞ પણ કરવામાં આવ્યો હતો. જયારે હાલોલ તાલુકાના કંજરી ગામે આવેલ  હનુમાનજીના મંદિરે મારૂતી યજ્ઞનીસાથે નવીન મકાનની શીખર વિધી અને ભંડારાનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

Trending

વીડિયો વધુ જુઓ