ગોધરાઃ ગોધરાના સેન્ટઆર્નોલ્ડ સ્કુલમાં વિદ્યાર્થીને મુકવા જતાં વાહનને સ્કોર્પીઓએ અફડેટમાં લઇને અન્ય બાઇકને પણ અડફેટમાં લેતાં ત્રણ વાહનોનો વિચિત્ર અકસ્માત ભુરાવાવ ચોકડી પાસે થયો હતો. અકસ્માતમાં સ્કોર્પીઓની ટક્કરે એકટીવા પાછળ બેસેલો ધો.10ના વિદ્યાર્થીનું મોત નીપજયું હતુ઼. જયારે બાઇક ઉપર બેસેલા અન્ય બે ને પણ ઇજા થઇ હતી. પોલીસે સ્કોર્પીઓ ચાલક વિરુદ્ધ ગુનો નોધીને આગળની કાર્યવાહી કરી હતી.
સ્કોર્પીઓ ગાડીના ચાલકે પોતાના કબજાની ગાડીને પુરપાટ હંકારી
ગોધરાના અમદાવાદ રોડ પર આવેલ સેટઆર્નોલ્ડ સ્કુલ સવારપાળી છુટતાં બપોરની ગુજરાતી મિડીયમના વિદ્યાર્થીઓ શાળા આવતા હતા. તે દરમિયાન બપોરે બાર વાગ્યાની આસપાસ ભુરાવાવ ચોકડીથી આગળના રોડ પર સ્કોર્પીઓ ગાડીના ચાલકે પોતાના કબજાની ગાડીને પુરપાટ હંકારીને સ્કુલે મુકવા આવતી એકટીવાને અડફેટમાં લઇને અન્ય બાઇકને પણ ટક્કર મારી હતી. એકટીવાને અડફેટમાં લેતા એકટીવા પાછળ બેસેલો ધોરણ 10 નો વિદ્યાર્થી નિખીલ કેતન કુમાર પટેલ ( સજાનંદ સોસાયટી, સ્વામી નારાયન મંદીરપાસે)ને ગંભીર ઇજાઓ થતાં તેનું મોત નીપજયું હતું.
પરિવાર અને કાછીયા પટેલ સમાજમાં શોકની લાગણી
જયારે બે અજાણ્યા બાઇક સવારને પણ ઇજાઓ પહોચી હતી. સ્કુલ છુટવાનો સમય હોવાથી અકસ્માત થતાં ભારે ટ્રાફીક થયો હતો. બહેનનો ભાઇ તથા પરીવારે એકનો એક છોકરાના મોત થવાથી પરિવાર અને કાછીયા પટેલ સમાજમાં શોકની લાગણી વ્યાપી ગઇ હતી. બનાવને લઇને ગોધરા સિવિલ ખાતે કાછીયા સમાજના લોકો ઉમટી પડયા હતા.