બાકોરના છાત્રનો મૃતદેહ 7 દિવસે રશિયાથી ભારત લવાયો

સાથી મિત્ર દીપક ડાંગોદરે સતત 7 દિવસ સાથે રહી મૃતદેહ ને વતન લાવવામાં મદદ કરી

Bhaskar News

Bhaskar News

Divyabhaskar.com | Updated - Mar 18, 2018, 01:28 AM
Bakor student was brought to Russia from India

ખાનપુર: મહીસાગરના બાકોર ગામના ક્રિસ્ટલ વાળંદનું રશિયાના કીમિયામાં મોત થયુ હતુ. ત્યાર બાદ 7દિવસ વિત્યા બાદ વિદેશ મંત્રાલય તેમજ તેના સાથી વિદ્યાર્થી મિત્રોની મદદથી આજે વહેલી સવારે ક્રિસ્ટલના મૃતદેહને બાકોર ખાતે લાવવામાં આવ્યો હતો.

મૃતદેહ લાવવાનો ખર્ચ વિદેશ મંત્રાલયે ઉઠાવ્યો


મહીસાગર જિલ્લાના ખાનપુરના બાકોર ગામનો 22 વર્ષિય ક્રિસ્ટલ વાળંદ છેલ્લા ચાર વર્ષથી રશીયાની કીમિયા યુનિવર્સીટીમાં એમબીબીએસમાં અભ્યાસ કરતો હતો. અને કોલેજની હોસ્ટેલમાં રહેતો હતો. જયા તા.11 માર્ચના રોજ વહેલી સવારે અચાનક ખેંચ આવતા તેનું કરૂણ મોત બાદ કીમિયા ખાતે પી.એમ. કરવામાં આવ્યું હતું. જેથી તેના સાથી વિદ્યાર્થી મિત્રોએ ક્રિસ્ટલને કીમિયાની હોસ્પિટલમાં પીએમ બાદ થી લઇને ક્રિસ્ટલના મૃતદેહને વતન બાકોરમાં મોકલવા માટે ભેગા મળી ફંડ એકઠું કર્યું હતું.

Bakor student was brought to Russia from India

ત્યાર બાદ ક્રિસ્ટલના સાથી મિત્ર દિપક ડાંગોદરે સાથે રહી ક્રિસ્ટલના મૃતદેહને તા.15 માર્ચના રોજ વહેલી સવારે યુક્રેનથી ડોમેસ્ટિક ફલાઇટમાં મોસ્કો લાવવામાં આવ્યો હતો. 

તા.16 માર્ચના રોજ વહેલી સવારે એરોફલાઈટ દ્વારા દિલ્હી બાદમાં એર ઇન્ડિયા દ્વારા સાંજે 8 કલાકે અમદાવાદ એરપોર્ટ લાવવામાં આવ્યો હતો. જે બાકોર ગ્રામજનો તેમજ પરિવારજનો દ્વારા એમ્બ્યુલન્સ મારફતે તા.17 માર્ચના રોજ વહેલી સવારે બાકોર ગામે લાવવામાં આવ્યો છે.  ક્રિસ્ટલના મૃતદેહને વતનમાં લાવવા માટેનો તમામ ખર્ચ વિદેશ મંત્રાલય દ્વારા ઉઠાવવામાં આવ્યો છે.

X
Bakor student was brought to Russia from India
Bakor student was brought to Russia from India
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App