Divya Bhaskar

Home » Madhya Gujarat » Latest News » Panchmahal » Axis Bank Godhra two gathiya thelamanthi ~ 2 million lifted the investigating team

ગોધરાની એક્સિસ બેંકમાં બે ગઠીયા થેલામાંથી ~2 લાખ ઉઠાવી રફુચક્કર

Divyabhaskar.com | Updated - Aug 31, 2018, 03:35 AM

થેલામાંથી બે લાખનું બંડલ લેતા બે ગઠિયાઓ સીસીટીવી કેમેરામાં ઝડપાઈ ગયા હતાં

  • Axis Bank Godhra two gathiya thelamanthi ~ 2 million lifted the investigating team

    ગોધરાઃ ગોધરાની એક્સિસ બેંકમાં નાણાં ભરવા આવેલ ગ્રાહક પાસે બોલપેન લઈ સ્લીપ ભરતા આવડતી નથી તેમ કહી ગ્રાહકની નજર ચુકાવીને થેલામાંથી બે લાખનો બંડલ લઈને બે ગઠિયાઓ ફરાર થઈ ગયા હતા. થેલા બે લાખનું બંડલ લેતા બે ગઠિયાઓ સીસીટીવી કેમેરામાં ઝડપાઈ ગયા હતા. બનાવ અંગે નયનભાઇ શેઠે ગોધરાના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અજાણ્યા બે ગઠિયાઓ વિરોધ ફરિયાદ નોંધાવી હતી


    ગોધરાના સોની વાળમાં અદુમ્બર કૂવા પાસે આવેલ શ્રીનાથજી જ્વેલર્સમાં કામ કરતો ગોહિલ રાકેશભાઈ 4 .80 લાખ રૂપિયા રોકડા લઈ ગોધરા એક્સિસ બેંકમાં ભરવા ગયા હતા એક્સિસ બેંકમાં બે અજાણ્યા ગઠિયાઓ રાકેશભાઈ પાસે આવીને બોલ પેન આપો તેમ કહ્યું હતું અને સ્લીપ કેવી રીતે ભરવાની તેમ કહેતા રાકેશભાઈ સ્લીપ બતાવ્યું હતું તે દરમિયાન બે ગઠિયાઓએ રાકેશ ભાઈ ના થેલા ની ચેન ખોલી ને ફેડવાં લાગ્યા હતા.

    એક્સિસ બેંકમાં ચીલ ઝડપનો બીજો બનાવ બનતાં બેંકમાં આવતાં ખાતેદારોમાં ભય

    ત્યારે રાકેશભાઈ એ કહ્યું થેલામાં શું જુઓ છો અને થેલામાં રૂપિયા પાછા મૂકાવ્યા હતા . ગઠિયાઓએ નજર ચુકાવીને બે લાખ રૂપિયાનું બંડલ લઈને બેન્કમાંથી રફુચક્કર થઇ ગયા હતા રાકેશભાઈ એ તપાસ કરતા થેલા બે લાખ રૂપિયા ઓછા પડતા તેઓએ તેમના શેઠ નરેશભાઈ ને જાણ કરી હતી બેંકના સીસીટીવી ચેક કરતા બે ગઠિયાઓ નોટનું બંડલ લઈ લે બેંક માંથી બહાર જતા સીસીટીવી કેમેરામાં આબાદ ઝડપાઇ ગયા હતા આ અંગેની પોલીસ ફરિયાદ એ ડીવીઝનમાં નયનભાઇ શેઠે બે અજાણ્યા ગઠિયાઓ વિરોધ નોંધાવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે આ જ વિસ્તારમાં આવેલ એચડીએફસી બેન્ક માં થોડા દિવસ અગાઉ ગ્રાહક પાસે થી નાણાની ચીલઝડપ કરી હતી ત્યારે આશરે પંદર દિવસ બાદ ગુરૂવારના રોજ એક્સિસ બેંકમાં ચીલ ઝડપનો બીજો બનાવ બનતાં બેંકમાં આવતાં ખાતેદારોમાં ભય પ્રસરી ગયો હતો.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending