લુણાવાડા: 1229 શાળામાં ચણા-મગનો જથ્થો માત્ર કાગળ પર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

લુણાવાડા: મહીસાગર જિલ્લાના પ્રાથમિક શાળાઓમાં છેલ્લા કેટલાય સમયથી મધ્યાન ભોજનમાં ચણા અને મગ આપવામાં આવતા નથી માત્ર કાગળ પરજ આ જથ્થો દર્શવવામાં આવી રહ્યો હોવાનું આક્ષેપ મહીસાગર જિલ્લા પ્રાથમિક સંઘના પ્રમુખ દ્વારા કરવામાં આવ્યો હતો. તેમજ આ બાબતે લેખિતમાં રજૂઆત કરવામાં આવતા ચોંકાવનારી ઘટના સામે આવી હતી.

 

મહીસાગરની પ્રાથમિક શાળાઓમાં કઠોળનો જથ્થો મળતો નહી

 

અત્રે નોંધનિય છેકે, 1229 શાળાઓના ધો 1 થી 5ના  75272 બાળકો, અને ધો.6 થી 8ના 42764 બાળકો કુલ 118036 બાળકોને મહીસાગર જિલ્લામાં મધ્યાન ભૉજનનો લાભ આપવામાં આવે છે. પરંતુ  મગ અને ચણા આટલો મોટો જથ્થો માત્ર કાગળ પર બતાવી આખરે કયાં જાય છે તેવા અનેક પ્રશ્નોએ સ્થાન લીધુ છે. ગુજરાત સરકાર દ્વારા દરેક શાળાઓમાં ગરીબ બાળકોને પોષણ ક્ષમ આહાર મળી રહે તેવા હેતુ થી ગુજરાતની અનેક શાળા ઓ માં મધ્યાહન ભોજન અંતર્ગત અનાજ કઠોળ અને તેલ નો જથ્થો ફાળવવામાં આવે છે પરંતુ મધ્યાહન ભોજનમાં દર માસે ફળવાતાં મગ ચણા માત્ર કાગળ પર જ બતાવવામાં આવે છે.

 

આ કિસ્સો મહીસાગર જિલ્લા માં પ્રકાશ માં આવ્યો છે મહીસાગર જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંગ ના પ્રમુખે જણાવ્યું હતું કે છેલ્લા કેટલાય સમય થી મધ્યાન ભૉજન નો જથ્થો ખુબજ ઓછો આપવામાં આવી રહ્યો છે. પ્રમુખ ભાર્ગવ પટેલે મામલતદાર ને લેખિત રજૂઆત કરતા ચોંકાવનારો ખુલાસો થયો છે આ અંગે જિલ્લાની કેટલીક પ્રાથમિક શાળા ઓ માં તપાસ કરતા મધ્યાન ભોજન યોજનામાં લાંબા સમય થી કઠોળ માં માત્ર તુવેર ની દાળ જ આપવામાં આવે છે.


જયારે દર માસે માત્ર કાગળ પરજ ચણા અને મગ ની ફાળવણી કરવામાં આવે છે લાંબાગાળા થી બે અલગ અલગ જાતના કઠોળની એટલે કે ચણા ની તેમજ મંગ ની દાળ હજુ સુધી આપવામાં આવતી નથી.બાળકોના પોષણક્ષમ આહાર સાથે ઘોર અન્યાય માટે જવાબદાર કોણ, માત્ર કાગળ પર દરમાસે ચાટ નક્કી કરવામાં આવે છે મગ અને દેશી ચણા સરકારી ચોપડેજ ફાળવાયા પણ હજી સુધી કોઈ સંચાલક કે શાળા ને આપેલ નથી આ એક ગંભીર બાબત છે ચણા અને મગ કાગળ પર ફાળવવાનું રાજ્ય વ્યાપી કૌભાંડ હોવાની શક્યતાના પગલે તપાસી માંગ ઉઠી રહી છે.

 

આગળની સ્લાઇડ્સમાં વાંચો, માત્ર તુવેર દાળ મળે છે....

અન્ય સમાચારો પણ છે...