Home » Madhya Gujarat » Latest News » Panchmahal » All the three rows of water flowing through the way of Vadya village

વડીયા ગામે જવાના માર્ગે આવતા ત્રણેય કોતરો ઉપર પાણી ફરી વળ્યાં

Divyabhaskar.com | Updated - Aug 19, 2018, 12:19 AM

ત્રણેક ફૂટ જેટલા પાણીમાં અવર જવર કરતાં ગ્રામજનો

  • All the three rows of water flowing through the way of Vadya village

    સંખેડા: સંખેડા તાલુકામાં ગતરાત્રીના ખાબકેલા બે ઇંચ જેટલા વરસાદને પગલે વડીયા ગામે જવાના માર્ગે આવતા ત્રણેય કોતરો ઉપર પાણી ફરી વળતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા હતા.આ સિવાય સાંઢકુવા અને સજાનપુરા જવાના માર્ગે પણ ડીપ ઉપર પાણી ફરી વળ્યા હતા.આ ત્રણેય ગામોના નાગરિકો ઉંચા નાળા અને પુલ બનાવવા માટેની માંગ લાંબા સમયથી કરી રહ્યા છે.જોકે હાલમાં પાણી ઉતરી ગયેલું હોઈ અવર જવર શક્ય બનેલી છે.

    સંખેડા તાલુકામાં ગુરુવારે રાત્રે બે ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.વરસાદને પગલે સંખેડા તાલુકાના વડીયા અને રાયપુરને જોડતા માર્ગ ઉપર એક જ કોતર ત્રણેક વખત આવે છે.જેની ઉપર પાણી ફરી વળ્યા હતા.જેના કારણે વડીયા ગામેથી રાયપુર દુધ ભરવા જતા લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો.અહિયા પાણીની તાણ વધારે હોઇ તંત્ર દ્વારા સૂચના પણ મુકાઇ છે.જે મુજબ એક ફૂટ પાણી હોય તો પણ આ નાળા ઉપર થી પસાર થવું નહી પણ અહિયા ત્રણેક ફૂટ જેટલું પાણી હોવાથી લોકો જીવના જોખમે પસાર થતા હતા.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ