Home » Madhya Gujarat » Latest News » Panchmahal » After the death of the infamous Rabdi,Condition bad In Lunawada

કુખ્યાત રાબડીના મોત બાદ લુણાવાડામાં ભારેલો અગ્ની

Divyabhaskar.com | Updated - Aug 19, 2018, 10:40 PM

વ્હોરા પરિવાર અને સ્વબચાવમાં કુખ્યાત રાબડીને ઠાર કર્યા બાદ ચાંપતા બંદોબસ્ત વચ્ચે તપાસ કાર્યવાહીનો ધમધમાટ

 • After the death of the infamous Rabdi,Condition bad In Lunawada
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  સ્થિતિ કાબૂમાં લેવા દાહોદ અને ગોધરાના પોલીસ જવાન ખડકાયા

  લુણાવાડા: જો પોલીસે ફાયરિંગ ના કર્યું હોત તો અમારો આખો પરિવાર ખલાસ થઈ જતો” આ શબ્દો ઉચ્ચારતાં વ્હોરા પરિવારના જેનબબેન લાભીવાલા ગળગળા થઈ ગયા હતા.
  સાજીદ ઉર્ફે રાબડી શનિવાર સાંજના જરાતીવાડ વિસ્તારમાં છે તેવી માહીતી પોલીસતંત્રને મળતા પોલીસે રાબડીને ઝડપી પાડવા માટે તેનો પીછો કરતા નાસી છુટી નઝમી મંજીલ મકાનમાં ભરાઇને તેમાં રહેતા વ્હોરા પરિવારની ત્રણ મહીલાઓ અને બાળકના ગળા ઉપર તલવાર મુકી બાનમાં લીધા હતા.

  બીજી તરફ પોલીસતંત્ર દ્વારા આ મકાનને ચારે તરફથી ઘેરી લેતાં પોલીસ સાથેની અથડામણમાં વ્હોરા પરિવારને બચાવવામાં અને સ્વબચાવમાં પોલીસને ફાયરીંગ કરવાની ફરજ પડી હતી. જેમા સાજીદ ઉર્ફે રાબડીનુ મૃત્યુ થયુ હતુ.લુણાવાડાના જરાતીવાડ ખાતે થયેલ બનાવ મામલે જીલ્લા પોલીસવડા ઉષા રાડાએ શનિવારના રોજ સમગ્ર ઘટના અંગે જાણકારી આપી હતી તો બીજી બાજુ વહોરા પરિવારે પણ તેમની સાથે ઘટેલ ઘટનાની જાણકારી આપી.

  સ્થિતિ કાબૂમાં લેવા દાહોદ અને ગોધરાના પોલીસ જવાન ખડકાયા

  લુણાવાડામાં રાબડીનું પોલીસ ફાયરીંગમાં મોત નીપજતાં કેટલાક અસામાજીક તત્વોએ રાત્રીના સમયે પોલીસવાહનોને નિશાન બનાવીને પથ્થર મારો કર્યો હતો. જેમાં પોલીસ વાહનોને નુકસાન થયું હતું. શહેરમાં બનાવને પગલે તંગદીલી વ્યાપી ગઇ હતી. રવિવારે પણ રાબડી ના મૃત્યદેહને પીએમ માટે કોટેજમાં મુકી રાખતા઼ શહેરમાં તરેહતરેહની અફવાએ ફેલાઇ હતી.

  વાતાવરણ તંગ બનતાં એસપી ઉષા રાડાએ જિલ્લા પોલીસ તંત્ર ઉપરાંત દાહોદ અને ગોધરાથી પોલીસનો વધુ કાફલો બોલાવીને બંદોબસ્ત ખડકી દેવાયો હતો. સમગ્ર પંથકમાં તંગ વાતાવરણના પગલે લુણાવાડામાં કોટેજ હોસ્પીટલ, ચારકોસીયા નાકા વિસ્તાર, મધવાસ દરવાજા,માંડવી બજાર, વાંસિયા તળાવ સહીતના વિસ્તારોમાં પોલીસ કાફલો ખડકી દેવાયો છે. જયારે પોલીસે બનાવને લઇને સોસ્યલ મીડીયા ઉપર કેટલાક અસામાજીક તત્વો દ્વારા ઉશ્કેરાટ ભર્યા મેસેજ ફેલાય રહેવાની આશંકાને લઇને પોલીસ
  સોસિયલ મિડીયા પર બાજ નજર રાખી રહી છે.

  વધુ તસવીરો અને માહિતી માટે આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરો..

 • After the death of the infamous Rabdi,Condition bad In Lunawada
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  પોલીસે ફાયરિંગ ના કર્યું હોત તો આખો પરિવાર ખલાસ થઇ જાત : જેનબબેન

  બાળક સહિત 3 મહિલાને બચાવવા માટે પોસઈ પ્રવીણ કરેણે ફાયરિંગ કરવું પડ્યું 

   

  શનિવારે અંદાજે ૮ વાગ્ે પોલન સ્કુલ સામેના વિસ્તારમાં ૪૮ ગુનામાં આરોપી છે એવો કુખ્યાત રાબડી કે જે લુંટ ફાટ,ઘરફોડ ચોરી,ચેઇન સ્નેચિંગ આર્મ્સ એક્ટ,વગરે જેવા 48 જેટલા ગંભીર ગુનાઓમાં જેલમાં સજા પણ ગાળેલ છે એવો સાજીદ ઉર્ફે રાબડી ખુલ્લેઆમ તલવાર વિંઝતો આતંક મચાવતો હતો. એક ઘરમાં ઘુસ્યો અને મકાનમાં ૩ મહિલાઓ જેમાં એક વૃદ્ધ સ્ત્રી અને એક બાળક પણ હતું તેને બાનમાં લઇ ગળા ઉપર તલવાર મૂકી મારી નાખવાની કોશિશ કરી અને એ દરમ્યાન પોલીસને પણ જાનથી મારવાની કોશિષ કરી હતી.

   

  જેમાં ૧ PSI અને ૩ કોન્સ્ટેબલ ઇજાગ્રસ્ત છે. પોલીસે આ મહિલાઓને બચાવવા માટે અને પોતાને બચાવવા માટે કોઈ ઉપાય ના બચતા લુણાવાડા PSI કરેણ દ્વારા ફાયરીંગ કરવામાં આવ્યું મેડીકલ રીપોર્ટ આવ્યાથી બાકીની માહિતી મળી શકશે. ૩ રાઉન્ડ ગોળીબાર કર્યો છે આ આરોપી આર્મ્સ એક્ટમાં 7 વર્ષની સજા થયેલી,તે જામીન ઉપર છૂટેલો હતો. >ઉષા રાડા,મહીસાગર જિલ્લા પોલીસ વડા

   

  પરિવારનો જીવ બચાવવા બદલ મહીસાગર પોલીસનો આભાર : વહોરા પરિવાર

   

  એ ધાબા પર થી સીધો ઘરમાં આવી ગયો અને મારા માતા બીમાર છે અને એમના અને અમારા ઉપર તલવાર મૂકી દીધી અમે મહિલાઓ એકલા રહીએ છીએ . બાળકો પણ ચિલ્લાવા માંડ્યા અને ગભરાઈ ગયા હતા. જો પોલીસ ના હોત તો અમારું આખું પરિવાર ખલાસ થઇ જતો અમારા આખા પરિવારનો જીવ બચાવવા બદલ મહી. પોલીસનો આભાર માનીએ છીએ. - જેનબબેન લાભીવાલા

   

   

   

 • After the death of the infamous Rabdi,Condition bad In Lunawada
  કુખ્યાત રાબડીના મૃતદેહનું પેનલ પોસ્ટમોર્ટમ વડોદરા ખાતે કરાશે

  લુણાવાડા: લુણાવાડામા઼ શનિવારે રાત્રી દરમિયાન કુખ્યાત આરોપી સાજીદ ઉર્ફે રાબડીને પકડવા જતાં તેણે પોલીસ ઉપર વળતો હુમલો કરતાં પોલીસે જવાબી કાર્યવાહી કરવા ક્રોસ ફાયરીંગ કરતા આરોપી રાબડીને ગોળી વાગતાં તેનું ઘટના સ્થળે મોત હતું. તેના મૃતદેહને લુણાવાડાની કોટેજ હોસ્પીટલ ખાતે લઇ જવામાં આવ્યો હતો. પરંતુ લુણાવાડા જનરલ હોસ્પિટલ ખાતે બેલેસ્ટિક અને ફોરેન્સિક સુવિધા ના હોવાના કારણે રાબડીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ માટે વડોદરાની સયાજીમાં કરાશે જ્યાં તજજ્ઞ તબીબોની ટીમ દ્વારા વિડીયો રેકોર્ડિંગ સાથે પેનલ પીએમ કરશે તેવું જાણવા મળેલ છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ