હોળીની જમાવટ : ભંગોરીયાના હાટમાં આદિવાસીઓ રામ ઢોલ લઇને ઉમટ્યાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

છોટાઉદેપુરઃ છોટાઉદેપુર નગરમાં તારીખ 24ના રોજ મોટા પાયે હોળી પહેલા ભગોરિયાનો હાટ ભરાયો હતો. એમાં આસપાસના ગામના આદિવાસીઓ ખરીદી અર્થે આવી ગયા હતા. પંથકના આદીવાસીઓમાં હોળી પર્વનું અનેરૂ મહત્વ રહેલું છે તમામ લોકો આ પર્વને ખૂબ ઉત્સાહ પૂર્વક ઉજવે છે. ત્યારે હોળી પર્વને લઇ ભરાતા ભગોરિયાના હાટમાં રામ ઢોલ પીસા કરતારો લઇને જુદા જુદા ગામની ટુકડીઓ આનંદ માણવા આવી પહોંચી હતી.


સાત દિવસ મેળા ભરાશે જેનો લાભ મોટી સંખ્યામાં સૌ લેતા હોય છે


ગોઠીયા, ઓળીયાઆંબા, અંત્રોલી અને બોજગામના આદિવાસીઓ અલગ અલગ પહેરવેશ ધારણ કરીને આવ્યાં હતાં. બપોરના સમયે છોટાઉદેપુર નગર રામઢોલ પીસાના અવાજથી ગુંજી ઉઠ્યું હતું. પુરૂષો અને મહિલાઓ એક તાલે નાચી આનંદ માંણતા જોવા મળ્યાં હતાં. જેને જોવા માટે પણ ખૂબ મોટી માનવ મેદની ઉમટી પડી હતી. સાત દિવસ હોળ‌ીના પહેલા ભગોરીયાના મેળા ભરાશે પછી જુદા જુદા ગામે સાત દિવસ મેળો ભરાશે જેનો લાભ મોટી સંખ્યામાં સૌ લેતા હોય છે. 

 

વધુ તસવીરો જોવા માટે આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરો...

અન્ય સમાચારો પણ છે...