આણંદના પ્રેમી પંખીડાએ રાજધાની એક્સપ્રેસ નીચે પડતું મુકી આપઘાત કર્યો

મળેલા મોબાઇલ નંબર આધારે પરિવારને જાણ કરાઇ, છોકરાનો પરિવાર આવ્યો : છોકરીના પરિવારની રાહ જોતી પોલીસ

DivyaBhaskar.com | Updated - Sep 05, 2018, 01:24 PM
A Couple Attempt Suicide After Jump In Front Of Rajdhani Train, Near Dahod

દાહોદ: દાહોદ શહેર નજીક આવેલા જેકોટ ગામમાં ડાઉન રેલવે ટ્રેક ઉપર સોમવારની પરોઢે આણંદ જિલ્લાના પ્રેમી પંખીડાએ રાજધાની ટ્રેન સામે પડતું મુકીને આપઘાત કરી લીધો હતો. આ પ્રેમીઓ અહીં કેમ અને કયા કારણોસર આવ્યા હતાં તે જાણવા મળ્યુ નથી. મંગળવારે છોકરાના પરિવારના લોકો દાહોદ ધસી આવ્યા હતા જ્યારે સમાચાર લખાયા સુધી છોકરીના પરિવારની પોલીસ રાહ જોઇ રહી હતી. જીઆરપીએ અકસ્માતે મોત અન્વયે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

મુંબઇથી દિલ્હી તરફ જઇ રહેલી મડગાંવ-હજરત નિઝામુદ્દીન રાજધાની ટ્રેન પરોઢના છ વાગ્યાના અરસામાં શહેર નજીક જેકોટ ગામેથી 540/18 ડાઉન ટ્રેક ઉપરથી પસાર થઇ રહી હતી. તે વખતે યુવક અને યુવતીએ એક સાથે ટ્રેન સામે પડતું મુકી દીધુ હતું. પુરપાટ દોડતી ટ્રેન સાથે અથડાઇને એક તરફ પડતાં તેમના મોઢા અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ થતાં બંનેનું ઘટના સ્થળે જ મોત થયું હતું. ટ્રેનના ચાલકે આ મામલે દાહોદ સ્ટેશન માસ્તરને જાણ કરી હતી.


ઘટના પગલે જેકોટ પહોંચેલી જીઆરપીએ બંનેના મૃતદેહ દાહોદ લાવીને તેમના કપડાંની તપાસ કરતાં તેમના ફોટો અને મોબાઇલ નંબર લખેલા કાગળ મળી આવ્યા હતાં. જેથી બંનેના પરિવારને આ ઘટનાની જાણ કરવામાં આવતાં મૃતકોમાં આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના નીશ્રયા ગામના ભરત અરવીંદ ઠાકોર અને ખંભાત તાલુકાના વટાદરા ગામની મંજુલાબેન બુધાભાઇ ઠાકોર હોવાનું જાણવા મળ્યું હતું. ક્યારે અને કેમ આવ્યા હતાં તે જાણવા મળ્યું નથી. મંગળવારે ભરતના પરિવારના લોકો દાહોદ ધસી આવ્યા હતાં જ્યારે મંજુલાબેનના પરિવારની પોલીસ રાહ જોઇ રહી હતી. જીઆરપીએ અકસ્માતે મોત અન્વયે ગુનો નોંધીને તપાસ શરૂ કરવામાં આવી છે.

X
A Couple Attempt Suicide After Jump In Front Of Rajdhani Train, Near Dahod
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App