880 કરોડની યોજના પૂર્ણતાના આરે, પણ પાણી નહી મળે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નસવાડી: છોટાઉદેપુર જિલ્લાના કવાંટ, પાવીજેતપુર 180 ગામોને પીવાનું પાણી મળે તે માટે 121 કરોડની હાફેશ્વર જૂથ પાણી પુરવઠા યોજના અમલમાં મુકાઈ હતી. જે યોજનાનો વર્કઓર્ડર 24-8-2009માં સિવિલ એન્જનિયરિંગ પ્રાઈવેટ લિમિટેડને કોન્ટ્રકટર આપવામાં આવ્યો હતો. યોજનાનું કામ 20.6.11ના રોજ પૂર્ણ કરવાનું હતું. જે કામગીરીનો મુદ્દો વિધાનસભામાં છોટાઉદેપુર ધારાસભ્ય મોહનસિંહ રાઠવાએ ચગાવ્યો હતો. ત્યાર બાદ આજે 9 વર્ષે પણ યોજના હજુ પૂર્ણ નથી થઈ અને મે,2018માં કવાંટ, પાવીજેતપુર તાલુકાને પાણી આપવાનું આયોજન કરાયું છે.
 
90 ટકા કામગીરી પૂર્ણ થયા બાદ હાલ હાફેશવર યોજના ઇન્ટેકવેલ પાસેથી નર્મદાનું પાણી 100 મીટર દૂર ગયું છે. ત્યારે યોજના પર પાણીનું સંકટ તોળાઈ રહ્યું છે. બીજી બાજુ હાફેશવરથી દાહોદ યોજનાની 880 કરોડ રૂપિયાની અમલમાં મુકાઈ છે. જે યોજના 2019માં પૂર્ણ થવાની છે. જેનું 35 ટકા કામ પૂર્ણ થયું છે અલગ અલગ 12 જેટલા પેકેજમાં કામ ચાલુ છે. ત્યારે હાલ કરોડો રૂપિયાની બન્ને યોજનાના ઇંટેકવેલ પાસે પાણીના સંકટ ઊભા થયા છે.
 
હાફેશ્વર યોજનાના ઇન્ટેકવેલ પાસે પાણી નથી. જ્યારે દાહોદ હાફેશ્વરની યોજનાના ઇન્ટેકવેલ પાસે પાણી છે. જે મેં મહિના સુધી ક્યાં પહોંચશે તે કહેવું યોગ્ય નથી. પરંતુ નર્મદા નદીની જળ સપાટીમાં સતત ઘટાડો થતા ભવિષ્યનું પાણીનું આયોજન કરી નર્મદાના પાણી આધારીત બનાવેલી યોજના માથે જળ સંકટ ઉભું થવાના એંધાણ વર્તાઈ ગયા છે.
 
સરકાર ધ્યાન નહી અાપે તો યોજના નિરર્થક

હાફેશ્વર જૂથ પાણી પુરવઠા યોજના કરોડોના ખર્ચે બની રહેલી છે. જે પાણી નર્મદાનું હટી ગયું છે સરકારી તંત્ર આ બાબતે અત્યારથી ધ્યાન નહીં આપે તો પાણીની યોજનાઓ નકામી થઈ પડશે. - સુખરામ ભાઈ રાઠવા, ધારાસભ્ય પાવીજેતપુર
 
મે 2018 સુધીમાં ગામડામાં પાણી પહોંચતું કરવામાં આવશે

હાફેશ્વર જૂથ યોજનાનું પાણી અમો નર્મદા નદીમાં ફ્લોટીગ પંપ મૂકીને ઇંટેકવેલ સુધી લાવશું. મેં 2018માં અમો પાણી ગામડામાં પહોંચતું કરીશું. હાલ 90 ટકા કામ પૂર્ણ થયું છે. હાફેશ્વર દાહોદનું કામ પ્રગતિમાં છે. જે કામ 35 ટકા પૂર્ણ થયું છે. અમો હાફેશ્વર યોજના તરફ વધુ ધ્યાન આપી રહ્યા છે. - ગણેશભાઈ વસાવા કાર્યપાલક ઈજેનર પા, પૂ છોટાઉદેપુર
અન્ય સમાચારો પણ છે...