ગોધરામાં 7 કલાકમાં 8 ઇંચ વરસાદ, જળાશયો નવાનીરથી ભરાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગોધરા: એક મહિના વિરામ બાદ બીજા રાઉન્ડમાં વરસાદે ગોધરામાં રોદ્ર સ્વરુપ બતાવતાં સાત કલાકમાં  8 ઇંચ વરસાદ ખાબકતાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા.ચોવીસ કલાકમાં  સૌથી વધુ વરસાદ ગોધરામાં 9 ઇંચ અને સૌથી ઓછો વરસાદ ઘોઘંબા તાલુકામાં  2 ઇંચ વરસાદ નોધાયો હતો. છેલ્લા એક મહીના સુધી મેઘાએ વિરામ લેતાં ગોધરા તાલુકાના ખેડુતો ચિતાંમાં મુકાય ગયા હતા.ગુરુવારે મોડી રાત્રે એક વાગ્યાથી વરસાદે બીજા રાઉન્ડની ધમાકેદાર એન્ટ્રી પાડતાં ગોધરા ના વિસ્તારો જળબબાંકાર થયા હતા. રાત્રીથી શરૂ થયેલા વરસાદ સતત વરસતાં સવારે આઠ વાગ્યા સુધી 8 ઇંચ વરસાદ ગોધરા જળબબા઼કાર થયું હતું.ગોધરાના ભુરાવાવ વિસ્તારની સોસાયટીમાં કેડ સમા પાણી ભરાઇને ધરોમા઼ પાણી ધુસ્યા હતા.

 

ચાર વાગ્યા સુધી ગોધરામાં 9 ઇંચ વરસાદ નોધાયો

 

ગોન્દ્રા વિસ્તારમાં ખાનગી દિવાલ બનાવી દેતાં વરસાદી પાણીનો નિકાલ બંધ થઇ  ગોન્દ્રા વિસ્તારોમાં વરસાદી પાણી ધરોમાં ધુસી ગયા હતા. ઉપરવાસમાં ભારે વરસાદને લઇને ગોધરાની મેસરીનદી બે કાઠે વહેતાં ગોધરાવાસીઓ મેસરીનદીના પુલ ઉપર ઉમટી પડયા હતાં સવારે ખાબકેલો વરસાદ નવ વાગ્યા બાદ આરામ કરતાં વરસાદી પાણી ઓસરતાં વહીવટી તંત્રએ રાહતનો દમ લીધો હતો. પરંતું દિવસભર ઝમમર વરસાદ ચાલુ રહેતાં ચાર વાગ્યા સુધી ગોધરામાં 9 ઇંચ વરસાદ નોધાયો હતો.આગામી 24 કલાકમાં પંચમહાલ અતીથી અતીભારે વરસાદ પડવાની આગાહી તંત્ર દ્રારા કરવામાં આવી છે.

 

કયાં વિસ્તારો જળબબાંકાર


ગોધરાના બસ સ્ટેન્ડ , બામરોલી રોડની સોસાયટીઓ, શહેરા ભાગોળ, આઇટીઆઇ, દાહોદ રોડ, હિલપાર્ક સોસાયટી , ખાડી ફળીયા,મારવાડીવાસ, સાંપા રોડ સહિત અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ધરોમાં ધુસી જતાં રહીશો પરેશાન થયા હતા.


તાલુકામાં 24 કલાકમાં નોંધાયેલો વરસાદ


ગોધરા-226 મી.મી, કાલોલ- 108 મી.મી, હાલોલ-84 મી.મી, જાંબુધોડા- 78 મી.મી, ઘોઘંબા- 61,શહેરા- 130મસ.મી તથા મોરવા(હ)- 85 મી.મી વરસાદ નોધાયો હતો.

 

જળાશયો નવાનીરથી ભરાયા


જિલ્લાના મુખ્ય પાનમ જળાશયમાં નવા નીરની આવક થતાં ડેમની સપાટી 124.75મીટર સુધી પહોચતાં જળાશય 71 ટકા જેટલો ભરાય ગયો છે. હડફ જળાશયમાં પાણીની સપાટી 165.15 નોધાતાં જેથી ડેમનું રૂલ લેવઇ જાળવવા ડેમમાંથી શુકવારે 2617 કયુસેક પાણી છોડવામાં આવ્યું હતુ.જયારે કરાડડેમમાં પાણીની સપાટી134 મીટર નોધાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...