5 કરોડના ખર્ચે કાલિકાગઢની કાયાપલટની યોજના અટવાઈ

લુણાવાડા ખાતે ગત વર્ષના અંતમાં વખતોવખતની ચર્ચા વિચારણા બાદ તૈયાર થઇ પ્રસ્તાવના

Bhaskar News

Bhaskar News

Divyabhaskar.com | Updated - Aug 17, 2018, 12:34 AM
5 crore stuck cost kalikagadhani turnaround plan

બાકોર: લુણાવાડા ખાતે સ્ટેટ સમયનું અતિપ્રાચીન અંદાજે 700 થી 800 વર્ષ પુરાણું કાલિકા માતાના ડુંગર તરીકે પ્રસિધ્ધ થયેલ કાલિકા મંદિર અંદાજે 300 ફૂટ ઊંચાઈએ આવેલ છે. જિલ્લામથક કાલિકામાતાના ડુંગર તરીકે જાણીતા સ્થળને રળિયામણું બનાવવા વનવિભાગ અને વહીવટી તંત્ર દ્વારા વિકાસલક્ષી કામો માટેની વિગતવાર દરખાસ્ત તૈયાર થઈ બજેટ ફાળવણી માટે અગ્રીમતાના ધોરણે આ સ્થળને અંદાજે રૂ. ૪૮૯ લાખના ખર્ચે વનીકરણ, ફેન્સિંગ,નવો રસ્તો, જૂના કિલ્લાની દીવાલ અને બુરજને રીપેરીંગ કરી ગાર્ડન સાથે નયનરમ્ય બનાવવા કામગીરી શરૂ કરવાનું આયોજન હાથ ધરવામાં આવતાં શહેરીજનોમાં આનંદની લાગણી છવાઈ હતી.

છેલ્લા બે વર્ષથી તંત્રએ પ્રવાસન વિભાગની વખતોવખતની મીટીંગબાદ પ્રસ્તાવના તૈયાર કરીને રાજયસરકારમાં મોકલી આપી હતી ત્યારબાદ આ અંગે કોઈ જ કામગીરી શરુ ન કરવામાં આવતાં કાલિકાગઢની કાયાપલટની યોજના ખોરંભે ચઢી ગઈ હોવાનું ચર્ચાય છે.લુણાવાડા ભૌગોલીક પરિસ્થિતિ એવી છે કે ઉત્તર તરફ મહીસાગર નદી અને દક્ષિણ તરફ પાનમ નદી પસાર થાય છે. મૂળ લુણાવાડા નગર ચૌલુક્ય વંશના સોલંકી રાજાઓએ વસાવેલું છે. હાલમાં પુરાણા કિલ્લાની દીવાલ થોડી ઘણી અસ્તિત્વ ધરાવે જેમાં પૌરાણિક મહાકાલી મંદિર આવેલું છે. આ સિવાય દક્ષિણની ધસ ઉપર મોટું જંગલ આવેલું છે.

લુણાવાડાથી પસાર થતા ચારમાર્ગીય હાઇવે પર બન્ને તરફથી આવતાં-જતાં 5 કી.મી દૂરથી જ આ કિલ્લાની ભવ્યતા ઊંચા ડુંગર ઉપર નયનરમ્ય લાગે છે. અહી દુરદર્શન કેન્દ્ર પણ કાર્યરત છે. કાલિકા મંદિર સમગ્ર લુણાવાડા નગર તેમજ જિલ્લાવાસીઓની શ્રધ્ધાનું કેન્દ્ર છે. મોટી સંખ્યામાં શ્રધ્ધાળુંઓ રોજેરોજ આ મંદિરના દર્શને આવતા રહે છે. આ મંદિરે જવાનો માર્ગ અતિ કઠિન હોવાના કારણે શ્રદ્ધાળુઓને તકલીફ વેઠવી પડે છે. હાલમાં આ પ્રસ્તાવનામાં મંદિરે જવાનો જે રસ્તો છે તે સિવાય નવા રસ્તાનું આયોજન કરવામાં આવ્યું છે હાલમાં આ અંગે નાણાની ફાળવણી ના કરીને તેમજ ટેન્ડરની કાર્યવાહી ના શરુ કરીને સરકારી રીત રસમ અપનાવાઈ રહી હોવાનું ચર્ચાય છે ત્યારે તાકીદે આ અંગે ઝડપથી કામગીરી આરંભાય તેવી નગરજનોમાં માંગ ઉઠી રહી છે.

એક સારું યાત્રા ધામ વિકસે તેમ છે

જિલ્લા મથક ખાતે કાલિકા ગઢ પ્રવાસન સ્થળ તરીકે વિકાસ થાય તો નગરજનો માટે સારી બાબત છે પરંતુ છેલ્લા કેટલાય સમય થી વિકાસ ની વાતો થાય છે અને નક્કર કામ થતું નથી જો આ કામ ને તાંત્રિક મંજૂરીઓ મેળવી ઝડપથી કામ કરવામાં આવે તો જિલ્લા માટે એક સારું યાત્રા ધામ વિકસે તેમ છે.-ભુપેન્દ્રસિંહ સોલંકી

કામગીરી હાથ ધરવામાં આવશે

અમે સરકારમાં કાલિકા ગઢ ના વિકાસ માટે ફાઈલ મોકલી આપી છે જે મંજૂરી મળે થી કામગીરી હાથ ધરવામાં આવશે.- ડી. એ.ચૌહાણ, જિલ્લા આયોજન અધિકારી

વધુ તસવીરો જોવા માટે આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરો...

5 crore stuck cost kalikagadhani turnaround plan
5 crore stuck cost kalikagadhani turnaround plan
X
5 crore stuck cost kalikagadhani turnaround plan
5 crore stuck cost kalikagadhani turnaround plan
5 crore stuck cost kalikagadhani turnaround plan
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App